Breaking News

પૈસાની પડી રહી છે ખોટ તો પછી એકવાર જરૂર કરીલો આટલું કાર્ય,થશે અનેક લાભ…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણે કેટલીક વખત આપણી આસ પાસ રહેલા લોકોને કહેતા સાંભળીએ છીએ કે ભાઈ અમે તો બહુ મહેનત કરીએ છીએ છતાં ખબર નહીં કેમ એક સાંધીએ ત્યાં તેર તૂટે એવુ થાય છે.

ચાર છેડા ભેગા જ નહી થતા. બચત તો બહુ દૂરની વાત ઘર ખર્ચ જેટલા પૈસા પણ પાસે નથી ટકતાં આવુ કેમ થાય છે તે જ ખબર નથી. તો ક્યારેક આપણે જોઈએ છીએ કે સખત મહેનત કરતી વ્યક્તિને સતત નિષ્ફળતા મળ્યા જ કરે અને આવું વારંવાર થયા કરે તો માનસીક શાંતિ હણાઈ જાય છે. કામ કરવાની ક્ષમતા જ જતી રહે છે.

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સચોટ ઉપાય દર્શાવ્યા છે તે અનુસાર કેટલીક વખત નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો જરૂરથી તમને ફાયદો થશે. તમારા ઘરમાં સતત થતો ધનનો વ્યય અટકી જશે. તમારે પણ તમારા ઘરમાં આ વાસ્તુના તમામ ઉપાય અજમાવી જોવા જોઈએ.વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીને કુબેરનો પ્રતિક માનવામાં આવે છે. આથી ઘર હોય કે તમારૂ કાર્યક્ષેત્ર યોગ્ય દિશામાં રાખશો તો જ લક્ષ્મી ટકશે. આ સિવાય કેટલીક એવી વસ્તુઓ છે જેને વર્જીત માનવામાં આવે છે. આ વસ્તુઓને તિજોરીના આસપાસ કે તિજોરીમાં ક્યારેય ન રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તિજોરીની સામે ક્યારેય વોશરૂમ કે ગંદકી ન રાખવી જોઈએ. તિજોરીને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આને શુભ માનવામાં આવે છે.વાસ્તુશાસ્ત્ર કહે છે કે તિજોરીને ક્યારેય ખાલી ન રાખવુ જોઈએ. તેમાં થોડું ધન અવશ્ય રાખવુ જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો તિજોરીમાં અંદર એક દર્પણ રાખો જેથી તિજોરી ખોલો ત્યારે કે બંધ કરો ત્યારે તમારૂ પ્રિતિબિંબ જુઓ. આવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે. આનાથી તમને આર્થિક લાભ પણ થશે. વાસ્તુ કહે છે કે તિજોરીની ઉપર કોઈ વજન ન રાખો. આ ધનની હાનિ કરે છે.

તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં.વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં. તેમાં થોડું ધન રાખવું જરૂરી છે. તિજોરીની ઉપર કોઈ પ્રકારનો સામાન અથવા બોજ રાખવો જોઈએ નહીં. તિજોરીના કોઈપણ ખૂણામાં ક્યાંય પણ જાળું હોવું જોઈએ નહીં.તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં.વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ક્યારેય પણ કોઈ ધાતુ ઉપર રાખવી જોઈએ નહીં. તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં અને જ્યારે પણ તિજોરીમાંથી પૈસા નીકાળવા અથવા મૂકવાની જરૂર હોય ત્યારે હાથ-પગ સ્વચ્છ હોય તે જરૂરી છે. તે દરમિયાન પગમાં જૂતા હોવા જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર કે પૂર્વ દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ – પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. તિજોરી એ રીતે ગોઠવો કે જ્યારે તમે તિજોરી ઉત્તર કે પૂર્વ દિશામાં ખુલે. આનાથી ધનમાં વધારો થાય છે. તિજોરીનો રંગ આછો ક્રિમ હોવો જોઈએ. તિજોરી પર કોઈપણ બ્રિફકેસ ન હોવી જોઈએ.

પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.તિજોરીકક્ષનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. અનિયમિત આકારનો તિજોરીકક્ષ લાભકારી નથી.તિજોરીકક્ષની છતની ઉંચાઈ ઘરના અન્ય કક્ષની ઉંચાઈથી ઓછી ન હોવી જોઈએ.

તિજોરીકક્ષને એક જ દરવાજો હોવો જોઈએ અને તે મજબૂત હોવો જોઈએ.ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજો અને બારીઓ હોવા શુભ છે. તિજોરીકક્ષ અલગ હોય તો તેને ઉંબરો હોવો જોઈએ. તિજોરીકક્ષની દિવાલો અને ફર્શનો રંગ પીળો હોવો શુભ છે. પીળો રંગ ધન-સંપતિમાં વધારો કરનારો મનાય છે.તિજોરીકક્ષમાં તિજોરીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. એ ધ્યાન રાખવુ કે નૈઋત્યકોણ (દક્ષિણ-પશ્ચિમ) કે વાયવ્યકોણથી (ઉત્તર-પશ્ચિમ) એક ફૂટ જેટલા અંતર પર તિજોરી રહે. કક્ષના કોઈ પણ ખૂણામાં તિજોરી ન રાખવી જોઈએ.

તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ દિશા તરફ રહે અને આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તે રીતે રાખવી. તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલવો જોઈએ. એ રીતે શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ દરવાજો ખૂલે તે રીતે પણ રાખી શકાય. તિજોરી દિવાલને સ્પર્શે નહી તે રીતે દિવાલથી એક ઈંચ દૂર રાખવી. તિજોરીને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

લાકડામાથી બનેલી તિજોરી શુભ છે.સોના-ચાંદીના આભૂષણો અને અન્ય મૂલ્યવાન રત્નો તિજોરીમાં દક્ષિણ કે પશ્ચિમ બાજુએ રાખવા. તિજોરીમાં ઈશ્વરની મૂર્તિ ન રાખવી જોઈએ.તિજોરી બીમની નીચે ન હોય તેનુ ધ્યાન રાખવુ.તિજોરીકક્ષ અસ્તવ્યસ્ત કે મલિન ન હોવો જોઈએ. તેને અત્યંત સ્વચ્છ રાખવો જોઈએ. તિજોરીની સામે તિજોરીનુ પ્રતિબિંબ પાડતો અરીસો હોવો શુભ છે. તે ધનપ્રાપ્તિની તકોને બમણી કરી આપે છે.તિજોરીનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ન કરવો જોઈએ

About bhai bhai

Check Also

આ એક ચમત્કારી ઉપાય કરવાથી ધંધામાં આવશે બરકત થઈ જશો માલામાલ આ રીતે કરો તેનો ઉપયોગ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આ દુનિયામાં ઘણા લોકો એવા …