Breaking News

ના હોઈ!અહીં ભેંસ નું દૂધ કાઢતા પહેલા પીવડાવવામાં આવે છે એને બિયર,ખૂબ લોજીકલ છે એનું કારણ….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવી જગ્યા વિશે જ્યા જેના વિશે કહેવાય છે કે ભેંસનુ દૂધ કાઢતા પહેલા તેને બિયર પીવડાવામા આવે છે લખનૌની એક ડેરીમાં ભેંસને બિઅરની આદત પડી ગઈ છેલખનૌની એક ડેરીમાં ભેંસ બિયર પીવે છે એટલું જ નહીં આ ડેરીમાં રહેલી બધી ભેંસ બિઅર પીવે છે,અને પીધા પછીજ દૂધ આપે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અહીના લોકો દૂધનું ઉત્પાદન વધારવા માટે બીઅર તૈયાર કર્યા પછી ભેંસને બાકીનો વધેલો ખવડાવવામાં આવે છે, જ્યારે તેમને બિઅરનો માલબો આપવામાં આવે છે, ત્યારથી દરેક ભેંસ બેથી ત્રણ લિટર વધુ દૂધ આપી રહી છે તેના વેચાણમાં ભારે વધારો થયો છે.ભેંસને ખવડાવવામાં આવતી બિઅર જવમાંથી તૈયાર કરવામાં આવે છે અને બીયર તૈયાર કર્યા પછી જે કુચા બહાર આવે છે તે કોઈને સાથે ભેળવીને તેમને ખવડાવવામાં આવે છે.

દેશમાં દારૂ અને બિયર પીવાના લોકોનો મોટો સમૂહ છે અને વાર તહેવારમાં દર વર્ષે લોકો કરોડો રૂપિયાનો દારૂ પી જતા હોય છે, પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે, એક ભેંસ બીયર પીવે છે આ સંભાળીને તમને મનમાં અનેક પ્રશ્નો થતા હશે, પરંતુ આ એક સત્ય છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં એક ડેરીમાં ભેંસને બિઅરની આદત પડી ગઈ છે છેલ્લા કેટલાક સમયથી બિયરના કચરાનાં વેચાણનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી ગયો છે. ડેરી મેનેજમેન્ટ સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં પચાસ ટકાથી વધારે ભેંસોને બિયરનો કચરો ખવડાવવામાં આવે છે.

પશુપાલકોના જણાવ્યા મુજબ એનાથી ભેંસોને કોઈ નુકસાન થયાનું હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી જવમાંથી બિયર બનાવવામાં આવે છે. બિયર બનાવ્યા બાદ વીસથી ત્રીસ ટકા પ્રમાણમાં કચરા સ્વરૃપે બહાર આવે છે, એમાં ૯૦ ટકા પાણી હોય છે, જેને કોઈ પદાર્થ સાથે ભેળવીને સરળતાથી પશુઓને ખવડાવી શકાય છે, હવે એવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે આ કચરો ખવડાવવો યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે પશુચિકિત્સકો પોતાનો અભિપ્રાય નક્કી કરી શકતા નથી. આપને જણાવી દઈએ કે જવ દૂધ વધારવામાં ખૂબ મદદરૃપ થાય છે.

એમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની માત્રા ખૂબ વધારે હોય છે. ફાઈબર હોવાથી પેટ પણ ઝડપી ભરાય છે, આ કારણે ભેંસ જવ ખાવાથી વધારે દૂધ આપે છે આઈવીઆરઆઈના મુખ્ય વૈજ્ઞાાનિક ડો ગર્ગના જણાવ્યા મુજબ જવથી બિયર બનાવવામાં આવે છે જેનો કચરો ખવડાવવો કે નહિ તે અંગે અમારે ત્યાં હજુ સંશોધન થયું નથી જ્યાં સુધી અમને યાદ છે કે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે બિયરના કચરાને ખવડાવવાની પરવાનગી આપી છે.

જોકે કોઈ રિસર્ચ કરવામાં આવ્યું નથી એટલે આની કેવી અસર પડે છે એ અંગે કંઈ કહેવું મુશ્કેલ છે દૂધમાં મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પરંતુ આ બધી બાબતો હોવા છતાં આપણા મનમાં હંમેશાં મૂંઝવણ રહે છે કે ગાય, ભેંસ કે બકરી કોનું દૂધ ફાયદાકારક છે રોયલ મેલબર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વિવિધ પ્રકારના દૂધના ફાયદાઓ પર એક મોટો અભ્યાસ કરવામાં આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભેંસનુ દૂધ એક પોષ્ટિક આહાર છે. માનવામાં આવે છે કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે જે ખાસ કરીને હાડકાં અને દાંતને માટે જરૂરી હોય છે. હેલ્ધી રહેવા માટે ડોક્ટર્સ પણ રોજ 1 ગ્લાસ અચૂક દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ગાય કે ભેંસ કોનું દૂધ પીવાથી હેલ્થને લાભ થશે. ગાય અને ભેંસ બંનેના દૂધના અલગ અલગ ફાયદા અને નુકસાન છે.

ગાયના દૂધમાં ભેંસના દૂધની સરખામણીએ ફેટ ઓછી હોય છે. ભેંસનું દૂધ જાડું હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે તો ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ 7-8 ટકાનું હોય છે. ભેંસનું દૂધ જાડું હોય છે અને પચવામાં વધારે સમય લાગે છે. જો તમારે ઈનટેક ફેટ ઓછી રાખવી હોય તો ગાયનું દૂઘ ઉપયોગમાં લેવું.

ભેંસના દૂધમાં ગાયના દૂધની સરખામણીએ 10થી 11 ટકા વધારે પ્રોટીન હોય છે. જેના કારણે તે ગરમીનો સામનો કરી શકે છે.  ભેંસનું દૂદ પચવામાં પણ ભારે હોય છે. માટે જ વૃદ્ધો અને નવજાત શિશુને આ દૂધ આપવાની મનાઈ કરવામાં આવી છે ભેંસ અને ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે હાયપર ટેંશન, કિડની પ્રોબ્લેમ્સ, સ્થૂળતાનો શિકાર લોકોને માટે આ બેસ્ટ ઓપ્શન છે.

મિત્રો ભેંસના દૂધમાં પ્રોટીન અને ફેટ વધારે હોય છે. એટલે કે તેમાં કેલેરી પણ વધારે હોય છે. ભેંસના 1 કપ દૂધમાં 273 કેલેરી હોય છે, તો ગાયના 1 કપ દૂધમાં 148 કેલેરી હોય છે જો તમારે સારી ઊંધ જોઈતી હોય તો ભેંસનું  દૂધ પીને સૂવાથી લાભ થાય છે. પનીર, માવો, દહીં, ખીર, કુલ્ફી, ઘી વગેરે બનાવવા માટે ભેંસનું દૂધ સારું ગણવામાં આવે છે. તો ગાયના દૂધમાં ચિકાશ ઓછી હોવાના કારણે તે મિઠાઈ બનાવવા માટે બેસ્ટ ગણવામાં આવે છે.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *