Reliance બોનસ શેર: મુકેશ અંબાણીએ આપ્યા ખુશીના સમાચાર 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે

Reliance બોનસ શેર: Reliance 47th AGM 2024 – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠક (Reliance AGM)માં મુકેશ અંબાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. મુકેશ અંબાણીએ કંપનીના 35 લાખ શેરધારકોને આપી મોટી ભેટ.

Reliance AGM 2024: મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ કંપનીના શેરના ભાવમાં પણ ઘણો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં તેમણે એ પણ કહ્યું કે શેરધારકોને એક શેરના બદલામાં એક શેર બોનસ તરીકે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 2009થી લઈને બે વાર બોનસ શેર આપ્યા છે.

Reliance બોનસ શેર

અહી તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2009માં કંપનીએ 1 શેર પર 1 શેર બોનસ તરીકે આપ્યા હતા. ત્યારબાદ ફરીથી એકવાર 2017માં પણ કંપનીએ 1 શેર પર 1 બોનસ શેરની ભેટ આપી હતી.

Reliance બોનસ શેર
Reliance બોનસ શેર

દેશની સૌથી મોટી અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠક (Reliance AGM)માં જાહેર કર્યું કે તેમની કંપની 1 શેર પર 1 બોનસ શેર આપવા જઈ રહી છે. 5 સપ્ટેમ્બરે બોનસ શેર પર ચર્ચા થશે. કંપનીના શેરમાં જોરદાર તેજી આવી છે. શેર 2 ટકા વધીને 3060 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે.

https://twitter.com/ani_digital/status/1829081677009666258

સાથે મુકેશ અંબાણીએ એ પણ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી મોટા રોજગારદાતાઓની યાદીમાં યથાવત છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું, જેને કારણે ટોટલ કર્મચારીઓની સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ વધીને રૂ. 2.2 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ તમામ માપદંડો અને જાહેરાતો કંપનીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તે shareholders માટે મોટું મહત્વ ધરાવે છે.

આ પણ ખાસ વાંચો:

મુકેશ અંબાણીએ એ પણ કહ્યું કે ગત વર્ષે રિલાયંસે 2555 પેટેંટ ફાઈલ કરી. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. અમે રિલાયંસને નજીકના ભવિષ્યમાં ટૉપ 30 લીગમાં જગ્યા બનાવતા જોઈ શકીએ છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝના માર્કેટ કેપ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ચુક્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શેરહોલ્ડર્સને સંબોધિત કરતા જણાવ્યું કે Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની ઘોષણા કરી. તેમણે કહ્યું કે આ ઑફર આ વર્ષ દિવાળીથી શરૂ થશે. આ ઑફરમાં જિયો યૂઝર્સને 100 જીબી સુધીના ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે એટલે કે તે પોતાના ફોટો, વીડિયો, ડૉક્યુમેંટ્સ, બધા બીજા ડિજિટલ કંટેંટ અને ડેટાને સિક્યોર રીતથી સ્ટોર અને એક્સેસ કરી શકે.

Leave a Comment