Breaking News

મહાદેવે જણાવ્યા જીવન સરળ બનાવવાના આ રહસ્યો જાણો શું છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું. માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર આવે પણ, મુશ્કેલી અને સારા સમયને કઈ રીતે સાચવવો તે આપણે આજે જાણીશું. અને દરેક સમયમાં એકાગ્રતા કેવી રીતે મેળવવી?

દરેક મનુષ્યને પોતાના અંગત જીવનમાં એવો સમય આવે જયારે તેને સાચું અને ખોટું બંનેને પરખ કરવાનો સમય આવે છે. ત્યારે વ્યક્તિ ખુબ મનથી ભાંગી પડે છે, અને ત્યારે તે પુસ્તકો અને જ્ઞાની પુરુષો ને સલાહ અથવા તો સત્સંગ કે કથાઓ નો સહારો લેતા હોય છે. જેનાથી તેને જીવનમંત્ર મળી રહે છે.આવું લોકો માનતા હોય છે જયારે એ બધી વસ્તુઓ આપણા જ શરીર, વિચાર, બુદ્ધિ અને હૃદયમાં જ હોય છે.

ભગવાન શિવે પાર્વતીજીને સરળ જીવનના પહેલા રહસ્યમાં ધર્મ અને પાપની વિષે જણાવ્યું. મનુષ્ય જીવનમાં ધર્મ અને અધર્મ વિષે કહ્યું કે, મનુષ્યે પેલા તો ક્યારેય ખોટું ન બોલવું જોઈએ જેનાથી જીવનમાં ઘણા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઓટોમેટીક થઇ જાય છે. અસત્ય વાતનો સાથ જયારે માણસ આપે ત્યારે તે સૌથી મોટું પાપ કરે છે. અને અસત્ય બોલે ત્યારે પણ પાપ માનવામાં આવે છે. એટલા માટે મન, વિચાર અને પોતાના કામમાં સત્યનું પાલન કરનારા વ્યક્તિને મહત્વ આપવું. કેમકે, સત્ય બોલવું એક મોટો ધર્મ જ ગણાય છે.

બીજું રહસ્ય શિવજીએ પાર્વતીજી ને એ કહ્યું કે, કોઈ પણ કામ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિએ જીવનમાં કોઈ પણ કામ કરતી વખતે એક સાક્ષી રાખવો પણ, એ સાક્ષી બીજું કોઈ નહિ, પરંતુ આપણે ખુદ જ હોવા જોઈએ. તેનાથી આપણને ખરાખોટાનું મહત્વ સમજાય છે. કોઈ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ત્યારે તેને એવું લાગતું હોય છે કે, મને કોઈ જોતું જ નથી પણ તે તેનો ખરેખર ભ્રમ હોય છે તે ખુદ પોતાના આત્માની સાથે તે દગો કરી રહ્યો હોય છે. અને એક સમયે ખોટું સમાજની સામે બહાર આવી જાય છે એટલા માટે મનુષ્ય પોતાના જીવનના દરેક ભાગનો સાક્ષી ખુદ જ હોય છે. માણસ એક ભાવ રાખે તો ખુદ જ પાપ કર્મ કરતો અટકી જાય છે. કારણ કે તે પોતે ખરું ખોટું શું કહેવાય તેની તેને સમજણ હોય છે.

ભગવાન શિવજી દ્વારા પાર્વતીજી ને કહેલું ત્રીજું રહસ્ય આ છે… ક્યાં ત્રણ કામ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ.શિવજી કહે છે કે, કોઈ પણ મનુષ્યે મન, વાણી અને સંભોગથી પાપ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. કારણ કે, આ બધા પાપો માણસને ક્યારેય છોડતા નથી. માણસે ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાંથી મનને ક્યારે વિચલિત ન થવા દેવું જોઈએ, વાણી ક્યારેય વિમુખ ન બોલવી જેનાથી કોઈને પણ ખોટું લાગે. કામ ક્યારેય પર સ્ત્રીની વાસનામાં ન હોવું જોઈએ. આ બાબતો થી આપણી ધ્યાનેન્દ્રી શક્તિ વધે છે. જેનાથી આપણું મન કાબુમાં આવે છે. અને ભગવાન શિવજીએ કહેલી આ ત્રણ વસ્તુ ઉપર મનુષ્યમાં અંકુશ આવી શકે છે.

ચોથું રહસ્ય એ છે કે, સંસારમાં કોઈ મનુષ્યને કોઈને કોઈ બાબતમાં આસક્તિ રાખતો હોય છે. પરંતુ મનુષ્યે વસ્તુ, કોઈ પણ સમય, વ્યક્તિ, વાસના અને આકર્ષણ આ બધી બાબતો અમુક સમયે તમારા માટે દુઃખદાઈ સાબિત થાય છે જેનાથી આપણા જીવનના લક્ષને આપણે ખોઈ બેસીએ છે. જો આપણે જીવનમાં કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પણ વસ્તુની આસક્તિ આપણે આપણા જીવન લક્ષ માંથી રસ્તો ભુલાવી ને ભટકતા કરે છે. જેના કારણે આપણે સફળતા મેળવી શકતા નથી. કોઈ પણ વસ્તુ નો લગાવ કે વ્યક્તિનું આકર્ષણ થાય અને તમને અભાસ થતો હોય કે તે વ્યક્તિ તમારા જીવનની સફળતા રુકાવટ લાવે છે તો તેને છોડીને આગળ વધવું તેનાથી તમારું લક્ષ ચોકકસ નિશાન ઉપર જશે.

પાંચમું રહસ્ય ભગવાન જણાવે છે કે માણસના જીવનની સૌથી મોટી સમસ્યા તૃષ્ણા છે. તૃષ્ણા એટલે આશા, ઈચ્છા. માનવી પોતાના જીવન દરમિયાન ક્યારેય તૃપ્ત નથી થતો. તે દુનિયાના દરેક સુખ મેળવવામાં જીવનના અંતે ખુદ દુઃખી હોય છે. મનુષ્યનું મન ધ્યાનથી કેન્દ્રિત થાય છે. માણસ પોતાના જીવનમાં મન ઉપર કાબુ મેળવે તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી. મનને કંટ્રોલ કરવું એ એક કલા સમાન અઘરું અને કઠીન કાર્ય છે. પણ વ્યક્તિના જીવનમાં મનને સંતોષના વૃક્ષ નીચે વાવીને વૃક્ષના ફળો સમાન જીવન જીવવું જોઈએ જેનાથી વ્યક્તિગત જીવનમાંથી દરેક સુખોની પળોને શોધી કાઢે છે.

આ ઉપરાંત ધર્મ શાસ્ત્ર કહે છે, જેને સત્ય ને જાણી લીધું તેને મરવાથી કોઈ દિવસ ડર નથી લાગતો, પરંતુ જેને જન્મ લીધો, તેનું મૃત્યુ અવશ્ય નક્કી છે.જો મૃત્યુ ના વિષય માં જ્ઞાન હોય એ અત્યંત દુર્લભ છે. પરંતુ થોડીક એવી દિવ્ય આત્માઓ હોય છે જેને મૃત્યુ ની ખબર મોત પહેલાજ થઈ જાય છે.કે તેનું મૃત્યુ ક્યારે અને કેવિરીતે થવાનું છે. જાણો મૃત્યુ નું અનસુલજા રહષ્ય.શાસ્ત્રો માં બાલારિષ્ટ,અલ્પ મધ્ય,દીર્ઘ,દિવ્ય,અને અમિત આ સાત પ્રકાર ના મૃત્યુ વીશે બતાવામાં આવ્યું છે. મનુષ્ય ની સાત પ્રકાર થી થવા વાળી મૃત્યુ ના શાસ્ત્રો માં ઉલ્લેખિત રહશ્ય અનુસાર.જે પ્રાણી એ માતા ના ગર્ભમાંથી જન્મ લીધો છે એ બધા ની મૃત્યુ પણ ભગવાન જન્મ સાથેજ નક્કી કરીદે છે.આવી રીતે થાય છે મૃત્યુ.

બાલારિષ્ટ મૃત્યુ.જન્મ થી લઈ ને 8 વર્ષ ના આયુષ્ય માં થવા વાળી મૃત્યુ ને બાલારિષ્ટ મૃત્યુ કહેવામાં આવે છે. જેની જનમ કુંડલી માં લગ્ન ના 6, 8 ,12 ના સ્થાન માં પાપગ્રહો થી યુક્તિ ચંદ્રમા હોય તો વ્યક્તિ ની મૃત્યુ બાળઅવસ્થામાં અથવા બાલારિષ્ટ મૃત્યુ હોય છે. એના શિવાય ચંદ્ર ગ્રહણ, કે સૂર્ય ગ્રહણ નો સમય હોય, સૂર્ય,ચંદ્ર,રાહુ,એકજ રાશિ માં હોય અથવા લગ્ન માં ક્રૂર ગ્રહો શનિ-મંગળ ની છાયા હોય તો બાળક ની સાથે માતા ની મૃત્યુ નો દુર્યોગ પણ બને છે.લગ્નથી છઠ્ઠા ભાવમાં ચંદ્રમા, લગ્નમાં શનિ અને સપ્તમ માં મંગળ હોય તો બાળક ના પિતા ની મૃત્યુ થાય છે.અથવા તેમને મૃત્યુ નું કષ્ટ થાય છે.

યોગારિષ્ટ મૃત્યુ.આઠ વર્ષ ની આયુષ્ય થી લઈ ને 20 વર્ષ ની વચ્ચે થવા વાળી મૃત્યુ ને યોગારિષ્ટ મૃત્યુ કહેવામાં આવે છે. જ્યારે અષ્ટમ ભાવ શનિ, મંગળ જેવા ક્રૂર ગ્રહો થી દૂષિત થઈ ને લગ્ન માં બેઠેલા વિપરીત ગ્રહ વક્રી હોય ત્યારે યોગારિષ્ટ મૃત્યુ થાય છે. અમાવશ થી પહેલા ની ચતુર્દશી, અમાવશ અને અષ્ટમી એ આ યોગ પૂર્ણ પ્રભાવ માં રહે છે. જે બાળકોના માતા પિતા કુકર્મો માં લિપ્ત રહે છે, તેમના બાળકો ની મૃત્યુ પણ યોગારિષ્ટ હોય છે.

અલ્પાયું મૃત્યુ.જેનું મૃત્યુ 20 થી 32 વર્ષ ની આયુષ્ય માં હોય છે તેને અલ્પાયું મૃત્યુ કહે છે. વૃષભ, તુલા, મકર, અને કુંભ લગ્ન વાળા જાતક અલ્પાયું હોય છે. પરંતુ આ લગ્ન વાળા જાતક ની કુંડલી માં જો બીજો કોઈ શુભ ગ્રહ હોય અને સૂર્ય મજબૂત સ્થિતિ માં હોય તો આ યોગ નો પ્રભાવ નથી રહેતો. જો લગ્નેશ ચર-મેષ, તુલા, કન્યા, ધનું, મીન રાશિ માં હોય તો અલ્પાયું યોગ હોય છે. જો જન્મ લગ્નેશ સૂર્ય નો શત્રુ હોય તો જાતક અલ્પાયું હોય છે. આજ રીતે જો શનિ અને ચંદ્રમાં બન્ને સ્થિત રાશિ માં હોય અથવા એક ચર્ચ અને બીજો દ્વિસ્વભાવ માં હોય તો વ્યક્તિ ની મૃત્યુ 20 થી 32 ના આયુષ્ય માં મધ્ય હોય છે.

મધ્યાયું મૃત્યુ.32 વર્ષ થી લઈ ને 64 વર્ષ સુધી ની આયુષ્ય માં થવા વાળા મોત ને મધ્યાયું મૃત્યુ કહે છે. જો લગ્નેશ સૂર્ય નો સમ ગ્રહ બુધ હોય અથવા મિથુન, કે કન્યા લગ્ન વાળા ની પ્રાય: મધ્યમ આયુષ્ય હોય છે. જો શનિ અને ચંદ્ર બન્ને ની દ્વિસ્વભાવ રાશિ માં હોય અથવા એક ચર અથવા બીજા સ્થિર રાશિ માં હોય તો એવા લોકો ની મધ્યાયું આયુષ્ય માં મોત થાય છે. વધારે મધ્યાયું યોગ વાળા જાતકો ની મૃત્યુ જન્મ સ્થાન થી બહુજ દૂર હોય છે.

દીર્ઘાયુ યોગ મૃત્યુ.જો કોઈ ની મૃત્યુ 64 થી વધારે 120 વર્ષ ની આયુષ્ય સુધી થાય છે તો એ મૃત્યુ ને દીર્ઘાયુ યોગ મૃત્યુ કહે છે. જો જન્મ લગ્નેશ સૂર્ય નો મિત્ર હોય તો વ્યક્તિ ને પુર્ન આયુષ્ય પ્રાપ્ય થાય છે. લગ્નેશ કેન્દ્ર માં ગુરુ, શુક્ર ની સાથે હોય અથવા તેની દ્રષ્ટિ હોય તો જાતક પૂર્ણ આયુષ્ય નો ભોગ કરે છે. આ જાતકો ને જીવન ના અંતિમ સમય સુધી શિવ અને વિષ્ણુ ની ઉપાસના કરવી જોઈએ.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …