Breaking News

કોઈનું સારું કરવા વાળા વ્યક્તિ સાથે હંમેશા ખરાબ જ થશે,જાણો કેમ,જાણો શુ કહે છે કૃષ્ણવાણી……??.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે હમેશા સારા કામો કરનારા લોકો સાથે ખરાબ જ કેમ થાય છે તો મિત્રો આનો જવાબ તમને કદાચ ક્યાય પણ નઇ મળે પરંતુ કૃષ્ણવાણી મા તમને આનો જવાબ જરુર મળી જશે કારણ કે કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાઓનુ સમાધાન શ્રીમદ ભગવદ ગીતામા જણાવામા આવ્યુ છે.

આપણે બધા એ એક વાત તો બધે સાંભળી હશે અથવા વાંચી હશે કે જ્યારે જ્યારે પણ ધર્મ ને નુકશાન પહોંચે છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દરેક યુગ માં અવતાર લે છે અને અધર્મ નો નાશ કરે છે એવું માનવામાં આવે છે કે ભાગવત ગીતામાં જીવનની દરેક વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પવિત્ર ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ ખુદ અર્જુન ને એ ઉપદેશ આપ્યો હતો કે તે મહાભારત નું યુદ્ધ કઈ રીતે લડી શકે છે કે જેનાથી તે વિજય મેળવી શકે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો ભાગવત ગીતા વાંચવી જરૂરી છે.

મિત્રો તમે ઘણી વખત જોયુ પણ હશે તથા અનુભવ્યુ હશે કે ઘણા સારા લોકો સાથે ખુબ જ ખરાબ થઈ રહ્યુ હોય છે જ્યારે અમુક ખરાબ લોકો આરામ ની તથા સુખમયી જીવન ગાળી રહ્યા હોય છે. તો આપણ ને ઘણી વખત એવો વિચાર આવે કે નાનપણ મા આપણ ને એવુ શિખવવા મા આવ્યુ છે કે જે સારુ કરશે તેની સાથે હંમેશા સારુ જ થશે તથા જે ખરાબ કરશે તેનુ હંમેશા ખરાબ જ થશે તો પછી આ વિપરીત પરિસ્થિતિ કેમ.

આ સમસ્યા નો ઉત્તર અહી આપેલા આ પ્રસંગ ના વર્ણવવા મા આવેલો છેએક વાર અર્જુન શ્રી વાસુદેવ ને પ્રશ્ન પૂછે છે કે હે ગિરિધર હંમેશા સારા તથા સાચા લોકો ની સાથે જ અહિત કેમ થાય છે તથા ખરાબ અને જૂઠા લોકો સાથે હિત કેમ થાય છે આ પ્રશ્ન નો ઉત્તર આપવા વાસુદેવ અર્જુન ને એક કથા સંભળાવે છે.આ વાત છે પૌરાણીક કાળ ની. જ્યારે એક નગરી મા બે પુરુષો વસવાટ કરતા હતા. પ્રથમ પુરુષ વેપારી હતો જે સજ્જન અને સારુ વ્યક્તિત્વ ધરાવતો હતો.

તથા નિત્ય ધર્મ અને નીતિ નુ પાલન કરતો અને પ્રભુ ભક્તિ મા લીન રહેતો હતો અને દુષ્કર્મ તથા અધર્મ ના કાર્યો થી દુર રહેતો જ્યારે બીજો પુરુષ તેના થી અલગ વ્યક્તિત્વ ધરાવતો. તે દુષ્ટ તથા અધર્મ નુ આચરણ કરતો તથા તે ચોરી-લૂંટફાટ જેવા પાપ કરતો.એક દિવસ આ નગરી મા ભારે વર્ષા થાય છે તે સમયે સૌ કોઈ પોતાના ઘર મા હતા અને મંદિર મા ફક્ત પૂજારી હતા. પેલા દુષ્ટ વ્યક્તિ એ આ અવસર નો લાભ લઈ મંદિર ના બધા જ કિંમતી આભૂષણો તથા ધન ચોરી ને ફરાર થઈ ગયો.

આ જ વેળા એ વેપારી આ મંદિર ના દર્શન હેતુ આવે છે ને ચોરી નો આરોપ તેના પર લાગી જાય છે.મંદિર ની બહાર ટોળુ જમા થયુ ને બધા આ વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વેપારી જેવો મંદિર ની બહાર નિકળ્યો કે તેનુ એક્સિડન્ટ થાય છે અને તે ઈજાગ્રસ્ત થાય છે. આ એક્સિડન્ટ થી ઈજાગ્રસ્ત વેપારી જ્યારે માર્ગ પર ચાલી રહ્યો હોય છે ત્યારે તે આ દુષ્ટ વ્યક્તિ ને જુએ છે કે તે હર્ષોલ્લાસ થી નાચી રહ્યો હોય છે ને કહે છે કે આજે તો ભાગ્ય ચમકી ગયુ એક સાથે આટલુ બધુ ધન.

આ સાંભળી વેપારી નો ભગવાન પર થી ભરોસો ઊઠી જાય છે અને ઘર મા રહેલી ભગવાન ની બધી જ છબીઓ નો ઘર ની બહાર ઘા કરી દે છે. થોડા સમય પશ્ચાત બંને પુરુષો મૃત્યુ પામે છે અને જયારે બંને ને યમરાજ ની સમક્ષ પ્રસ્તુત કરવા મા આવે છે ત્યારે વેપારી ક્રોધિત સ્વર મા યમરાજ ને પૂછે છે કે હુ હંમેશા થી સારા કર્મ કરતો હતો. તેમ છતા મને દુઃખ જ પ્રાપ્ત થયુ ને આ હંમેશા અધર્મ ના રસ્તે ચાલતો હતો તેમ છતા તેને સુખ પ્રાપ્ત થયુ આવુ કેમ વેપારી ને પ્રત્યુત્તર આપતા યમરાજ જણાવે છે કે જયારે તારુ એક્સિડન્ટ થયુ ત્યારે જ તારા મૃત્યુ નો યોગ સર્જાયો હતો.

પરંતુ તારા સારા કર્મો ને લીધે તે એક સામાન્ય એક્સિડન્ટ મા પરિવર્તિત થઈ ગયુ અને આ દુષ્ટ ના યોગ મા રાજયોગ હતો પરંતુ તેના ખરાબ કર્મો ના લીધે તે એક ધન ની પોટલી પુરતો સીમીત થઈ ગયો.વાર્તા ના અંતે વસુદેવ અર્જુન ને જણાવે છે કે ભગવાન આપણ ને આપણા કર્મો નુ ફળ કોઈ ને કોઈ સ્વરૂપ મા આપતા જ હોય છે. પછી તે કર્મ સારા હોય કે ખરાબ પરંતુ તેને આપણે પારખી શકતા નથી. માટે મિત્રો સારા કર્મો નો માર્ગ ક્યારેય પણ છોડવો નહી. હંમેશા સારા કર્મો કરતા રહો તમને શુભ ફળ અવશ્ય મળશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભાગવત ગીતામાં એવી ઘણી મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિને સફળતાના માર્ગ પર લઈ જાય છે. આજે અમે તમને પવિત્ર ગીતાની એવી વાતનો ઉલ્લેખ કરશું જે તમે જરૂરત થી વધારે પરેશાન હોય ત્યારે આ વાત પર એકવાર અવશ્ય વિચાર કરજો. જેથી તમારી પરેશાની દુર થશે ભાગવત ગીતામાં એ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માનવી નું શરીર માત્ર એક કપડાના ટુકડા સમાન છે.

આ સ્થાન પર એ દર્શાવવામાં આવ્યું છે કે જે પ્રકારે મનુષ્ય જુના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે છે તેવી જ રીતે આત્મા પણ જુના શરીરને ત્યાગીને નવા શરીરમાં પ્રવેશ કરે છે. તેનો અર્થ એ થાય છે કે મનુષ્ય ની ઓળખ તેના શરીર થી નહિ પરંતુ તેના મન અને તેની આત્મા થી કરવી જોઈએ.ભાગવત ગીતામાં એક એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્રોધ એક સામાન્ય ભાવના છે. જે દરેક વ્યક્તિ ની અંદર હોય છે. ક્રોધ મનુષ્ય ના શરીર ની અંદર એક ભ્રમ ઉત્પન્ન કરે છે.

જેના કારણે મનુષ્યને સારા અને ખરાબ કાર્ય ની ખબર નથી રહેતી. એટલા માટે મનુષ્ય એ ક્રોધ ને છોડીને શાંતિ નો માર્ગ અપનાવવો જોઈએ આપણને બધા ને એ વાત ની જાણકારી તો હોય જ છે કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ નો વધારે પડતો મોહ આપણા માટે ઘણીવાર નુકશાનકારક સાબિત થાય છે. પવિત્ર ગીતામાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ એ સંબંધમાં દરેક પરિસ્થિતિ માં પોતાના જીવનનું સંતુલન જાળવી રાખવું જોઈએ પવિત્ર ગીતામાં એ વાત નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો વ્યક્તિએ સ્વાર્થ નો ત્યાગ કરી દેવો જોઈએ.

કારણકે સ્વાર્થી વ્યક્તિ પોતાના સ્વભાવના લીધે બીજા લોકો ને પોતાના થી દુર કરી દે છે. જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગતા હોય અને તમારું જીવન ખુશીઓ થી ભરવા માંગતા હોય તો બિના કોઈ સ્વાર્થ થી તમારું કાર્ય કરતા રહો.પવિત્ર ગીતામાં ખૂબ જ જરૂરી વાત કરવામાં આવી છે કે ક્યારેય પણ વ્યક્તિએ સારા કર્મો કરવાથી પાછળ હટવું ના જોઈએ. વ્યક્તિને હંમેશા એક વાત શિખવવામાં આવે છે કે તેણે સારા કર્મો કરતા રહેવું જોઈએ. કારણકે વ્યક્તિ દ્વારા કરેલા સારા કર્મોનું ફળ તેને અવશ્ય મળે છે.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …