મારે કપડા મેચિંગ કરવા છે… ગુજરાતને લાગ્યું ઘેલુ યુ-ટ્યુબ પર 1 કરોડથી વધુ વ્યુ

મારે કપડા મેચિંગ કરવા છે… હાલના સમયમાં મારે કપડા મેચિંગ કરવા છે ગીતનું ગુજરાતને ઘેલુ લાગ્યુ, આ ગીતને અત્યાર સુધીમાં યુ-ટ્યુબ પર 1 કરોડથી વધુ વ્યુ મળ્યા છે.

મારે કપડા મેચિંગ કરવા છે… ‘મારે કપડાં મેચિંગ કરવા છે’ (Kapda Matching Karva Che) ગીત હિટ ગયું ને આજે કૌશિક ભરવાડ સ્ટાર બની ગયા, 12 કલાકના 40 રૂપિયાની કાળી મજૂરીથી શરૂઆત અને આજે સોશિયલ મીડિયા સ્ટાર છે આ ગુજરાતી સિંગર કૌશિક ભરવાડ.

મારે કપડા મેચિંગ કરવા છે…

Kapda Matching Karva Che: ટૂંક સમયમાંજ નવરાત્રી આવનાર છે અને આવા સમય પર આ ગીત હિત થયું છે અને નવરાત્રી પહેલા હાલ આ એક ગીતે ગુજરાતભરમાં ભારે ધૂમ મચાવી છે. આ ગીત એટલે મારે કપડાં મેચિંગ કરવા છે. આ ગીત યુ-ટ્યુબ પર 1 કરોડથી પણ વધુ વાર જોવાઈ ગયું છે તેમજ ઈન્ટાગ્રામ પર તેના પર લાખોથી પણ વધારે વાર રિલ બની ચૂકી છે.

Song Source: @gujaratisinger7019

આ ગીત હાલ પુરા ગુજરાતમાં ડંકો વગાડી રહ્યું છે. અને સોશિયલ મીડિયામાં તો રિલની ભરમાર થઈ છે. રિવરફ્રન્ટથી લઈને રિક્ષામાં ચારે બાજુ આ જ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા છે. માત્ર 40 રૂપિયામાં 12 કલાકની નોકરી કરનારા અને રિક્ષા ચલાવી ગુજરાન કરનારા યુવકનું આ ગીત છે, જે સોશિયલ મીડિયામાં રાતોરાત છવાઈ ગયુ છે. ભરવાડ સમાજમાંથી આવતા આ યુવકે ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન ગુજાર્યું છે. ‘મારે કપડાં મેચિંગ કરવા છે’ તે ગીત ગાનાર અને બનાવનાર આ કલાકારનો સંઘર્ષ જાણવા જેવો અને પ્રેરણાદાયક છે.

કૌશિક ભરવાડ 2012માં અમદાવાદ આવ્યા ત્યારે કંઈ ખબર નહોતી કે અહીંયા શું કરવું જોઈએ? કેવી રીતે પૈસા કમાવા જોઈએ? જો કે, થોડા મિત્રોની મદદથી અમદાવાદમાં જ રિક્ષા ચલાવવાનું તેમણે શરૂ કર્યું અને 2012થી લઈને 2014 સુધી મેં રિક્ષા ચલાવી છે જોકે રિક્ષા ચલાવતા ચલાવતા એમને નાનપણનું ગાવાનું સપનું ક્યારે મૂક્યું ન હતું.

ત્યારબાદ જૂના મિત્રો અને નવા મિત્રો બધાની સામે રાત્રિના સમયે રિક્ષા ચલાવ્યા બાદ ફક્ત આનંદ માટે તેમની જોડે ગાતા હતા, તે સમયે બધા જ મિત્રોએ કહ્યું કે તું તને આ ભગવાને આપેલી ગિફ્ટ છે. તને તો માં સરસ્વતીના આશીર્વાદ છે, તો તું આને જ પોતાનું ભવિષ્ય બનાય.

આ પણ ખસ વાંચો:

આ ગીતને કૌશિક ભરવાડ અને હીના મીરે ખુબ જ મધુર અવાજમાં ગાયું છે. એકવાર સાંભળનારા આ ગીતને વારંવાર સાંભળી રહ્યા છે. આ ગીતને મીર અનિલ અને રાહુલ ડાફડાએ લખ્યું છે. જ્યારે મ્યુઝિક અજય વાઘેશ્વરીનું છે. ગીતની બે કડી બહુ જોરદાર છે. મારે કપડાંનું મેચિંગ કરી તારી હારે ગરબા રમવું છે, મારે કપલ ઘડિયાર પહેરી તારી હારે ફોટો પાડવા છે.

મારે કપડા મેચિંગ કરવા છે… ગીતના શબ્દો

  • મારે કપડાં મેચિંગ કરવા છે……..હોહો… હો….
  • મારે કપડાં મેચિંગ, મનડા મેચીંગ, દલડાં મેચિંગ કરવા છે..
  • મારી મિઠ્ઠુડી હારે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે
  • હો મારા વાલમ હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે

Leave a Comment