Breaking News

પત્નીએ બાળકીને જન્મ આપતા પતિએ કહ્યુ આ મારુ બાળક નથી અન્ય સાથે બાંધ્યા હતા સબંધ અને પછી જાણો શુ આવ્યુ તેનુ પરિણામ…..

પહેલાના સમયની વાત કરીએ તો સંબંધો લોકો ખૂબ જ માન આપતા હતા પરંતુ આજના સમયમાં સંબંધોને લોકો નકારી રહ્યા છે સંબંધો પાછળ છુપાઈને લોકો ખરાબ કૃત્ય કરતા હોય છે તમને જણાવી દઈએ લગ્ન એક યુવતી માટે ખૂબ જ કઠિન કામ હોય છે જેમાં તે તેના માતા પિતા અને એક પરિવારને છોડીને બીજા અંજાન પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરવા જાય છે.

પાટણના બાલીસણા ગામે 10 વર્ષિય બાળકી સ્કૂલ ડ્રેસમાં સજ્જ થઈને સ્કુલે જવા નિકળ્યા બાદ ગામની સીમમાં પગદંડી જેવા રસ્તે ધારીયા વડે ગળું કાપી નાખી કરપીણ હત્યા કરી દેવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી જ્યારે પોલીસે તપાસ હાથ ધરતાં તેના પિતાએ જ વહેમને લઇ દીકરીની હત્યા કરી દીધી હોવાનું રહસ્ય બહાર લાવી દીધું હતું.

પાટણ તાલુકાના બાલીસણા ગામે ઉગમણાવાસમાં રહેતા રમેશજી લક્ષ્મણજી ઠાકોરની દીકરી અંજલી રોજની જેમ શુક્રવારે સવારે 10 વાગે સવારે સ્કુલે જવા નિકળી હતી પણ થોડીવારમાં તેનો પિતા રમેશજી પોલીસ સ્ટેશને દોડી જઈ તેની દીકરીને કોઇ ત્રણેશ શખ્સો ઉપાડી જઈ ટીંડેશ્વર મહાદેવ અને હનુમાન મંદીરે જવાના પગદંડી પર ઉંચા ટેકરા પર ધારીયા વડે મારી નાખી હોવાની જાણ કરતાં પોલીસ તરત દોડી ગઈ હતી. જેમાં સ્કૂલ ડ્રેસમાં સજ્જ બાળકી લોહી લુહાણ હાલતમાં ગળું કાપેલી હાલતમાં પડી હતી.

હત્યામાં વપરાયેલ ધારીયુ પણ બાજુમાં જ ઝાખરા વચ્ચે પડ્યું હતું ઘટનાને પગલે પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણ મદદનીશ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ દોડી ગયા હતા અને એલસીબી એસઓજી બાલીસણા પોલીસ સ્ટેશન સ્ટાફ અને મહિલા પોલીસ સહીત સ્થળ પર દોડી જોઈ તપાસ હાથ ધરી હતી.

બાદમાં પોલીસે મૃતકના માતા અને પિતા અને અન્ય સ્વજનોના નિવેદનો લઇ પૂછપરછ કરતા આખરે બાળકીનો પિતા રમેશ ઠાકોર ભાંગી પડ્યો હતો.

તેણે જ દીકરીની હત્યા કરી નાખી હોવાની કબુલાત પત્ની ભગવતીબેનની હાજરીમાં કરી લેતાં તેની સામે પત્નીની ફરીયાદ મુજબ બાલીસણા પોલીસ મથકે ઇપીકો કલમ 302 અને જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી હતી. દીકરી તેની ન હોવાની શંકા વહેમના લીધે જ આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું જેમાં પોલીસે પણ આ દીશામાં પુછપરછ હાથ ધરી હતી.

મૃતક અંજલીનો એક માત્ર ભાઇ આયુષ પણ 6 વર્ષની વયે ત્રણ ચાર માસ પહેલાં મૃત્યુ પામ્યો હતો જેને સાપ કે અન્ય જીવજંતુ કરડી જતા મોત થયું હતું તેવું તેના કાકાએ જણાવ્યું હતું જોકે હવે તેના મૃત્યુ અંગે પણ શંકા ઉભી થઇ રહી છે.

મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આજે અમે તમને આ લેખમાં એવી પતિ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને લગ્ન પહેલાથી બીજી યુવતી સાથે હતા આડસબંધ તો ચાલો જાણીએ આ ઘટના ગુરુદાસ પુરની છે જ્યાં એક યુવતીના હમણાં થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા.

પરંતુ લગ્નના પહેલાથી જ આ યુવકને અન્ય યુવતી સાથે આડા સંબંધ ધરાવતો હતો.પરંતુ તેના પત્નીને આ વાતની જાણ ન હતી પરંતુ એક દિવસ તેના પતિ આ વાતની જાણ તેની પત્નીને કહી હતી ત્યાર બાદ અવારનવાર આ બંને વચ્ચે ઝગડા થતા હતા.આ વાતની જાણ થતા પત્નીએ વિરોધ કર્યો હતો પરંતુ પતિ ન માનતા આ યુવતીના પતિએ તેની પોતાની જ પત્નીને ઝેર આપીને હત્યા કર્યા હોવાની ઘટના ગુરુદાસ પુરના નજીકના પોલીસ સ્ટેશને આ મૃત યુવતીની માં એ ફરિયાદ નોંધાવી હતી.

પત્નીની હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો.જેમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પૂછતાછ કરતા આ જાણવા મળ્યું હતું.પોલીસને મળતી માહિતીમાં જણાવ્યું હતું કે આ યુવતીના તેના ગામથી બાજુના ગામના છોકરા સાથે 17 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.આ યુવતી લગ્ન સમયે ખૂબ જ ચિંતામાં રહેતી હતી.આ મૃત યુવતી ને જ્યારે તેનો પતિ જોવા ગયો હતો ત્યારે તેના પતિએ તેને સ્પષ્ટ શબ્દો કહ્યું હતું કે તારે કોઈ બીજા યુવક સાથે સબંધ હોય તો તું અત્યાર થી જ કહી દેજે જ્યારે આ યુવતીએ જવાબમાં નકાર્યો હતો વધારે માહિતી મુજબ આ યુવતી લગ્નના થોડા સમય પછી એક પુત્રી અને બે પુત્રનો જન્મ થયો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે તેની પત્ની તેની માં ના ઘરે જાય ત્યારે આ યુવક તેની પ્રેમિકા ને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતો હતો.લગ્ન પહેલાથી આ યુવકને કોઇ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા.જેની જાણકારી પત્નિને ઘણા સમય પછી કરી હતી.ત્યારબાદ તેની પત્ની તેને અનેક વખત રોકતી રહી હતી.પરંતુ તેની પત્ની વાત તે માનતો ન હતો આ વાતને લઇને બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા.વારંવાર આવું થવાથી કોઈક દિવસ તેનો પતિ ગુસ્સે થઈને તેની પત્ની સાથે મારા મારી પણ કરતો હતો.

જ્યારે ઘરના લોકો તેની પત્નીને મારતા રોકતા તો તેમને પણ ડરાવી ધમકાવીને બેસાડી દેતો હતો.આ બધું જોઈને તેની દીકરી ખૂબ જ રડતી હતી.ત્યારબાદ વધારે ઝગડા થવા લાગ્યા અને તેનો પતિ દારૂ પી ને ઘરે આવે અને તેની પત્ની ને માર મારતો હતો જ્યારે તેની પત્ની ત્રાસી ગઈ ત્યારે આ તમામ બાબત અંગે પોતાની માતાને પણ જાણ કરી હતી.જે બાદ આ યુવતી માતા તેના જમાઈને ઘરે જઈને અનેક વખત સમજાવ્યો હતો.પરંતુ જમાઇએ તેનું સાંભળ્યું નહીં અને પોતાની મનમાની કરતો રહ્યો હતો.અને કોઈના કોઈ કારણે તેની પત્ની સાથે ઝઘડો કરીને મારપીટ કરતો હતો.

એક દિવસ આ યુવક તેની પત્ની પાસે પૈસા માંગવા લાગ્યો અને તેની પત્નીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો આ વાતને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના પતિએ તેની પોતાનીજ પત્નીને ઝેર આપીને મારી નાંખી હતી.જ્યારે આ ઝગડો થયો ત્યારે મધરાત્રી હતી જેમાં ઘરના દરેક સભ્યો સુઈ ગયા હતા અને આ યુવકે જબરદસ્તી તેની પત્નીને ઝેર આપીને મારી નાખી હતી અને ત્યાર બાદ આ યુવતીની લાશને કબાટમાં પુરીને તેનો પતિ ઘરેથી ફરાર થઇ ગયો હતો.

તેની માતા એ જણાવ્યું હતું કે મારી પુત્રીની આવી ક્રૂર હત્યા કરનારને કડકમાં કડક સજા થાય તે અંગે પોલીસ પાસે માંગણી કરી હતી.પોલીસે આ તમામ નિવેદનો સાંભળીને મૃત યુવતીના પતિએ હત્યા કર્યો હોવાનો ગુનો દાખલ કર્યો હતો જે બાદ પોલીસ ઘટના સ્થળે પોંહચીને ત્યાંથી આ યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને આરોપી ફરાર થયો હોવાની માહિતી કન્ટ્રોલ રૂમમાં જણાવીને તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …