Breaking News

ખોડિયાર ચાલીસા વાંચો અને આગળ શેર જરૂર કરો,જાણી લો તમે પણ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું મિત્રો કહેવાય છે મા ખોડિયાર જેને મળે તેનો ભવ તરી જાય છે મા રાજપરા ખોડિયારમાના બેસણા હોય,ત્યારે મા માટેલ વાડી ખમકારી ખોડિયાર ના નામના ડંકા વાગતા હોય અને ત્યારે ગળધરાની મા ખોડિયારનુ ફક્ત નામ લેતા જ જો દુનિયા તરી જવાય તો આવો આજે આપણે મા ખોડિયારની ચાલીશા ને એકવાર જરુર વાંચીએ.

 • અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,
 • આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
 • જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,
 • ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
 • નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
 • ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
 • ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
 • દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
 • તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર,
 • ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
 • સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ,
 • મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
 • ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,
 • પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.

 

 • ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,
 • ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
 • ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,
 • લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
 • મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
 • જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
 • ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન,
 • ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
 • વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર,
 • કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
 • જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત,
 • લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.
 • ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,
 • પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
 • ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
 • સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
 • દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્,
 • ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.
 • ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
 • હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
 • સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ,
 • પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
 • ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
 • રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
 • શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ,
 • રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.

 

 • નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય,
 • પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
 • એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર,
 • ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
 • એ…..ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર,
 • માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
 • કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ,
 • દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
 • હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
 • મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
 • તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ,
 • ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.

 

 • ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત,
 • હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
 • મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય,
 • શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
 • અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ,
 • પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
 • ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન,
 • તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
 • દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
 • તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
 • મોમડિયાની બાળને, ભજતા પાતક જાય,
 • પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
 • આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર,

 

 • આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
 • ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર,
 • ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
 • ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય,
 • તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
 • સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય,
 • હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
 • લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ,
 • રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
 • લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
 • હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
 • ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય,
 • બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
 • ‘મા’ ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધા,
 • ‘મા’ ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.બોલો માં ખમકારી ખોડિયારની જય…

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા. આશરે ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું.

મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.

તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા.

ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.

મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા.

આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું અને ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે.એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં.

તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા અને તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને.

ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં હતા.સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે અને અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

About bhai bhai

Check Also

માત્ર આ 2 રાશિઓને ખોડિયાર માં ની કૃપાથી થઈ રહ્યો છે લાભ, દરેક દુઃખોનું લાવશે નિવારણ…

મિત્રો ગ્રહોની ગતિ દરેક મનુષ્યના જીવનને અસર કરે છે અને જ્યોતિષ મુજબ બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિમાં …