Breaking News

ક્યારેય જોઈ છે સોનાની નદી,ના જોઈ હોઈ તો જોઈ લો આજે,લોકો રાહ જુએ છે પુર આવવાની,જોવો તસવીરો…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ. ભારત એક ખૂબ જ અજીબો ગરીબ દેશ છે. અહીંયા પર આશ્ચર્યજનક અને રોમાંચક વસ્તુઓ છે જે કોઈ હોલીવૂડ ફિલ્મની કહાનીથી ઓછી નથી. ભારતના અમુક વિસ્તાર આજે એવા પણ છે જ્યાં નહાવાથી લઈને ખાવા પીવા સુધીનું કામ નદીઓના પાણીથી કરવામાં આવે છે. ભારતને પહેલાં સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું આજે જાણવા મળી ગયું કે આવું શા માટે કહેવામાં આવતું હતું.

દર વર્ષે વરસાદની સિઝનમાં મળે છે સોનુ આપણા દેશમાં એક એવી નદી છે, જે વરસાદના દિવસોમાં સોનું આપે છે. સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી ગયા હશો પરંતુ તે સત્ય હકીકત છે. આ નદીની આસપાસ વસેલા લોકો નદીમાં પૂર આવવાની દર વર્ષે રાહ જોતા હોય છે. અમે જે નદીની વિશે વાત કરી રહ્યા છીએ તે બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લામાં સ્થિત છે. રામનગરમાં વિસ્તારની આસપાસના અમુક ગામોમાં લોકોને દર વર્ષે વરસાદની સિઝનમાં સોનું મળે છે.

બિહારમાં દર વર્ષે હોય છે પૂરની સમસ્યા તે લોકોને સોનુ કોઈ બીજી જગ્યાએથી નહીં પરંતુ નદીમાંથી પ્રાપ્ત થાય છે. લોકોનું કહેવું છે કે આ નદીઓ બલૂઈ કાપન અને સોનહા છે, જે દર વર્ષે પોતાની સાથે સોનાને લઈને આવે છે. અહીંયાના લોકો ચાળીને સોનાને કાઢે છે અને સંપૂર્ણ વર્ષ તેનાથી પોતાનું જીવન પસાર કરે છે. જો કે સાંભળવામાં જેટલું સરળ લાગી રહ્યું છે એટલું સરળ હોતું નથી. બિહારમાં વરસાદના સમયમાં એક ખુબ જ મોટી સમસ્યા રહી છે.

ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે સોનુ કાઢવાનું કામપુરનાં સમયમાં આ નદીઓ પણ ભયાનક રૂપ લઈ લેતી હોય છે. આ ગામના લોકો નદીમાં પાણી ઓછું થવાની રાહ જોતા હોય છે. આ નદીનું પાણી ઓછું થતાં જ લોકો સોનુ શોધવા માટે નિકળી પડે છે. નદીઓમાં વહેતી રેતીને ચાળીને સોનુ કાઢે છે ત્યારબાદ તેને બજાર લઈ જવામાં આવે છે. આ વિસ્તારોમાં આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આદિવાસીઓ પહાડી નદીઓમાંથી સોનુ કાઢવાનું કામ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ દરેક વખતે નસીબ સારા હોતા નથી ઘણીવાર આખો દિવસ મહેનત કરવા છતાં પણ કંઈપણ હાથ લાગતું નથી

મિત્રો વધુ માહિતી આપતા તમને જણાવીસુ એક કિસ્સો જે તમે નઇ સાંભળ્યો હોય છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાની ખાણો મળવાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ દેશમાં બીજા ઘણા સોનભદ્ર એવા છે જ્યાં સોનાની ખાણો મળે તેવી સંભાવના છે. સોનભદ્રમાં સોનાની ખાણની પુષ્ટિ વર્ષ 2012 માં જ થઈ હતી લગભગ 8 વર્ષ બાદ હવે યોગી સરકારે આ દિશામાં કામ શરૂ કર્યું છે.

સોનભદ્રમાં સોનું મળવાની ચર્ચા બાદ લોકોમાં ઉત્સુકતા શરૂ થઈ ગઈ છે કે ભારતમાં અને કયા રાજ્યોમાં સોનાની ખાણો મળે તેવી સંભાવના છે. ઝારખંડમાં સ્વર્ણરેખા નામની નદી પણ વહે છે જેના વિશે લોકો કહે છે કે આ નદી સોનાને ઉગલે છે. જોકે, તે અંગેનું રહસ્ય હજી યથાવત છે. તે જ સમયે, મધ્યપ્રદેશના કટની અને સિંગરૌલીમાં પણ સોનાની ખાણો મળવાની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સોનાની ખાણ મળવાની વાત પણ સામે આવી છે.ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે છેલ્લા ઘણા સમયથી દેશના ઘણા ભાગોમાં સોનાની શોધ કરી રહ્યા છે.

જ્યારે ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેને પુરાવા મળે છે, ત્યારે તે રાજ્ય સરકારને રિપોર્ટ કરે છે. આ અહેવાલના આધારે ખાણની હરાજી અને ખાણકામનું કામ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઇમલીયા ક્ષેત્રમાં સોનાની શોધ કરવાનું કામ લગભગ 17 વર્ષ પહેલા શરૂ થયું હતું. અહીં ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ ખનિજ પદાર્થ હોવાની સંભાવના પર કામ શરૂ કર્યું.ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ અગાઉ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 3 હજાર ટનથી વધુ સોનાનો ભંડાર હોવાનો દાવો કર્યો હતો.

વિભાગે ગત વર્ષે મધ્યપ્રદેશના કટની અને સિંગરોલીમાં 200 કરોડના સોના ચાંદીના ભંડાર હોવાનો દાવો કર્યો હતો. આ જ રીતે, 2018 માં ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગએ પણ રાજસ્થાનના ઉદયપુરમાં સોનાના વિશાળ ભંડાર શોધી કાઢ્યા હતા. ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ તે સમયે કહ્યું હતું કે આ સ્થાન પર 11.48 કરોડ ટન સોનું હોઈ શકે છે. વિભાગે તે સમયે કહ્યું હતું કે જો રાજસ્થાનમાં સોનાના ભંડારની શક્યતાઓ સાચી સાબિત થાય છે તો રાજસ્થાન દેશનું પાંચમું સોનાનું ખોદકામ કરતું રાજ્ય બનશે.

મધ્યપ્રદેશ સરકારે આ માટેના નિયમો અને કાયદા બનાવ્યા છે. મુંબઈની એક કંપનીએ પણ આ માટે રસ દાખવ્યો છે. કાટની જિલ્લાના ઇમાલીયા વિસ્તારમાં 6 હેક્ટર અને સિંગરોલી જિલ્લાના ચાકરીયામાં 23 હેક્ટરમાં સોના ચાંદી અને અન્ય ધાતુઓની ઓળખ કરવામાં આવી છે.ઝારખંડમાં રત્નાગર્ભા નામનું એક સ્થળ છે, જ્યાં સ્વર્ણરેખા નદી વહે છે. વર્ષોથી આ નદીની રેતીમાંથી હજી સોનું કાઢવામાં આવી રહ્યું છે. નદીઓની આજુબાજુમાં વસતા આદિજાતિ લોકો આ નદી પર જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

આ નદી હજી પણ એક રહસ્ય છે કારણ કે આ ગોલ્ડ ક્યાંથી આવ્યું તે કોઈને ખબર નથી. ગયા વર્ષે ઝારખંડમાં સોનાના ઓરના સાત નવા ભંડાર ધરતીની નીચે મળ્યા હતા. સિંઘભૂમ વિસ્તારમાં જોજોદિહ, ઓટિયા, તાબો બેંગમ ફૂલઝારી, મોરચાગોરા, લુકાપણી અને ઇચ્છાગઢ નજીક સોનાના ભંડારના સંકેત મળ્યા હતા.દેશમાં હાલમાં ભારતમાં લગભગ 626 ટન સોનાનો ભંડાર છે. આ સંદર્ભમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનભદ્રમાં મળી આવેલા સોનાના ભંડારમાં લગભગ 5 ગણો વધુ વધારો થઈ શકે છે.

કર્ણાટકમાં આ સમયે દેશમાં સૌથી વધુ સોનાની ખાણ છે. ભારત દેશનું લગભગ 88.7 ટકા સોનું કર્ણાટક કાઢે છે. અહીં કોલાર, ધારવાડ અને રાયચુર જિલ્લામાંથી સોનું કાઢવામાં આવે છે. માનવામાં આવે છે કે કર્ણાટકમાં આશરે 17 મિલિયન ટન સોનાનો સંગ્રહ છે મોટાભાગની ખાણો હસન ધારવાડ રાયચુર અને કોલાર જિલ્લામાં આવેલી છે આ પછી આંધ્રપ્રદેશ ઝારખંડ કેરળ અને મધ્યપ્રદેશમાં સોના અને હીરાની ખાણો છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …