Breaking News

સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું પ્રસિદ્ધ ગામ એટલે જુનાગઢ,જોવો રાજાશાહી વખતનું સૌથી સુંદર ગામનો નજારો…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું પ્રસિદ્ધ ગામ એટલે જુનાગઢ. જુનાગઢને આમ તો ગીરનાર પર્વત દર્શન માટે બહુ જ પસંદ કરવામાં આવે છે. આ ગામને સંતોની નગરી કહેવામાં આવે છે.

અહીં અલગ અલગ ધર્મના એક કરતા વધારે આશ્રમો છે અને અહીં નાગાબાવાઓનું નિવાસસ્થાન છે. જુનાગઢની વાત માત્ર આટલી જ નથી જુનાગઢના ઈતિહાસને પણ લોકો પસંદ કરે છે અને અહીં જુના સમયની યાદ આવે એવી વસ્તુઓ હાલમાં મૌજુદ પણ છે. અહીં કિલ્લા, શિલાલેખ, તોપ, ગુંબજ વગેરે મળીને જુનાગઢના ઈતિહાસની સાબિતી આપે છે. એટલે જ કહેવાય ને કે જુનાગઢ એટલે જૂનાગઢ

ચાલો તો આજના આર્ટિકલમાં જાણીએ જુનાગઢ વિષેની તમામ માહિતી અને જુનાગઢની આસપાસ ફરવાના સ્થળો ક્યાં ક્યાં છે એ પણ જાણીએ જો જુનાગઢના બધા જ ફરવાલાયક સ્થળો વિષેની માહિતી લખવામાં આવે તો એક પૂરી બુક ભરાય જાય પણ આજના આર્ટિકલને રસપ્રદ બનાવવા માટે જુનાગઢના મુખ્ય પર્યટક સ્થળ વિષેની માહિતી જ લખીએ તો પણ આ આર્ટિકલની માહિતી જાણવાની મજા આવશે.જુનાગઢનો ઈતિહાસ એટલો રસપ્રદ છે કે આજે પણ જુનાગઢને લોકો પસંદ કરે છે.

જુનાગઢ એ મુસ્લિમ શાસક ‘બાબી નવાબ’ ના રાજ્યની રાજધાની હતી. પરંતુ બાબી નવાબ પહેલા જુનાગઢ પર રાજવંશોની એક મોટી શ્રુંખલાનું શાસન હતું.સ્વતંત્રતા પછી ભારતના હિસ્સામાં જુનાગઢને શામિલ કરી દેવામાં આવ્યું. ૧૯૬૦માં , ગુજરાત આંદોલનના પરિણામ પરિણામ સ્વરૂપથી જુનાગઢ ગુજરાત રાજ્યનું નવગઠિત હિસ્સાના ભાગ રૂપે બની ગયું. આજે જુનાગઢમાં વિકાસ થયો છે એટલે પહેલાનું જુનાગઢ આજે વિસ્તૃત થયેલ જોવા મળે છે.

આ જગ્યા જુનાગઢની સૌથી પ્રભાવશાળી મકબરાની જગ્યા છે. જેને ૧૮૫૧ અને ૧૮૮૨ ની વચ્ચે બનાવવામાં આવી હતી. આ એક અનોખી પ્રકારની વાસ્તુકલાથી નિર્મિત કરવામાં આવ્યો હતો. જુનાગઢની ટ્રીપ કરવાની થાય ત્યારે આ જગ્યાને જોવા માટે જવું જ જોઈએ. આ મકબરામાં અલગ અલગ શૈલીઓનું એકસાથે મિશ્રણ જોવા મળે છે.

જુનાગઢના પૂર્વમાં ઉપરકોટ કિલ્લા જુનાગઢનો સૌથી પ્રાચીન કિલ્લામાંથી એક છે. જુનાગઢમાં જોવાલાયક જગ્યામાંથી આ એક છે. ઉપરકોટ કિલ્લાનું નિર્માણ કહવામાં આવે છે ક આશરે ૨૩૦૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ કિલ્લાના મુક ભાગની દીવાલો પણ આશરે ૨૦ મીટર સુધી ઉંચી છે. જુનાગઢ શહેરના સ્થાનિક લોકો જણાવે છે કે એ સમયમાં દીવાલોની નીચે લગભગ ૧૦૦ ફૂટ ઊંડી ખાઈ હતી, જેમાં અંદર મગરમચ્છને રાખવામાં આવતા હતા.

કારણ કે ખાઈને કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી. જયારે પણ તમે અહીં ફરવા આવો ત્યારે ઉપરકોટમાં ગુફાઓ પણ જોવા મળશે. અને અહીં લડાઈની તોપ પણ રાખવામાં આવી છે. એ કારણે આ જગ્યાનું આકર્ષણ વધી જાય છે શહેરથી થોડા અંતરે ગીરનાર પર્વત છે, જે જુનાગઢની ધરોહર કહેવાય છે. જુનાગઢને આ કારણે જ દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી છે. ગીરનાર પર્વત એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે, જેને નિહાળવા માટે ભારત અને ભારત બહારના લોકો અહીં આવે છે.

અહીં હિંદુ અને જૈન તીર્થયાત્રીઓ આવે છે. એવું માનવામાં આવે છે કે વેદની ઉત્પતિના કાળથી આ પર્વતની હાજરી છે એટલે આ પર્વત સાથે ઈતિહાસ વણાયેલ છે. જુનાગઢમાં ફરવાની મજા લેવા ઈચ્છતા લોકો માટે આ પર્વત પસંદગીની જગ્યા છે.નવઘણ કુવો અને આદિ-કદિ વાવ એ બે કુવા અને વાવ છે, જે ઉપરકોટ કિલ્લામાં જ આવેલ છે. તમને એ પણ જણાવી દઈએ કે આ કુવાની રચના બધા કરતા અલગ છે.

સામાન્ય રીતે કુવાઓને જમીનમાં ખોદવામાં આવે છે પણ અહીં એવું નથી આ કુવાઓને ચટ્ટાન પર ખોદવામાં આવ્યા છે. આ રહસ્ય આજ સુધી એમ ને એમ જ છે. આ કારણે આ જગ્યા જોવાનું આકર્ષણ વધારે છે. આ જગ્યા સાથે કહાનીઓ પણ જોડાયેલ છે કહાનીના બે પાત્રોના નામ પર અહીં વાવના નામ રાખવામાં આવ્યા છે. આદિ અને કદિ નામની બે અવિવાહિત છોકરીની બલી આ વાવના નિર્માણ સમયે દેવામાં આવી હતી. એટલા માટે આ વાવને તેના જ નામથી બોલવામાં આવે છે.

આસ્થા માટે માણસો અહીં એક ઝાડ પર તેના સમ્માનના રૂપમાં બંગડી અને કપડા ચડાવે છે.ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે.

સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનાકો પણ આવેલાં છે.

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ ગિરિનગર માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું.

સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …