Breaking News

કોઈપણ પ્રકાર ની કસરત કે વ્યાયામ વગર આ રીતે ઘટાડો સડસડાટ વજન

મિત્રો, આપણે પાણી પીવા ની ફક્ત આ એક ટેવ સુધારવા ની છે તેમજ જોતજોતા મા આપનુ સંપૂર્ણ શરીર ફેરવાઈ જશે. મોટાભાગના લોકોને સતત મો માથી છૂટ્ટી પડતી આ કીંમતી લાળ ના લાભો વિશે જાણ નહી હોય. પરંતુ આયુર્વેદ ના એક ગ્રંથ અષ્ટાંગ હૃદયસંહિતા કે જેને મહર્ષી વાગભટ્ટ દ્વારા લખવા મા આવેલ છે. એમા એના લાભો વિશે વિસ્તૃત વર્ણન છે. આયુર્વેદ હાલ ફક્ત ભારત મા જ નહીં પરંતુ જગત મા વિખ્યાત છે. તો ચાલો જાણીએ પાણી પીવાની યોગ્ય પદ્ધતિ વિશે.

મનુષ્ય ના પેટ ની તાસીર એસીડીક હોય છે કેમ કે એમા હાઇડ્રોક્લોરીક એસિડ રહેલ હોય છે જે માનવી ને ભોજન પચાવવા મા સહાયતા કરે છે. માનવી ના મો ની લાળ મા ક્ષાર રહેલો હોય છે તથા એનુ કાર્ય પેટમા ના એસીડ નુ સંતુલન કરવા નુ છે. જ્યારે માનવી ગટગટાવી ને જલ્દી થી પાણી પી જાય છે ત્યારે તેના મો ની લાળ તે પાણી સાથે સારી રીતે મિશ્ર નથી થઈ શકતી.

તેના લીધે પેટમા નુ એસીડ એમનુ એમ જ રહે. તેના લીધે એસીડીટી, અપચો, ગેસ તથા પેટ ફુલવા ની તકલીફ સર્જાય છે અને અંતે એના લીધે વજન મા વધારો થાય છે તથા કોલેસ્ટેરોલ ની માત્રા પણ વધે છે કેમ કે ભોજનમા ના પોષકતત્ત્વો નુ શોષણ પેટ સારી રીતે કરી શકતુ નથી તથા તકામા તત્વ શરીર ની બહાર મળ વડે જતા રહે છે. ટુંક મા ખોટી રીતે પાણી પીવા ને કારણે મનુષ્ય પાચનતંત્ર ની પ્રાકૃતિક પ્રક્રિયા ને હાનિ પહોચાડે છે.

તમારી આ આદત ને બદલાવો :જ્યારે માનવી પાણી પીવે છે ત્યારે એક જ વાર મા સંપૂર્ણ ગ્લાસ પાણી પી જતો હોય છે એની સાપેક્ષ મા જો ધીરે-ધીરે ઘૂટડે-ઘૂટડે પાણી પીવા મા આવે તો મો મા રહેલ લાળ તે પાણી સાથે ભળી શકે અને એના લીધે તે પાણી મા આલ્કલાઈન એટલે કે ક્ષારીય પાણી પેટ મા પહોંચશે કે જે સ્વભાવે એસિડિક હોય છે – એ પેટ મા સંતુલિત હવામાન ઊભુ કરશે જે માનવી ના પેટ માટે ઉત્તમ છે કેમ કે તે સંપૂર્ણ પાચનક્રિયા ને આસાન બનાવે છે.

પ્રકૃતિ એક સારો શિક્ષક છે :આપે ક્યારેય ધ્યાન આપેલ છે કે પક્ષીઓ તથા પ્રાણીઓ પાણી કઈ રીતે પીવે છે ? જો ક્યારેય આવુ નિરીક્ષણ ન કરેલ હોય તો હવે કરી લેજો. ત્યારે આપને જોવા મળશે કે તેઓ એક વખત મા એક જ ઘૂટડો પાણી પીવે છે. આ રીતે પ્રત્યેક વાર એમની જીભ ભીની થાય છે તથા મો ની લાળ તે પાણી મા મિશ્ર થાય છે. પ્રકૃતિ આપણે વિચારીએ છીએ એના કરતાં પણ વધુ સ્માર્ટ છે.

આ પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલ છે :૧૯ મી શતાબ્દિ મા, સંશોધકો ને ઘણા સંશોધનો વડે જાણવા મળ્યુ હતુ કે મો ની લાળમા પાચન માટેની ક્ષમતા છે. ૨૦ મી શતાબ્દિ ના અભ્યાસો પણ એવા પુરાવા દર્શાવે છે કે મો ની લાળ ની ડાયેટરી ઇફેક્ટ છે, તથા હાલ ના સંશોધનો તો મો ની લાળ મા મેડિકલ પ્રોપર્ટી રહેલી છે તે પણ નિશ્ચિત કરે છે. મો ની લાળ એ આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા સક્ષમ છે.

ઘણા સંશોધનો પર થી જાણવા મળ્યુ છે કે મો ની લાળ ની સામાન્ય તપાસ વડે મધુપ્રમેહ તથા કેન્સર ના પ્રારંભિક સ્ટેજ વિશે પણ નિદાન થઈ શકે એમ છે તથા એ સિવાય પણ અનેક બિમારી ની ઓળખ કરી શકે એમ છે કેમ કે એમા અનેક બિમારી ને છતા કરતા મોલેક્યુલ્સ રહેલા હોય છે જે આપણા રક્ત મા પણ હોય છે. તો હવે સમય આવી ગયો છે કે આપ પોતાની મો ની લાળ ને ગંભીરતાપૂર્વક લો એની કિંમતી કરો.

હવે તમને પ્રશ્ન એ થતો હશે કે પાણી કઈ રીતે પીવુ ?આપ અત્યાર સુધી મા એટલું તો અવશ્ય જાણ્યા હશો કે દીવસ ના સમયે આવશ્યક પાણી પીવુ આપણા શરીર માટે કેટલુ મહત્વ નુ છે. કેમ કે એ આપણા શરીર મા દ્રવ્ય ને સંતુલીત કરે છે તથા શરીર ના તમામ વિષેલા તત્વો તેમજ કચરો દૂર કરે છે. આપે કાયમ રૂમ ટેમ્પ્રેચર એટલે કે સામાન્ય તાપમાનવાળુ પાણી જ પીવુ. ક્યારે પણ ઠંડુ પાણી પીવું નહી. કેમ કે એ આપના પાચન ની ક્રિયા ને ધીમુ કરે છે.

આપે શુ કરવુ જોઈએ :પ્રથમ એક વખત મા ફક્ત એક જ ઘૂંટ પાણી પીવો. આપના મોમા તે પાણી ને ફેરવો, , કોગળા કરતા હોય એમ પણ એને બહાર નથી કાઢવા નુ પણ આમ કરવા થી આપના મો ની લાળ સારી રીતે એ પાણી મા ભળી જશે તથા ત્યાર પછી એ પાણી પી જાઓ. આ પ્રક્રિયા ને આપ સંપૂર્ણ ગ્લાસ નુ પાણી પુર્ણ ન થાય ત્યા સુધી કરવા ની છે અને જ્યારે-જ્યારે તમે પાણી પીઓ ત્યારે આપે આ જ રીતે પાણી પીવાનુ છે.

તમારે એવુ નાટય કરવા નુ છે જાણે આપ પાણી નહી પરંતુ ચા, કોફી કે અન્ય કોઈ જ્યુસ કે કોલ્ડ ડ્રીંક પીતા હોય. આપને કદાચ આ કઠિન લાગશે તથા એના થી પણ વધુ આપને કદાચ આ કંટાળો દેનાર લાગશે. કેમ કે આપને એની આદત નહી હોય. આપ રોજ એક જ ઘા મા એક ગ્લાસ પાણી પી જવા ની આદત ધરાવતા હોવા થી આપની આ ટેવ સુધરવા મા સમય લાગશે. પરંતુ આપ આપના શરીર માટે આટલુ તો કરી જ શકો.

આ રીતે પાણી પીવા થી આપના શરીર મા ફક્ત એક માસ મા જ ઘણા બધા લાભો જોવા મળશે :તમારી કમર અમુક ઇંચ પાતળી થઈ જશે. પેટ ફુલવાની તકલીફ હંમેશ માટે ગાયબ થઈ જશે. તમારુ પાચન સારુ તથા સુયોગ્ય થશે. એસિડીટી જડમુળ માથી નષ્ટ થઈ શકે. તમારી મળ ત્યાગની ક્રિયા એકાએક સરળ થઈ જશે. તમે સ્વયં ને હળવા તથા ઉર્જામય અનુભવ કરશો. તમારા શરીરની તમામ ચરબીમા પણ ઘટાડો જોવાશે. તો હવે તમને પાણી સારી રીતે પીવાના લાભો વિશે ખબર છે. તો અત્યારથી જ આપ તમારી જાતને આ ટેવ પાડવાનુ શરુ કરી દો. તમને થોડા જ સમયમા એના લાભ દેખાશે.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *