Breaking News

સચિન પાયલટ કરતાં બમણી કમાણી છે તેની પત્નીની,દેખાવમાં તો બોલિવૂડ હિરોઈનો ને પણ પાછળ મૂકી દે છે, જુઓ તસવીરો…..

કોંગ્રેસનાયુથ નેતા અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ આજકાલ ચર્ચામાં છે. મીડિયામાં એવા અહેવાલો છે કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. પિતા રાજેશ પાયલોટનાં અવસાન બાદ સચિન પાયલોટ રાજકારણમાં આવ્યો હતો. તેણે ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે. તમે સચિન પાયલોટ અને સારાની લવ સ્ટોરી વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે સારાની કમાણી પાઇલટ કરતા વધારે છે.સચિન પાયલટને મુખ્યમંત્રીનો દાવેદાર પણ માનવામાં આવતાં હતાં.અમે સચિન પાચલોટની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ.

સચિન રાજેશ પાયલોટ જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૭૭ રાજસ્થાનના ૫માં નાયબ મુખ્ય મંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ છે. તેઓ ભારતીય સંસદની ૧૫ મી લોકસભા, અજમેરના સાંસદ સભ્ય હતા. વર્ષ ૨૦૧૨ માં તેમણે કોર્પોરેટ અફૈર્સ (સંયુક્ત કામગીરી) બાબતોના ભારતીય સરકાર ના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ભારતીય સંસદની ૧૪ મી લોકસભા, દૌસાના પણ સાંસદ સભ્ય રહ્યા છે.

સચિન પાયલટે ઉમર અબ્દુલ્લાની બહેન સારાહ અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. સચિન પાયલટ અને સારાહ અબ્દુલ્લાની લવ સ્ટોરીની શરૂઆત લંડનમાં અભ્યાસ દરમિયાન એક ફેમિલી કાર્યક્રમમાં થઇ હતી. ત્યારથી જ આ બંનેની મિત્રતાની શરૂઆત થઇ હતી.

એક તરફ સચિન અભ્યાસ પૂર્ણ કરીને દિલ્હી આવી ગયા હતા, તો સારા લંડનમાં અભ્યાસ કરી રહી હતી. બંને ફોન પર લાંબી લાંબી વાતો કર્યા કરતા હતા. સચિન અને સારાએ ત્રણ વર્ષની ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં સારાહે જણાવ્યું કે, તેમના લગ્ન સરળ નહતા. બંને પરિવારો વચ્ચે હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો.

લગ્નમાં એક હિંદુ અને મુસ્લિમ પરિવારની વચ્ચે ધર્મની દીવાલ નડી ગઈ હતી. સારાહ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારુખ અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. આ લગ્નમાં અબ્દુલ્લા પરિવારના કોઇ પણ સભ્યો સામેલ થયા ન હતા. થોડાં મહિના બાદ સચિન-સારાના લગ્નનો વિરોધ કરનારા અબ્દુલ્લાએ બાદમાં તેઓને જમાઇ તરીકે સ્વીકારી લીધા હતા.સચિન પાયલટની વાઇફ સારાહ સોશિયલ વર્કર છે. બંનેને બે દીકરા પણ છે.આર્યન અને વિહાન પાયલટ.

લગ્ન પહેલાં સચિને રાજનીતિમાં એન્ટ્રી વિશે વિચાર્યુ પણ ન હતું. પરંતુ પિતા રાજેશ પાયલટના મોત બાદ તેઓએ ભારતીય રાજનીતિમાં ઝંપલાવવું પડ્યું હતું. સારા સાથે લગ્નના થોડાં મહિના બાદ જ સચિને રાજનીતિના મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી હતી. સચિને માત્ર 26 વર્ષની ઉંમરે 2004ની લોકસભા ચૂંટણીમાં દૌસામાં મોટી જીત મેળવી હતી.

લંડનમાં ભણતી વખતે સચિન પાયલોટ અને સારાની લવ સ્ટોરી શરૂ થઈ હતી. સચિન પાયલોટ તે સમયે પેનસલ્વેનીયા યુનિવર્સિટીમાંથી એમબીએ કરી રહ્યો હતો.સચિન અને સારાની કોલેજમાં ભણતી વખતે મડયા અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. થોડા દિવસો પછી બંને વચ્ચે ડેટિંગ શરૂ થઈ.

લગભગ 3 વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી સચિન પાયલોટ અને સારાએ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેમના પરિવારના સભ્યોમાંથી બંને લગ્ન માટે તૈયાર નહોતા.બંનેની વચ્ચે ધર્મની દિવાલ .ઉભી હતી. જોકે, થોડા સમય પછી આ દિવાલ તૂટી ગઈ હતી અને બંનેના લગ્ન થઈ ગયા હતા. સચિન પાયલોટ અને સારાના બે બાળકો છે- આરન અને વિહાન.

2018 ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા સચિન પાયલોટે આપેલા સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિ 5 કરોડ જાહેર કરી હતી.એફિડેવિટ અનુસાર, સચિનની આવક તેની પત્ની સારા કરતા ઘણી ઓછી છે. તેમની આવક રૂ .10 લાખ હોવાનું જણાવાયું છે. જ્યારે, પાયલોટની સમગ્ર આવક સામાજિક કાર્યથી વાર્ષિક 19 લાખ રૂપિયાથી વધુ છે.

જ્યારે સચિન પાયલોટ રાજકારણમાં વ્યસ્ત છે, સારા પાયલોટે પરિવારની સંપૂર્ણ જવાબદારી લીધી છે.તમને જણાવી દઇએ કે, સારા એક સામાજિક કાર્યકર સાથેનો યોગા શિક્ષક પણ છે.એક પ્રખ્યાત કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે.સારા અને સચિનને ​​જોતા લાગે છે કે આ કહેવત તેમને યોગ્ય છે.

About gujaratnews24

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …