આજે આપણે સરકાર ની પશુ સંચાલીત વાવણીયો યોજના વિશે તમામ વિગતવાર માહિતી મેળવીશું. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાત સરકારે આઇ-ખેડૂત પશુ સંચાલીત વાવણીયો સહાય યોજના શરૂ કરી છે.
પશુ સંચાલીત વાવણીયો યોજના
AGR 2 (FM)
રાજ્ય ના નાના/ સિંમાંત/ મહિલા ખેડૂતો માટે: કુલ કિંમત ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે અને અન્ય ખેડૂતો માટે: કુલ કિંમત ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
AGR 3 (FM)
રાજ્ય ના અનુ. જન જાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
AGR 4 (FM)
રાજ્ય ના અનુ. જાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
SMAM
રાજ્ય ના નાના/ સિંમાંત/ મહિલા/ અનુ. જાતિ અને જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
પશુ સંચાલીત વાવણીયો ની ખરીદી ક્યાંથી કરવાની રહેશે
ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
પશુ સંચાલીત વાવણીયો ની અરજી કયાં કરાવી શકાય
આ યોજના નો લાભમેળવવા માટે તમે તેની અરજી ગ્રામ પંચાયત મા અથવા તમારા નજીક ના ઓનલાઇન સેન્ટર પર કરાવી શકો છો.
I-khedut પોર્ટલ પર તમે જાતે પણ અરજી કરી શકો છો અને આ યોજના નો લાભ લઇ શકો છો.
અરજી કરી, કન્ફોમ કરી એક પ્રિન્ટ આપણી પાસે રાખવાની રહેશે અને બીજી પ્રિન્ટ સાથે ડોક્યુમેન્ટ જોઇન્ટ કરી ખેતીવાડી શાખા પર જમા કરાવવા ના રહેશે.
પશુ સંચાલીત વાવણીયો માં અરજી કોણ કરી શકે
રાજ્ય ના 8અ,7/12 ના ઉતારા ધરાવતા તમામ ખેડુતો આ યોજના નો લાભ લઇ શકે છે.
જરૂરી આધાર પુરાવા
- ખેડૂત નોંધણી પત્ર નં.
- 7-12, 8-A ખાતા નં.
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર (નોંધણી માટે)
- બેંક ખાતા નં.
- ચેક નં.
કઈ તારીખ થી કઈ તારીખ સુધી અરજી કરી શકાય
અરજી ઓ ચાલું થવાની તારીખ :- 03/09/2024
અરજી કરવાની અંત્તિમ તારીખ :- 02/10/20 24