Breaking News

“સનમ બેવફા”ની આ અભિનેત્રી આજે પણ દેખાઈ આટલી સુંદર અને હોટ,જોવો તસવીરો…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લાઇને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બોલીવુડની અમુક ફિલ્મો ખૂબ જ સુપરહિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મોએ દર્શકોના દિમાગ પર ખૂબ જ ઊંડી યાદો છોડી ગઈ છે જેના કારણે લોકો આજે પણ આ ફિલ્મોને અને તેની સ્ટાર કાસ્ટને તથા તેના ડાયલોગને યાદ રાખે છે.

આ કડીમાં આજથી ૩૦ વર્ષ પહેલાં વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ સનમ બેવફા પણ શામેલ છે આ ફિલ્મમાં સલમાન ખાનને જેટલો પ્રેમ મળ્યો હતો એટલો જ પ્રેમ એક્ટ્રેસ ચાંદનીને પણ દર્શકોએ આપ્યો હતો સલમાન ખાન તે દિવસોમાં ફિલ્મોમાં નવા-નવા આવ્યા હતા તેવામાં તેમનો ચાર્મિંગ લુક લોકોને ખૂબ જ પસંદ આવતો હતો વળી ચાંદનીએ પણ પોતાની સુંદરતાથી બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

ચાંદનીનું અસલી નામ નવોદિતા શર્મા છે. દિલ્હી સ્થિત નવોદિતા શર્માએ જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે તેનું નામ ચાંદની પડ્યું. ચાંદની ભણતી હતી ત્યારે તેને એક જાહેરાત દ્વારા જાણવા મળ્યું કે ડિરેક્ટર સાવનકુમાર ટાક તેની ફિલ્મ માટે હિરોઇનની શોધમાં છે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા નિભાવવા જઇ રહ્યા છે. ફિલ્મ મૈન પ્યાર કિયાની સફળતા બાદ સલમાન લાખો યુવાનોના ધબકારા બન્યા હતા. ચાંદનીએ ઓડિશન માટેના ફોર્મ ભર્યા અને તેની પસંદગી થઈ.

જણાવવામાં આવે છે કે આ ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે ચાંદની ઓડિશન આપ્યું હતું અને હજારો યુવતીઓની વચ્ચે તેની પસંદગી કરવામાં આવી હતી. હકીકતમાં જ્યારે સનમ બે વફા ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝિટ એક્ટ્રેસની વાત આવી તો તેના માટે ફિલ્મ નિર્માતાઓએ એડવર્ટાઈઝમેન્ટ આપેલી હતી. ચાંદની તે દિવસોમાં કોલેજમાં હતી અને જ્યારે તેને આ બાબતમાં જાણવા મળ્યું તો ચાંદનીએ પણ તેનું ફોર્મ ભરેલું હતું.

સનમ બેવફા’ સુપરડુપર હિટ હતી. ફિલ્મની સ્ટોરીથી લઈને અભિનેતાઓની અભિનય અને ગીતો સુધી લોકોને તે ખૂબ ગમી ચાંદનીનું નામ દરેકની જીભ ઉપર ચડી ગયું હતું જો કે ચાંદનીની આ ચમક વધુ સમય સુધી બોલિવૂડમાં રહી શકી નહીં

તમને જણાવી દઈએ કે તે દિવસોમાં ફક્ત ચાંદની નહીં, પરંતુ દેશભરની યુવતીઓ સલમાન ખાનની દિવાની હતી. દરેક યુવતી સલમાન ખાનને મળવા માંગતી હતી અને તેની સાથે કામ કરવા માંગતી હતી. તેવામાં ચાંદની પણ સલમાન ખાનની દિવાની હતી અને તેણે આ ખાસ અવસરને પોતાના હાથમાંથી જવા દીધો નહીં. જેથી ચાંદનીને સનમ બે વફા માટે પસંદગી કરવામાં આવેલ અને તેને સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાનો અવસર મળ્યો.

હવે કરે છે આ કામ.ફિલ્મ સનમ બેવફા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને આ ફિલ્મી કમાણીની બાબતમાં ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા. જોકે ચાંદનીએ ત્યાર બાદ અમુક ફિલ્મોમાં કામ કર્યું અને હંમેશા માટે બોલિવૂડથી દૂર થઈ ગઈ. વર્ષ ૧૯૯૪માં તેણે સતીષ શર્મા સાથે લગ્ન કરી લીધા અને તે હંમેશા માટે ફ્લોરિડામાં જઈને રહેવા લાગી.

ચાંદની હવે પોતાની એક્ટિંગ લાઈન અને બોલિવૂડથી હંમેશા માટે દૂર કરી ચૂકી હતી અને હવે તે ફ્લોરિડાનાં ઓરલેન્ડોમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. સાથોસાથ તેના પતિ સતિષ શર્મા બિઝનેસની દુનિયામાં એક મોટું નામ છે.

આ બોલિવૂડ એક્ટ્રેસનાં નામ પર રાખેલ છે પોતાની દીકરીઓનું નામ.જણાવી દઈએ કે ચાંદનીની બે દીકરીઓ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે પોતાની બન્ને દીકરીઓનાં નામ બોલિવૂડની મશહૂર અભિનેત્રીઓ કરીના અને કરિશ્માનાં નામ પર રાખેલા છે. જી હાં, ચાંદની ની દીકરીઓનાં નામ કરીના અને કરિશ્મા છે.

ફિલ્મ સનમ બેવફા કી ચાંદની દર્શકોની વચ્ચે ખૂબ જ મશહૂર થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ અને સુંદરતા જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા હતા કે ચાંદની બોલિવૂડમાં લાંબો સમય સુધી રાજ કરશે.

જો કે એવું કંઈ બની શક્યું નહીં અને સનમ બેવફા બાદ તેણે અમુક ફિલ્મોમાં કામ કર્યું જેમકે હિના ઉંમર ૫૫ કી દિલ બચપન કા જાન સે પ્યારા ૧૯૪૨ અ લવ સ્ટોરી, જય કિશન ઇકકે પે ઈકકા આજ સનમ મિસ્ટર આઝાદ અને હાહાકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું ચાંદની ની પહેલી ફિલ્મ સનમ બેવફા હતી અને તેની છેલ્લી ફિલ્મ હાહાકાર હતી જે ૧૯૯૬માં રીલિઝ થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે ચાંદની બોલીવુડમાં ખૂબ સફળ ન થવા પાછળનું એક કારણ ડિરેક્ટર સાવનકુમાર ટાક સાથે કરાર કર્યો હતો. જેના કારણે તેણે કેટલીક સારી ફિલ્મોની ઓફર ગુમાવી દીધી હતી. અને ચાંદની તે કરારમાંથી બહાર આવી તે સમય સુધીમાં તે ખૂબ મોડું થઈ ગયું હતું. 1991 થી 1996 સુધી ચાંદનીએ લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ કોઈ પણ ફિલ્મ તેની પહેલી ફિલ્મ જેટલી સફળ રહી ન હતી.

1994 માં ચાંદનીએ અમેરિકામાં રહેતા સતીષ શર્મા સાથે લગ્ન કર્યા. અને કાયમ અમેરિકા સ્થાયી થઈ. ચાંદનીની છેલ્લી ફિલ્મ હાહાકાર હતી જે 1996 માં રિલીઝ થઈ હતી. ચાંદનીએ બોલીવુડને વર્ષોથી છોડી દીધું છે, પરંતુ હિન્દી ફિલ્મો અને બોલિવૂડ ડાન્સથી તેણે પોતાનું મોહ કદી ગુમાવ્યું નહીં.

અમેરિકાના ઓર્લાન્ડોમાં રહેતી ચાંદની ત્યાં એક ડાન્સ એકેડમી ચલાવે છે. ચાંદનીના ડાન્સ સ્ટુડિયોનું નામ સી સ્ટુડિયો રાખવામાં આવ્યું છે, જ્યાં તે ભારતીય નૃત્યના પ્રકારો શીખવે છે ચાંદનીની ડાન્સ એકેડમી ઘણી લોકપ્રિય છે. થોડા વર્ષો પહેલા જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ચાંદનીની ડાન્સ એકેડમીના બાળકોએ પણ ઘણી આંતરરાષ્ટ્રીય નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ચાંદની ભલે બોલીવુડમાં અજ્ઞાત હોઈ શકે પરંતુ તે અમેરિકામાં ખૂબ પ્રખ્યાત છે.

ચાંદનીના અંગત જીવનની વાત કરીએ તો હવે તે બે પુત્રીની માતા પણ બની ગઈ છે. કરિશ્મા અને કરીના કપૂરની પર તેઓએ તેમની બે પુત્રીઓનું નામ કરિશ્મા અને કરીના રાખ્યું છે નિષ્ફળ ફિલ્મની ઇનિંગ્સ રમ્યા પછી, ચાંદની એક સફળ ડાન્સ ટીચર તરીકે પોતાનું સુખી જીવન જીવે છે. તે પણ બોલિવૂડની લાઈમલાઈટથી દૂર છે.

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …