Rafael Nadal Retirement: ટેનિસમાં વધુ એક સુવર્ણ યુગનો અંત, 22 ગ્રાન્ડસ્લેમ વિજેતા રાફેલ નડાલે કરી સન્યાસની જાહેરાત. રફેલ નડાલે પ્રોફેશનલ ટેનિસને કહ્યું અલવિદા.
Rafael Nadal Retirement: 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે(Rafael Nadal) નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે. માત્ર 4 વર્ષ પહેલા મહાન સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ (Retirement)લીધી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે.
Rafael Nadal Retirement
4 વર્ષ પહેલા જ સ્વિઝરલેન્ડના મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરે સંન્યાસની જાહેરાત કરી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે 20 ગ્રેંડ સ્લેમ એવોર્ડ પોતાના નામે કર્યો છે. નડાલ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. સૌથી વધુ ગ્રેંડ સ્લેમ જીતવાના મામલામાં સર્બિયાના નોવાક જોકોવિચ છે, જેણે અત્યાર સુધી સૌથી વધુ 24 ગ્રેંડ સ્લેમ એવોર્ડ જીત્યા છે.
નડાલે કહ્યું છે કે તે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારા ડેવિસ કપની ફાઇનલમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં તે પોતાના દેશ સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ડેવિસ કપની ફાઈનલ સ્પેનના મૈલાગામાં યોજાશે.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ ખેલાડી
- નોવાક જોકોવિચ – 24
- રાફેલ નડાલ – 22
- રોજર ફેડરર – 20
- પીટ સામ્પ્રાસ – 14
- રૉય એમર્સન – 12
રાફેલ નડાલે વીડિયોમાં જણાવ્યું હતું કે તેણે ઘણું વિચારીને આ નિર્ણય લીધો છે. કારકિર્દીની આખરી મેચ ડેવિસ કપની ફાઈનલ બની રહેશે. આ તે જ ટૂર્નામેન્ટ છે જ્યાંથી તેણે 2004માં તેની કારકિર્દીની સફળતાના તબક્કાની શરૂઆત કરી હતી. રાફેલ નડાલે વીડિયોમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષ તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તે પોતાનું 100 ટકા ન આપી શક્યો અને એટલે જ તે આ મુશ્કેલ નિર્ણય લઈ રહ્યો છે. નડાલે આ પોસ્ટના કેપ્શનમાં 12 ભાષાઓમાં બધાનો આભાર માન્યો હતો.