Breaking News

ખૂબ કામ નો હોઈ છે મોબાઈલ નો IMEI નંબર,જાણો શુ હોઈ છે એનો ઉપયોગ,એક વાર જરૂર જાણી લેજો નહીં તો……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ જો તને નવો ફોન લો છો કે ઇન્ટરનેટ પર વેચો છો તો આઈ એમ ઈ આઈ નંબર હોવો જરૂરી છે મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવી જરૂરી છે. પોલીસ સ્ટેશનમાં રુબરુ જઈને કરાવેલી ફરિયાદમાં ખોબાઈ ગયેલા મોબાઈલની અપડેટ માટે લાંબાગાળા સુધી રાહ જોવી પડે છે. તેથી કેટલાક રાજ્યોમાં ખોવાઈ ગયેલા અથવા ચોરી થઈ ગયેલા મોબાઈલની ઓનલાઇનએફ આઈ આર પણ નોંધાવાની સુવિધા આપવામાં આવી રહી છે.

આ સિવાય પોલીસની કેટલીક એપ્સ પણ કાર્યરત હોય છે. તેના દ્વારા પણ મોબાઈલ ખોવાઈ જવાની અને ચોરી થવાની ફરિયાદ નોંધાવી શકાય છે. તેના માટે ઇન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટિ નંબર, ફોનમાં રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી, કરન્ટ મોબાઈલ નંબર, એડ્રેસ સહિતની અનેક માહિતી પોલીસને આપવી આવશ્યક હોય છે. આ તમામ માહિતી તમારી પાસે હોય તો મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો તમારા રાજ્યના પોલીસ વિભાગની વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફરિયાદ કરાવી શકાય છે.

મોબાઈલની ખરીદી કર્યા પછી સેફટી માટે તેના આઈ એમ ઈ આઈ નંબરને એક ડાયરીમાં લખીને રાખવો જોઈએ. મોબાઈલ ચોરી થઇ જવા પર અથવા ખોવાઈ જવા પર તેના ટ્રેકિંગ માટે આઈ એમ ઈ આઈ  નંબર ખૂબ અગત્યનો હોય છે.નેટવર્ક ઓપરેટરને કોલ કરો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય ત્યારે ફ્રોડથી બચવા માટે તરત જ તમારા નેટવર્ક ઓપરેટરને કોલ કરીને ફોનમાં રહેલા સિમકાર્ડને નિષ્ક્રિય કરાવો. મોબાઈલ નંબર ક્રેડિટ,ડેબિટ કાર્ડ અને બેંક ખાતાઓ સાથે લિંક હોય છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને નિષ્ક્રિય કરાવવો જરૂરી છે.

તમામ પાસવર્ડ બદલી નાખોમોબાઈલ નંબરથી જી મેઈલ, ફેસબુક, ટ્વીટર સહિતની અનેક સોશિયલ મીડિયા એપ્સ ઓપરેટ થઈ શકે છે. તેથી મોબાઈલ ગુમ થતા જ તમારા તમામ સોશિયલ અકાઉન્ટ્સના પાસવર્ડ બદલી દેવો જોઈએ.એફ આઈ આર ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ તમારો મોબાઈલ જે  વિસ્તારમાં ખોવાયો હોય અથવા ચોરી થયો હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને એફ આઈ આર નોંધાવો. એફ આઈ આર ની એક કોપી તમારી સાથે અવશ્ય રાખો.

બેંક અને ક્રેડિટ કાર્ડ કંપનીનો સંપર્ક કરો જો ખોવાઈ ગયેલા મોબાઈલ ફોનમાં બેંકનાં ક્રેડિટ,ડેબિટ કાર્ડ સબંધિત કોઈ ડેટા અથવા ખાતા નંબર અને નેટબેન્કિંગનો લોગ ઈન આઈડી અને પાસવર્ડ રજીસ્ટર છે તો બેંકના કસ્ટમર કેરમાં કોલ કરીને મોબાઈલ ખોવાઈ ગયો હોવાની જાણકારી આપી તમામ ટ્રાન્જેક્શન પર રોક લગાવી જોઈએ.

મોબાઈલ ફોનમાં આપવામાં આવેલો આઈ એમ ઈ આઈ નંબર ઘણો મહત્વનો હોય છે. મોબાઈલ ફોનની ચોરી થવાની સ્થિતિમાં આ નંબરનું મહત્વ ઘણુ વધી જાય છે. ખરેખર તો માત્ર આઈ એમ ઈ આઈ નંબરથી જ પોલીસ તમારા ચોરાયેલા મોબાઈલને ટ્રેક કરી શકે છે, પણ તમે એ જાણો છો કે, ચોરાયેલા મોબાઈલ કેમ મળતા નથી આઈ એમ ઈ આઈ નંબર હોવા છતાં પોલીસ મોબાઈલને કેમ ટ્રેસ કરી નથી શકતું  આજે અમે તમને જણાવીશું કે મોબાઈલનો આઈ એમ ઈ આઈ નંબર તમારા માટે કેટલો જરૂરી છે અને ચોર કેવી રીતે મોબાઈલનો આઈ એમ ઈ આઈ નંબર બદલી નાખે છે.
નાના મોટા તમામ પ્રકારના મોબાઈલ ફોનની ઓળખ તેનો આઈ એમ ઈ આઈ નંબર હોય છે.જેને ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી નંબર તરીકે ઓળખવામાં આવે છે. જો ફોન ડયુઅલ સીમ હોય તો તેના બે આઈ એમ ઈ આઈ નંબર હોય છે. દરેક ફોનનો  આઈ એમ ઈ આઈ નંબર અલગ અલગ હોય છે પણ મેરઠમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે ઘણાને ચોંકાવી દીધા છે.

યુપીના મેરઠમાં એક જ  આઈ એમ ઈ આઈનંબર પર 13000 ફોન ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આઈ એમ ઈ આઈ નંબરનુ ક્લોનિંગ થતુ હોય તેવા કિસ્સા પહેલા પણ બન્યા છે.આ બાબત મોબાઈલ બાયર માટે ચિંતા જનક છે. અને મેરઠમાં જે કિસ્સો બહાર આવ્યો છે તે ચાઈનીઝ કંપની સાથે જોડાયેલો છે.આ કંપની દ્વારા વેચાઈ રહેલા 13000 ફોનના  આઈ એમ ઈ આઈ નંબર એક જ હતો.

હજારો ફોનનો  આઈ એમ ઈ આઈ નંબર એક જ છે તેનો મતલબ એ છે કે, આ તમામ ફોનની અલગ-અલગ ઓળખ થઈ શકે તેમ નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થાવ તેવી શક્યતા છે. હેરાનીની વાત એ છે કે, એ પછી પણ ચાઈનિઝ કંપનીને ક્લિન ચીટ આપી દેવાય છે.કંપનીએ પોતાના બચાવમાં કહ્યુ છે કે, ટેકનિકલ ખામીના કારણે આવુ થયુ છે.ભારતમાં એમ પણ હાલનો આઈટી એક્ટ આ બાબતને અપરાધ ગણતો નથી

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનુ કહેવુ છે કે આ મામલા પર એક્શન લેવા માટે કોઈ ગાઈડલાઈન નથી.જોકે સૌથી વધારે ચેતવા જેવુ બાયરે છે.કારણકે એક જ આઈ એમ ઈ આઈ નંબર હજારો ફોનમાં હોય તો કોઈએ કરેલા ગેરકાયદેસર કૃત્ય બદલ બીજો કોઈ નિર્દોષ બાયર પણ મુસીબતમાં આવી શકે છે.

આજકાલ ચોરી ના કિસ્સા રોજ સાંભળવા મડે છે રોજ તમે ટીવી માં જોતા હોય કે પેપર માં વાંચતા હોય અવાર નવાર ચોરી ના કિસ્સા આવતા જ રહેતા હોય છે ઘર ની ચોરી હોય દુકાન માં ચોરી કરી કોઈ નું પાકીટ મારી લિધુ કોઈ ચોર એ વગેરે વગેરે આ બધા પોલીસ સ્ટેશને ફરિયાદ કરે છે  તેની પ્રોસેસ પ્રમાણે તેનો નિવેડો આવી જાય છે.

આવી જ રીતે મોબાઈલ ની ચોરી પણ થાય છે સામાન્ય રીતે ભીડ વાળા એરિયા માં કે ગમે તે રીતે ચોર તક નો લાભ લઇ ને મોબાઈલ ઉઠાંતરી કરે છે. મોબાઇલ ચોરાઇ જવો આજકાલ સામાન્ય બાબત થઇ ગઇ છે અને તેવામાં ઘણાં લોકોએ આ પરેશાનીનો સામનો કરવો પડે છે.

મોબાઇલ ચોરી થવાની પરિસ્થીતીમાં પહેલાં યુઝર્સે પોલીસમાં આ અંગે જાણ કરીને ફરિયાદ કરવી પડતી હતી. ઘણાં યુઝર્સ એવાં પણ હોય છે જેમને પોલીસ સ્ટેશન જવું પસંદ નથી તેથી તેઓ આ અંગેની ફરિયાદ દાખલ કરાવતાં નથી. આવા લોકો ને ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

ચોરી થયેલા મોબાઇલનો દુરુપયોગ થવાની શક્યતા વધુ રહે છે. તેવામાં જો ચોરી થયેલો મોબાઇલ કોઇ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવે તો પોલીસની સૌથી પહેલી શંકા તે મોબાઇલના માલિક પર જાય છે. તેથી ચોરી થયેલા ફોનનો રિપોર્ટ હંમેશા નોંધાવવો જોઇએ પણ આ લાંબી પ્રોસેસ માં લોકો પાસે સમય નથી. અને તે ફરિયાદ પણ નથી કરતા અને તેથી જ ભારત સરકારે એક હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. જેની મદદથી તમે ચોરી થયેલા મોબાઇલની ફરિયાદ સરળતાથી કરી શકો છે.ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજી સેન્ટરે સી-ડૉટ યુઝર્સના ચોરી થયેલા ફોનની જાણકારી મેળવવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર સીઇઆઇઆર તૈયાર કર્યુ છે જેની મદદથી ચોરી થયેલો ફોન બંધ કરી શકાય છે.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …