Breaking News

સાંધામાં થતા દરેક દુઃખાવાને દૂર કરો આ સરળ ઘરેલૂ ઉપાયથી, જાણો

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં વાયુદોષથી 80 જાતના વાતવિકારો દર્શાવ્યા છે.

તેમાંનો એક વિકાર એટલે સંધિવા. જેને અંગ્રેજીમાં આર્થાઈટિસ કહેવાય છે. શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા. જેમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે. જેથી વ્યક્તિને હલનચલન કરવામાં તકલીફ થાય છે. જેથી આજે અમે તમને આ તકલીફ થવાના કારણો, લક્ષણો અને ઉપાય જણાવીશું.

ઘરેલૂ ઉપાયો દ્વારા આ તકલીફો કરો દૂર સંધિવાના કારણો, આયુર્વેદમાં સંધિવાનું મુખ્ય કારણ વાયુદોષ જણાવેલ છે. જ્યારે આધુનિક વિજ્ઞાન મતે રક્તમાં અમ્લતા (ખટાશ), એસિડિટી વધવાથી શરીરમાં અમ્લતા વધે છે અને તેના કારણે હાડકાઓના સાંધાઓમાં સોજો, અક્કડતા અને દુખાવો થાય છે.સંધિવાના દર્દમાં વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભા જેવા મોટા સાંધાઓમાં કે નાના-નાના સાંધાઓમાં સોજો આવી જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે. આ સમસ્યા પગમાં વધુ જોવા મળે છે. આ તકલીફ રાતે, ઠંડીમાં અને ચોમાસામાં વધુ થાય છે.

સંધિવા માટેના ઉપાયો,સંધિવાની સારવારમાં ધીરજની જરૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું. આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે. વિરૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે.

નિર્ગુન્ડી તેલ, પંચગુણ તેલ, મહાવિષગર્ભ તેલ, ધતુરાનું તેલ વગેરે જેવા વાતનાશક તેલની માલિશ કરવાથી સંધિવાના રોગમાં ફાયદો થાય છે.સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું. સાવ નિષ્ક્રિય ન રહેવું, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય.સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું,વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે.

આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમાકુ, દારૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં. સંધિવા એટલે ‘સાંધામાં બળતરા’. સંધિવામાં 170 કરતાં પણ વધારે સાંધાની બીમારીઓ સમાવાયેલી છે.

જેને પરિણામે સાંધાનો દુખાવો, જકડાયેલા સાંધા, સાંધામાં ક્યારેક સોજો વગેરે થઇ શકે છે. ત્યારે તમે પણ જાણી લો સંધિવાના આ લક્ષણો વિશે.સાંધામાં દુખાવો કે નરમાશ (દબાવવાથી થતો દુખાવો) જે કોઈ પણ પ્રકારની હિલચાલ જેવી કે, ચાલવું, ખુરશીમાંથી ઊભા થવું, લખવું, ટાઈપ કરવું, કોઈ વસ્તુ પકડવી, શાક સમારવું એમ વગેરે કારણે વધી શકે છે.

બળતરા દર્શાવતો સાંધામાં આવેલો સોજો, જકડાઈ ગયેલા સાંધા, લાલાશ, કે ઉષ્ણતા, ખાસ કરીને સવારના સમયે સાંધાનું વધારે જકડાઈ જવું, સાંધાનું લચીલાપણું ગુમાવવું, સાંધાનું માર્યાદિત હલનચલન, સાંધામાં આવેલું બેડોળપણું, વજનમાં ઘટાડો અને થાક, કોઈ ચોક્કસ કારણ વિનાનો તાવ,હલનચલ વખતે સાંધામાં થતો કડકડ અવાજ.
આ રોગથી શરીરમાં ખાસ કરીને ઢીંચણ જકડાવાની સાથે જ તીવ્ર પીડાનો પણ અનુભવ થાય છે. તેમજ ઢીંચણને સ્પર્શ કરવાથી ગરમાવો કે બળતરા અનુભવ થાય છે.

ખુરજી(એક સાંધાનો રોગ છે.) અથવા તો અન્ય નામને ભળતું સ્વરૂપ છે. ખૂબ વધારે થતી પીડા એ પણ આર્થરાઈટીસનું એક સ્વરૂપ છે. જે અન્ય સાંધામાં કે ઢીંચણમાં બનતા ક્રિસ્ટલ્સના કારણે થાય છે.આ પ્રકારના આર્થરાઈટીસમાં ઢીંચણમાં તીવ્ર દુખાવો અને બળતરા થાય છે. એવું લાગ્યા કરે કે ઢીંચણે કામ કરવાનું જ બંધ કરી દીધું હોય.બર્સાઇટિસ આર્થરાઈટીસ:બર્સાઇટિસ આર્થરાઈટીસમાં ટ્રોમા, ચેપ કે ક્રિસ્ટલ જમા થવાના કારણે ઢીંચણના જુદા જુદા બર્સાઇઝમાં સોજો આવે છે. ઢીંચણના બળે પ્રીપરટેલર બર્સાઇટિસ વધુ કામ કરે છે. તેમજ મોટાભાગે એનસરાઇન

બર્સાઇટિસ જાડાપણું ધરાવતી મહિલાઓમાં વધુ જોવા મળે છે.આ રોગમાં અચાનક કે સતત આઘાત થવાના કારણે આપને ઢીંચણમાં તીવ્ર પીડા થાય છે. તેમજ સોજો રહ્યા કરે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ મુજબ ૬ માંથી ૧ ભારતીય વ્યક્તિ જ્યારે ૩માંથી ૧ ભારતીય કુટુંબ આર્થરાઈટીસથી પીડિત છે. એટલે કે ભારતમાં લગભગ ૧૫ થી ૧૭% ભારતીયો આર્થરાઈટીસના ઢીંચણના દુખાવાથી પીડાઈ રહ્યા છે. આર્થરાઈટીસથી થતા ઢીંચણના દુખાવામાં રાહત આપતા ઘરગથ્થુ ઉપચાર પણ જણાવવામાં આવેલ છે.

હળદરમાં રહેલ એન્ટી-ઇન્ફેલમેન્ટ્રી પ્રોપર્ટી ઓસ્ટીયો અને રુમેટાઇડ આર્થરાઈટીસ ઠીક કરવામાં હળદર ખૂબ ઉપયોગી બને છે. હળદરમાં રહેલ સર્ક્યુમિન એન્ટી-ઓક્સિડન્ટ સોજામાં વધારો કરતા એન્જાઇમ લેવલને ઘટાડે છે.માંસપેશીઓ તેમજ સાંધાના દુખાવામાં આદું એક ઉત્તમ પ્રાકૃતિક ઉપચાર છે. એક સર્વે મુજબ ઓસ્ટીયોઆર્થરાઈટીસના દર્દીઓને આદુના સેવનથી ઢીંચણના દુખાવામાં ફાયદો મળે છે.

સિંધાલૂણમાં રહેલ મેગ્નેશિયમ સલ્ફેટ એક આશ્ચર્યજનક પદાર્થ છે. મિનરલ, મેગ્નેશિયમ સલ્ફેટનો પ્રયોગ પીડા દૂર કરવા માટેનો વર્ષો જૂનો ઉપાય છે. સિંધાલૂણમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોવાથી આર્થરાઈટીસના ઢીંચણના દુખાવાને દૂર કરવા માટે મદદ રૂપ થાય છે.અલ્કાલાઈજિંગ ઇફેક્ટને કારણે જોઈન્ટ પેઈન માટે જવાબદાર ટોક્સિન, સાંધા અને તેને સંબંધિત ટીશ્યુને ઓછા કરે છે. એપલ સાઈડર વિનેગરમાં રહેલ મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપે છે.

સલ્ફર તેમજ સેલેનિયમનું પ્રમાણ લસણમાં હોવાથી ખુરજી અને આર્થરાઈટીસના દર્દીઓ માટે કુદરતી ઉપચાર છે. એક અભ્યાસ મુજબ લસણના સેલેનિયમમાં એન્ટી રુમેટિક પ્રોપર્ટી હોય છે. જે સાંધાના દુખાવાને અને સોજાને ઓછા કરે છે.દ્રાક્ષના રસમાં સેલ્યુબલ કાર્બોહાઇડ્રેટ હોય છે. જે આર્થરાઈટીસની તકલીફને ઓછી કરે છે. દ્રાક્ષનો રસ સાંધા અને આર્થરાઈટીસથી થતી પીડામાં રાહત પહોંચાડે છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …