Breaking News

શેવિંગ ઘરેજ કરો છો તો ખાસ જાણીલો આટલી વાત નહીં તો પાછળ થી થશે પછતાવો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,લોકો રોજિંદા શેવિંગ કરતા હોય છે તે વિચારે છે કે તેનાથી તેમનો ચહેરો તેજસ્વી દેખાશે.પરંતુ આજે અમે તમને દૈનિક શેવિંગના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.દૈનિક હજામત(શેવિંગ) કરવાથી ચહેરાના ત્વચાનું તેલ ઓછું થાય છે, તેથી અઠવાડિયામાં 5 દિવસ જ શેવિંગ કરવું જોઈએ. શેવિંગ કર્યા પછી નવશેકા પાણીથી ચહેરો ધોવા પછી ગ્લિસરીન વાળા મોઇશ્ચરાઇઝર લગાવો આ ત્વચાને બળતરા નહીં કરે.

હંમેશા હળવા હાથથી હજામત કરો નહીં તો ત્વચામાં બળતરા થવાનો ભય રહે છે.શેવિંગ કરતા પહેલા ચહેરાને ક્યારેય ઠંડા પાણીથી ધોશો નહીં, આ છિદ્રો સંકોચાય છે અને શેવિંગ યોગ્ય રીતે થતું નથી.દરેક સ્ટ્રોક પછી બ્લેડને પાણીમાં ડૂબવું જોઈએ જેથી આગળનો સ્ટ્રોક સરળ રહે. બ્લેડને સમયે-સમયે બદલવી જોઈએ, જો બ્લેડ પર લીલી અથવા વાદળી રંગની પટ્ટી દેખાય છે, તો બ્લેડ બદલી નાખવી જોઈએ.

શું તમારા ચહેરાનું ચામડી સૂકી અને કડક થઇ ગઈ છે? શું તમે વિદેશી શેવિંગ ક્રીમથી તમારા ચહેરાની સુંદરતા ખોઈ ચુક્યા છો? પ્લાસ્ટિકના બ્રશથી ચામડી કડક થઇ જાય છે અને રસાયણો વાળા ક્રીમથી ચામડીને ખૂબ જ નુક્શાન થાય છે, તેનાથી સુંદરતા તો જતી રહે જ છે તેમ જ કેમિકલથી ચામડીને લગતી બીમારીઓ નું જોખમ રહે છે.

તમે એક કામ કરો એક વખત શેવિંગ ક્રીમ થી કપડાં ધોઈને જુઓ. તમને તેમાં ડિટર્જન્ટ પણ જોવા મળશે. મારી વિનંતી છે કે આ નકામા સેવિંગ ક્રીમ શા માટે લગાડો છો,પામોલિવ,ઓલ્ડ સ્પાઇસ,વી-જોન,ડેટોલ વગેરે. દાઢી બનાવવાની તો 20 પદ્ધતિઓ છે, તેનો ઉપયોગ કેમ નથી કરતા.

આપણે શેવિંગ ક્રીમ લગાડીને જે દાઢી કરીએ છીએ તો તેનાથી તકલીફ એ ઉભી થાય છે કે ચામડી સતત કડક થતી જાય છે,બરછટ ને રફ થતી જાય છે. રફનેસ એટલી વધી જાય છે કે બે તેણ વખત દાઢી કરો, છતાં પણ ફિનિશિંગ નથી આવતું કેમ કે તે શેવિંગ ક્રીમ જ એવી છે, તેમાં કેમિકલ એસિડ છે તો પણ તમે કેમ લગાડી રહ્યા છો? બંધ કરી દો.પછી તમે કહેશો,દાઢી કેમ કરીએ?

થોડું દૂધ લો, ચહેરા ઉપર માલિશ કરો, એકદમ ચીકણાપણું આવી જશે, તેને ઉપર રેઝર ચલાવો, ખુબ જ ક્લીન દાઢી બનશે, દહીં લગાવીને રેઝર ચલાવો દાઢી ખુબ જસારી બનશે. તેલ લઇ લો, એક ટીપું તેલ પાણીમાં મેળવી ચહેરાપર લગાવો, દૂધથી દાઢી બનાવો, ખુબ જ મજા આવશે.માત્ર ત્રણ ચમચી દૂધ (કાચું કે ઉકાળેલું) લઇ લો, તેને તમારા ચહેરા ઉપર લગાવી દો અને 20 સેકન્ડ સુધી ચામડી પર હલકા હાથથી ઘસો, હવે બ્લેડથી સાફ કરી લો, આ કેટલું સારું છે તે પ્રયોગ વખતે તમે પોતે જ અનુભવ કરશો હું છાતી ઠોકીને કહું છું ,આ ભારતીય પધ્ધતિ થી તમારી બ્લેડ 1 મહિનાથી વધુ ચાલશે. ચામડી કોમળ બનશે અને આ કામ કરવામાં તમારે 3 મિનિટ લાગશે.

દૂધ છે તે ક્લિનશીંગ એજન્ટ છે. તમને ખબર છે બધા જ બ્યુટી પાર્લરમાં દૂધ ક્લિન્સિંગ જ કરવામાં આવે છે. તમે રોજ દૂધથી દાઢી બનાવો, બધી ગંદકી નીકળી જશે,ચહેરો ચમકશે, તમે બધા મફતમાં સુંદર બની જશો. હું તો ઘણા સમયથી કરું છું, દુધથી દાઢીબનાઉં છું, પૈસા તમારા બચશે અલ્ટીમેટલી દેશના બચશે.

કોઈ પણ દેશની અર્થ વ્યવસ્થા માં આવક વધારવી છે તો ખર્ચને ઘટાડવાનો સૌથી સરળ રસ્તો છે,તમે જેટલો ખર્ચ ઘટાડશો આમદની એટલી જ વધી જશે. આપણી જિંદગીના નાના નાના ખર્ચાઓ ઘટાડો, દેશના મોટા ખર્ચ જાતે જ ઘટી જશે, શેવિંગ ક્રીમનો ખોટો ખર્ચો ન કરો દૂધથી દાઢી બનાવી લો,દહીંથી દાઢી બનાવી લો.તમને ખબર છે કે આપણે દૂધથી શઁકર ભગવાનને નવરાવીએ છીએ,દૂધથી દાઢી કેમ ન બનાવી શકીએ,જયારે ઈશ્વર સ્નાન કરી શકે છે તો આપણે દાઢી તો બનાવી જ શકીએ.

મનુષ્યમાં પુરુષોમાં એક ખુબ જ ખરાબ બીમારી હોય છે દાઢી બનાવો તો ત્યાર પછી લાલ લાલ ફોડકી થઇ જાય છે તેને કહો કે એલોવેરા નો રસ લગાડીને પછી દાઢી કરો ક્યારેય તકલીફ નહીં રહે ખુબ જ સારી દવા છે ઘરમાં પણ લગાડી શકો છો ખેતરમાં પણ લગાડી શકો છો. દૂધ ચામડીની ચમક અને કોમળતા ને ક્ષીણ નથી થવા દેતી અને તેની અંદર સુધી સફાઈ પણ કરે છે.

જયારે તમે બ્લેડ થી દાઢી કરો છો ત્યારે બ્લેડ અને વાળ વચ્ચે જેટલું ઓછું ઘર્ષણ થશે તેટલું જલ્દી અને આરામથી દાઢી થઇ જશે. દૂધમાં રહેલા લૈટીક્સ એસિડ પાણીના SURFACE TENSION અને VISCOSITY FORCE ને બધાથી સરળતા થી તોડે છે અને વાળ અને બ્લેડની વચ્ચે નું ઘર્ષણ ઓછું કરીને ચામડીને શુંદર બનાવે છે. અને કુદરતી હોવાથી લૈક્ટિક એસિડ ચામડી માટે બહારના પ્રોટીન નું કામ કરે છે.

દૂધથી દાઢી બનાવતી વખતે બ્લેડ અને ચામડી ની વચ્ચે ચીકણાપણું ઉત્પન્ન થાય છે તે સેવિંગ ક્રીમથી 100 ગણું વધારે ઉપયોગી છે આ કારણ છે કે દૂધના પ્રયોગમાં ચામડીમાંથી લોહી નીકળવાની શક્યતા નહીં રહે.તમારા રસોડામાં જ ઘણી એવી વસ્તુ રહેલી છે જે તમારી ચામડીને શેવિંગ ક્રીમથી પણ વધુ સોફ્ટ બનાવી દેશે અને ક્લોજ઼ શેવમાં ઉપયોગી થશે. તે છે તે 8 વસ્તુ

કાચું દૂધ.કાચું દૂધ ચહેરા પર લગાડવાથી ચામડી અને વાળ સોફ્ટ થઇ જાય છે અને દાઢી સારી બને છે, જો તમને દૂધની જાણકારી મળી જાય તો ખૂબ જ સારું છે અને તમને એક જાણકારી પણ આપી દઉં. દૂધ સૌથી વધારે clean engagent છે,જે તમારા ચહેરાને સોફ્ટ ની સાથે સાથે ગોરો પણ બનાવે છે, દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ કાચા દૂધથી મસાજ પણ કરવામાં આવે છે.

મધ.મધને હલકા હુંફાળા પાણીમાં મિલાવીને ચહેરાની મસાજ કરો.વાળ સોફ્ટ થઇ જશે અને સરસ દાઢી થશે.નારિયેળ તેલ-દાઢી થી પહેલા નારિયેળ તેલ થી સ્કિન મસાજ કરો.તે રેઝર બર્ન અને ડરાયનેશ થી છુટકારો અપાવશે.બટર.આ સારું મોઇસટ્રેઝર છે. તે બરછટ વાળને સોફ્ટ બનાવે છે. જેનાથી તે સરળતાથી નીકળી જાય છે.

કેળા.સેવિંગ ક્રીમને છોડો અને સ્ક્રીન પર કેળાનો છૂંદો લગાડીને મસાજ કરો. પછી દાઢી કરો તો ક્રીમ થી પણ સારી રીતે દાઢી થશે.પપૈયું.તેમે રહેલા પાપેન ઈંજાઈમ સ્કિનને રેસેજ અને બળતરા દૂર કરે છે. ચહેરા પર મસાજ કરીને પછી દાઢી કરો.એલોવેરા જેલ.તે દાઢીને આરામદાયક ઠંડક આપે છે. તેનાથી સ્કિન પર હલકી મસાજ કરો અને પછી દાઢી કરો.તેનાથી બળતરામાં પણ રાહત મળશે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …