Breaking News

સવારે ઉઠતાંની સાથેજ કરીલો આ વસ્તુનું સેવન,શરીર ને થશે અઢળક ફાયદા….

આજકાલ લોકો વજન ઓછું કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. કોઈ જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે તો કોઈ ડાયેટ ટીપ્સ ફોલો કરતા હોય છે. આપણા ભોજનની અનેક વસ્તુઓ એવી છે કે જેના રોજિંદા સેવનથી પણ તમે વજન પર કંટ્રોલ મેળવી શકો છો. જેમાંની એક વસ્તુ છે જીરૂ. જીરાના અનેક ફાયદા છે. જીરાનું પાણી વજન ઉતારવા માટે અક્સિર છે. તેના ફાયદા જાણીને તમે આજે જ અમલમાં મૂકવાનું શરૂ કરી દેશો.

દરેક ભારતીય ઘરમાં જીરું તો જોવા મળશે જ. ભારતીય રસોઈ ની અંદર જીરા નો મહત્વનો ફાળો છે. તેના વગર શાક કે દાળ નો સ્વાદ માણી શકાતો નથી. મોટેભાગે જીરાનો ઉપયોગ વઘાર કરતી વખતે કરવામાં આવે છે. તેના વઘારવાળી દાળ કે શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. દરેક લોકોએ જીરાનો ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કર્યો હશે. પરંતુ જીરુ એક આયુર્વેદિક ઔષધી પણ છે. સવારમાં ભૂખ્યા પેટે જીરા નુ પાણી પીવાથી અનેક રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને પીવાની રીત..

જીરાનું પાણી બનાવવાની રીત.જીરા નુ પાણી બનાવવા માટે તમારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લઈને તેની અંદર બે ચમચી જીરાની મિક્સ કરી દેવાની રહેશે. સવારે આ પાણી ને ગેસ પર ઉકળવા દો. ઉકળી ગયા બાદ તેને ઠંડું કરવા માટે રાખી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.જીરું પાણી પીવાથી થતાં ફાયદાઓ

રક્ત પ્રવાહ.શરીર માં બ્લડ સર્કુલેશન વધારે હોવું ખૂબ ફાયદાકારક છે જેથી રોજ સવારે જિરા વાળું પાણી પીવાથી શરીર નિરોગી બને છે.સ્નાયુનો દુખાવો.આજે વડીલોમાં મોટેભાગે સ્નાયુનો દુખાવો જોવા મળતો હોય છે. સ્નાયુ નો દુખાવો દૂર કરવા માટે દરરોજ સવારે જીરાનું પાણી પીવું જોઈયે.બ્લડ પ્રેશર.જે લોકો હાઈબ્લડપ્રેશરના શિકાર છે તેઓએ આજથી જ જિરા નુ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.ત્વચા માટે.નિયમિત રીતે જીરૂનું પાણી પીવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે. ઉપરાંત ત્વચામાં નિખાર પણ આવશે.

કબજિયાત અને એ.સી.ડી.ટી.આજે ઘણા લોકોનો પેટ કબજિયાતની લેજે કે પછી એસિડિટીને કારણે ખરાબ રહેતું હોય છે જો આ લોકો નિયમિત માટે જિરા નુ પાણી પીવાનું ચાલુ કરી દેશે તો આ બંને રોગમાં આરામ મળશે.વજન ઘટાડવા માટે.સવારે ભૂખ્યા પેટે દરરોજ જીરા વાળું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગશે. અને તે વજન ઓછું કરવામાં પણ ખૂબ કારગર નીવડે છે.

હૃદય રોગ માટે.હ્રદયરોગના દર્દીઓ માટે જીરૂ એક વરદાન સ્વરૂપ છે. તેનો સમયસર ઉપયોગ કરવાથી હૃદયને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. હાર્ટ એટેકના પ્રોબ્લેમમાં પણ તે ખૂબ કારગર નીવડે છે.

ડાયાબિટીસ.આજે ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ જોવા મળે છે. જો તમે તેનો ઘરે બેઠા ઈલાજ કરવા માંગતા હોય તો આ માટે જીરું સૌથી બેસ્ટ છે કારણ કે તેની અંદર શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાની શક્તિ હોય છે.તાવ.જિરા વાળું પાણી પીવાથી શરીરની અંદર રહેલી ગરમી ઓછી થાય છે. જેના કારણે જે લોકોને તાવ આવતો હોય તેમાં ખૂબ રાહત મળે છે.

જીરાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ હોય છે. તે ડાયજેશનમાં લાભકારી છે. એટલું જ નહીં જીરાનું પાણી પીવાથી ઝાડા ઉલટી, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કોન્સ્ટિપેશનમાંથી પણ રાહત મળે છે. જીરાના પાણીથી શરીરમાં એવા એન્ઝાઈમ બને છે જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ગ્લુકોઝને તોડીને પચવામાં મદદ કરે છે.

તેમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ભેગા થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જીરાને થોડા પાણીમાં આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે સવારે આ પાણી પી જાઓ. તેનાથી એસિડિટી અને ગેસમાં પણ રાહત મળે છે.

જીરાનું પાણી આયર્નનો સારો સ્ત્રોત છે. આયર્નની હાજરીશરીરને હેલ્ધી રાખવા માટે ખુબ જરૂરી છે. તેમાં વિટામીન એ અને વિટામીન સી પણ હોય છે. રોજે રોજ આ પાણી પીવાથી ઈમ્યુનિટી વધે છે અને અનેક બીમારીઓ દૂર રહે છે. તેનાથી વજન વધતું નથી.આજકાલ લોકોને ઊંઘ ન આવવાની સામાન્ય સમસ્યા રહે છે. ઊંઘ આવે તે માટે પણ જીરાનું પાણી ઘણું ફાયદાકારક રહે છે. જીરાના પાણીમાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન્સ (ઝેરી તત્વો) શરીરની બહાર કાઢે  છે.

About bhai bhai

Check Also

માસિક સમયે તમારા પાર્ટનરનું રાખો આવું ધ્યાન..જાણી લો આ ખાસ વાત

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …