Breaking News

સફરજનની છાલ ને નાખી દેવાની ભૂલ ના કરતા,આ ગંભીર રોગો નો છે રામબાણ ઈલાજ,જાણી લો એના ફાયદા…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ સફરજનની છાલના અમુક ખાસ ઉપાયો વિશે જે તમારા શરીર માટે ખુબજ ઉપયોગી છે મિત્રો તમે સવારના નાસ્તામાં સફરજન અને નારંગી જેવા ફળો ખાઈ શકો છો કારણ કે તેમાં વિટામિન સીનો ભરપુર જથ્થો જોવા મળે છે સફરજનમાં હાજર અદ્રાવ્ય ફાઇબર હોય છે જે આંતરડાને સાફ કરવાની રીત બનાવવામાં મદદ કરે છે અને આને લીધે સફરજન કબજિયાતમાં ફાયદાકારક છે.

મિત્રો સફરજનની છાલમાં અદ્રાવ્ય ફાઈબર મળી આવે છે તેથી જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સફરજનની છાલ સાથે ખાવાથી રાહત મળે છે સફરજન આપણા પેટ માટે ખૂબ જ સારું અને ફાયદાકારક ફળ છે તેમજ સફરજનમાં સોર્બીટોલ હોય છે જેના કારણે તેની લેકસાટીવ ઉપર અસર પડે છે અને પેટ સાફ કરવામાં મદદ મળે છે.

મિત્રો કેટલાય લોકોની આ આદત હોય છે કે તે સફરજનની છાલ કાઢીને ખાય છે અને તે છાલને બેકાર સમજીને ફેંકી દે છે જ્યારે સફરજનની છાલ સફરજન જેટલીજ ફાયદાકારક હોય છે. સફરજનની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટી-ઑક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અને એવામાં જો સફરજનની છાલ કાઢીને ફેંકી દેવામાં આવે તો ફળમાં રહેલ પોષક તત્ત્વોનું પ્રમાણ પણ ઘટી જાય છે.

મિત્રો ખાસ કરીને ફાઇબરનું પ્રમાણ એટલા માટે યોગ્ય રહશે કે તમે છાલ સહિત જ સફરજનનું સેવન કરો સફરજનની છાલ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોય છે અને તે કઇ બીમારીઓથી આપણને બચાવી શકે છે સફરજનની છાલ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને કેટલાય અભ્યાસોમાં સાબિત થઇ ચુક્યુ છે કે ફાઇબરનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તમારું પેટ ભરેલું હોય તેમ લાગે છે.

જેથી તમે ઓછું જમશો અને તેનાથી તમારી વજન વધવાની સમસ્યામાં ઘટાડો થશે તેમજ સફરજનની છાલ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યૂનિટીને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે ઇમ્યૂનિટીની સાથે-સાથે રોગ સામે લડવાની ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે છાલ સાથે સફરજન ખાવું ફાયદાકારક સાબિત થશે.

મિત્રો આ સિવાય સફરજનની છાલ હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. તેમાં કેટલાય પ્રકારના એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટના ઑક્સીકરણની પ્રક્રિયાને અટકાવે છે. આ જ ફેટ્સના ઑક્સીડેશનની પ્રક્રિયાથી હૃદય રોગનું જોખમ વધે છે. જો સફરજનને છાલની સાથે ખાવામાં આવે તો તેનાથી હૃદય સ્વસ્થ રહે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સફરજનની છાલ ટાઇપ-2 ડાયાબિટીસના જોખમથી પણ બચાવે છે. તેમાં મળી આવતાં ફ્લૈવનૉઇડ્સ ટાઇપ-2 ડાયાબિટીસની બીમારીથી બચાવવામાં મદદ કરે છે અને એક અભ્યાસ અનુસાર જે મહિલાઓ દરરોજ એક સફરજન છાલ સહિત ખાય છે, તેમનામાં આ બીમારીનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે.

સફરજન ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે લગભગ આપણે બધા જાણતા હોઈએ છીએ. કારણ કે નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે દરરોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવાની જરુર પડતી નથી એટલે કે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓથી દુર રહી શકાય.અને આ બધા લોકોની સફરજન ખાવાની રીત અલગ અલગ હોય છે. અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા હોય છે તો અમુક લોકો છાલ કાઢીને ખાતા હોય છે. આજે અમે જણાવવાના છીએ કે છાલ સહિત ખાતા હોઈએ તો તેના શું ફાયદા થાય છે અને શરીરમાં શું અસર કરે છે.

મિત્રો સફરજનની છાલ આંખ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણકે આંખમાં થતી અમુક બીમારીઓ માં સફરજનની છાલ બીમારીઓને થતા બચાવી શકે છે પરંતુ સફરજનનું નિયમિત પણે આ રીતે સેવન કરવું જરૂરી છે જેથી તમને આંખને લગતી અમુક બીમારીઓ થતી નથી અને જે લોકોને ડાયાબિટીસ ની સમસ્યા રહેતી હોય તેવા દર્દી માટે સફરજન છાલ સહિત ખાવુ જોઈએ કારણકે આવી રીતના ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સફરજનની છાલમાં ઘણા મહત્વના ગુણો રહેલા છે જેમ કે એન્ઝાઈમ, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ વગેરે. જેથી સફરજનની છાલ મેદસ્વિતા તો દૂર કરી જ શકે છે પરંતુ સાથે સાથે અમુક પ્રકારનાં કેન્સરથી પણ બચાવી શકે છે અને સફરજન ની છાલમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે કે ફાઈબર ના ગુણો હોવાથી આપણા શરીરમાં પિત માં થતી પથરીથી બચાવી શકે છે, કારણકે પિત માં જમા થયેલું કોલસ્ટ્રોલ ઓછું કરતું હોવાથી પથરી નો પ્રોબ્લેમ થતા બચી શકાય છે.

મિત્રો આપણા મગજમાં બ્રેન સેલ એટલે કે કોષો આવેલા હોય છે, જે આ રીતનું સફરજનનું સેવન કરવાથી ડેમેજ થતા નથી. અને આપણું મગજ પણ તેજ થાય છે. આથી સફરજન છાલ સહિત ખાવાનો આગ્રહ રાખવો જોઈએ દાંત માટે પણ સફરજનની છાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે દાંતમાં કેવીટી થતા રોકે છે. કે જે અત્યારના સમયમાં મોટી સમસ્યા કહી શકાય. આ સિવાય પ્રેગ્નન્સી મા નુ સેવન કરવાથી લોહીની કમી પણ પૂરી થાય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …