Yog Viyog
Original price was: ₹299.00.₹199.00Current price is: ₹199.00.
Yog Viyog
આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં સુંદર નાના નાના બંગલાઓ હતા. ધીમે ધીમે બિલ્ડરોએ એમાંથી ફ્લેટ્સની સ્કિમ્સ ઊભી કરતાં કરતાં સાવ ગણ્યા ગાંઠ્યા બંગલાઓ હજી બંગલાના સ્વરૂપમાં ઊભા છે. વિલે પાર્લે સ્ટેશનથી એસ.વી. રોડ સુધી બધું જ બદલાઈ ગયું હતું. સાઉથ ઇન્ડિયન ઉડિપીની જગ્યાએ મેકડૉનાલ્ડ્સ આવી ગયું હતું, પરંતુ ‘શ્રીજી વિલા’ અને સાડા છ વાગ્યે ગુંજતો વસુમાનો એ અવાજ ત્યાં જ, એમ ના એમ જ હતા !
“…અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ… જૂજવે રૂપે અનંત ભાસે… દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું… શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે…” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી.
“ઉફ ! પડી ગઈ સવાર… અભય, હું રાત્રે અઢી વાગ્યે સૂતી છું. આ સવારના પહોરમાં બેસૂરા રાગડા ન તાણે તો ન ચાલે ?” રેશમી રજાઈ ખસેડીને બેઠી થઈ આંખો ચોળતાં એક આંખ ખોલીને વૈભવીએ કહ્યું. એના અવાજમાં હજી ખરાશ હતી. ગઈ કાલે રાતનો મેક-અપ રિમૂવ તો કર્યો હતો, પણ છતાંય ક્યાંક ક્યાંક હજી એની નિશાનીઓ રહી ગઈ હતી. ટર્કોઇશ બ્લ્યુ કલરની સેક્સી નાઇટીમાંથી વૈભવીનું શરીર દેખાઈ રહ્યું હતું. સાટિનની રજાઈ કમર સુધી ઓઢી રાખીને વૈભવી પલાંઠી વાળીને બેઠી હતી.
Description

Reviews
There are no reviews yet.