Breaking News

નાનપણમાં પિતાનો એક્સિડન્ટ થયો,ઘર ચલાવવા માટે છાપાં વેચ્યાં,પણ આજે છે 5 દુકાનના માલિક….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો કહેવાય છે અથાગ પરિશ્રમનો કોઈ વિક્લ્પ નથી મિત્રો નશીબ ક્યારે બદલાય જાય એ કોઈ નથી જાણતુ મિત્રો આપણું નશીબ આપણી મહેનત ઉપર આધાર રાખે છે.

જો આપણે સખત મહેનત કરીશુ તો આપણુ નશીબ પણ બદલી શકાય છે. એક વાત હમેશાં યાદ રાખજો પુરુષાર્થ વિના પ્રારબ્ધ કશું જ નથી મહેનત કરશો તો જ સફળતાને પામશો. પણ હા, આપણે આપણાં બાળકોને કહીએ છીએ ખરા કે મહેનત કરો, મહેનત કરો. અરે કહીએ છીએ શું ગુસ્સાસભર અવાજે ધમકાવીએ છીએ.અને ક્યારેક તો ન બોલવાના શબ્દો પણ બોલી દઈએ છીએ પણ ક્યારેય તમે બાળકને મહેનતની સાચી દિશા કઈ એ સમજાવ્યું છે ખરું ના તો પછી જો બાળક ખોટા રસ્તે મહેનત કરે તો વાંક કોનો.

મિત્રો કહેવાય છે કે આપણી અંદર રહેલી આપણી પ્રતિભા કોઇનો આધાર રાખતી નથી તે એકના એક દિવસે દુનિયા ની સામે આવીજ જાય છે અને લોકો તેમની પ્રતિભા ને જોઈને તેમના વખાણ કરે છે મિત્રો હોશિયારી એ ભગવાન દ્વારા આપેલી એક અનમોલ ભેટ છે જે કોઇ ગરીબ કે અમીર જોઈને કોઈની પાસે નથી હોતી અને આજે અમે તમને આવી જ એક વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છે.

આજે અમે વાત કરીશું અજમેરના ભરત તારાચંદાનીની. ભરત જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને તેઓ બેડ રેસ્ટ પર જતા રહ્યા હતા. ત્યારથી જ ભરત અને તેમના પરિવારનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. આજે તેઓ પુષ્કરમાં પાંચ દુકાનના માલિક છે અને ટર્નઓવર કરોડોમાં છે. એ બધું તેમણે કઈ રીતે કર્યું, આવો તેમની પાસેથી જ જાણીએ.

ભરત કહે છે કે પિતા એકલા જ કમાવનારા હતા અને અચાનક તેમનો એક્સિડન્ટ થઈ ગયો હતો, જે બાદ કમાણી બંધ થઈ ગઈ. અમે ભાઈ-બહેન ઘણાં જ નાનાં હતાં. માતા સમજી નહોતાં શકતાં કે હવે પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરશે? દિવસે ને દિવસે સ્થિતિ કથળવા લાગી. માતાએ સીવણકામ શરૂ કર્યું. મોટા ભાઈએ મેડિકલ સ્ટોર પર જવાનું શરૂ કર્યું. હું કરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યો. સવારે છાપાં પણ વેચતો હતો. એસટીડી પીસીઓ પર પણ કામ કર્યું. અમે લોકો દરેક નાના-મોટા કામ કરી રહ્યા હતા.

જેનાથી ઘરમાં ચાર પૈસાની આવક થાય. કેટલાંક વર્ષો સુધી જીવનની ગાડી આ રીતે જ ચાલતી રહી અને તેમણે જણાવ્યું હતું કે અમે સિંધી કમ્યુનિટીમાંથી આવીએ છીએ. અમારી કમ્યુનિટીના લોકો કાં તો બિઝનેસ કરે છે અથવા પૈસા કમાવવા વિદેશ જાય છે. પહેલાં તો આવું જ થતું હતું. મારા મોટા ભાઈને કોઈ લિંકથી પશ્ચિમ આફ્રિકા જવાની તક મળી, તેઓ ત્યાં નોકરી કરવા લાગ્યા. જે કંઈ પૈસા મોકલતા હતા એનાથી અમે દેણાં પૂરાં કરી રહ્યાં હતાં. ચાર વર્ષ પછી તેઓ પરત ફર્યા અને પુષ્કરમાં નોકરી કરવા લાગ્યા હતા.

મિત્રો ભરત જણાવે છે કે હું 12મું પાસ કરી ચૂક્યો હતો અને મારા મામાના એક કોન્ટેક્ટથી દુબઈ જતો રહ્યો અને ત્યાં ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતી અને મને થતું કે દુબઈ જતાં જ બધું ઠીક થઈ જશે પરંતુ એવું કંઈ ન થયું અને ત્યાં મેં ઘણો જ સંઘર્ષ કર્યો હતો અને સામાનની ડિલિવરી, બુકિંગથી લઈને કાર્ટન ઉઠાવવાનું કામ પણ કર્યું હતું અને પાંચ વર્ષ સુધી ત્યાં નોકરી કરતો રહ્યો હતો અને ભરત જણાવે છે જ્યારે હું પરત ફરીને અજમેર આવ્યો તો મોટા ભાઈએ કહ્યું હતું કે હવે આપણે આપણું કંઈક કરવું જોઈએ.

અને અંતે ક્યાં સુધી બીજા લોકોનાં કામ કરતાં રહીશુ તેમજ ગલ્ફ કન્ટ્રીમાં રહેતા મારા એક એક મિત્ર પાસેથી મેં ત્રીસ લાખ રૂપિયા ઉધાર લીધા અને કેટલાક પૈસા મોટા ભાઈએ જ્યાં-ત્યાંથી ભેગા કર્યા અને અમે પુષ્કરમાં 6 લાખ રૂપિયાની લીઝ પર એક દુકાન લીધી અને જ્યાં દુકાન લીધી ત્યાં એ સમયે કોઈ જ ડેવલપમેન્ટ ન હતું અને આજુબાજુના દુકાનદાર બોલતા હતા કે અહીં સાંજે એક પારેવડું પણ ફરકતું નથી, ગ્રાહક શું આવશે, પરંતુ મેં જોયું કે ત્યાં આજુબાજુ હોટલ અને ધર્મશાળાઓ ઘણી જ છે. મને આશા હતી કે કપડાંની દુકાન ખૂલશે તો ગ્રાહક આવવાના શરૂ થઈ જશે. મેં હિંમત કરીને ત્યાં જ દુકાન ખોલી.’

ભરતે જણાવ્યું, ‘ગાઈડ અને ડ્રાઈવર્સને પાંચ પરસેન્ટ ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું. શરત એ હતી કે જેટલા ગ્રાહક દુકાન પર લાવશો એટલું જ ઈન્સેન્ટિવ તમને પણ મળશે અને દસથી પંદર પરસેન્ટ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પણ આપીશ. મારી આ સ્કીમ કામ કરી ગઈ અને દુકાન પર ગ્રાહકોની ભીડ લાગવા લાગી. મારી દુકાન પર બસોમાં ટૂરિસ્ટ આવવા લાગ્યા. રાત્રે બે-બે વાગ્યા સુધી ગ્રાહક ઊમટી પડ્યા હતા અને તેઓ જણાવે છે, બધું જોઈને આજુબાજુના અનેક વેપારીઓએ મારી દુકાનની નજીક દુકાન ખોલવાની શરૂ કરી દીધી. ધીમે-ધીમે માર્કેટ ડેવલપ થઈ ગયું.

બધી જગ્યાએ એક જેવો જ માલ મળવા લાગ્યો. જે પછી મને થયું કે હવે કંઈ મોટું ન કર્યું તો પછી બિઝનેસમાં આગળ નહીં વધી શકીએ, તેથી જે પૈસા કમાયા હતા એ બધા જ લગાવીને બે દુકાન વધુ ખરીદી. ત્રણ દુકાન મળીને શો રૂમ બની ગયો. ત્યારથી આજ દિવસ સુધી મને અને મારા પરિવારે પાછળ વળીને નથી જોવું પડ્યું. હવે અમારી પાસે પુષ્કરમાં પાંચ દુકાન છે. જે દુકાન પર હું બેસું છું એનું જ ટર્નઓવર એક કરોડ રૂપિયાથી વધારે છે. દસથી પંદર લોકોને અમે રોજગારી આપી છીએ. મેં એવો અનુભવ કર્યો કે ભલે જ જે નસીબમાં હતું એ તમને ન મળે.

પરંતુ જે તમારી મહેનતનું છે એ તમારી પાસેથી કોઈ છીનવી ન શકે અને ભરતે કહ્યું હતું કે  મને લખવા-વાંચવાનો શોખ નાનપણથી જ રહ્યો છે. પહેલાં મજબૂરીને કારણે આ કામ કરી શક્યો ન હતો. હવે બિઝનેસની સાથે આ શોખને પૂરો કરું છું અને સ્ક્રિપ્ટ્સ પર કામ કરું છું, પણ હા, સવારે ઊઠવાનો જે નિયમ પાંચ વર્ષ પહેલાં હતો એ આજે પણ છે. આજે પણ સવારે સાડાસાત કે આઠ વાગ્યે દુકાન ખોલી નાખું છું, એ પછી ગમે તેવા સંજોગ કેમ ન હોય.

About bhai bhai

Check Also

આજેજ કરિલો આ પાન નું સેવન કરવાથી સેક્સ લાઈફ થશે એકદમ એક્ટિવ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈએ સાચું કહ્યું છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *