ખેડૂત સહાય: ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર

ખેડૂત સહાય: ગુજરાત સરકારનો જગતના તાત કેહવાતા ખેડૂતો માટે ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું.

કૃષિ રાહત સહાય પેકેજ: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

ખેડૂત સહાય

કૃષિ મંત્રીએ દ્વારા જણાવવામાં આવ્યું કે,ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય અપાશે. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. 272 ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો હતો. SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.

ખેડૂત સહાય
ખેડૂત સહાય

કૃષિ મંત્રી દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

https://twitter.com/RaghavjiPatel/status/1826926849567637882

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી ટોપ અપ સહાય અપાશે.

આ પણ ખાસ વાંચો:

રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો

(1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(2) વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(3) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ, 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.

Leave a Comment