Breaking News

શનિદેવ ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,થઈ જશે તમારો બેડો પાર…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે આજે છે શનિવાર..એટલે દેવ હનુમાન અને શનિદેવનને રીઝવવાનો દિવસ ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે ભજીશું શનિ મહારાજ અને દેવ હનુમાનને શનિદેવની આરતી કરી દર્શન કરીશું દેવ હનુમાનના પાવન કારી ધામના અને શનિદેવના ભજનનું સ્મરણ કરી શાસ્ત્રીજી પાસેથી જાણીશું મનોકામનાની પુર્તિ માટે શનિદેવને રીઝવવાના શાસ્ત્રીય ઉપાય.આવો ત્યારે આ તમામ વિષય વસ્તુ સાથે શરુઆત કરીએ આ પાવન યાત્રાની.શનિદેવ દંડાધીકારી છે.

માનવ હોય કે દેવ.દાનવ હોય કે પશુ.શનિદેવ તેમને તેમના કર્મ અનુસાર દંડ આપે છે તેવામાં જો તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ ઉપાય અચુક કરવા પડે છે..આપની મનોકામનાની પુર્તિ માટે પણ શનિદેવની કૃપાની અચુક જરુર હોય છે..આવો ત્યારે મનોકામના પુર્તિ માટે શનિદેવને રીઝવવાના જાણીએ શાસ્ત્રીય ઉપાય.શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે  જો આપણે ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો એવું કહેવામાં આવે છે કે શનિવારે શનિદેવની પૂજા કરવાથી તે આનંદ થાય છે અને તેના ખરાબ પ્રભાવોને ટાળી શકાય છે, જો શનિનો કોઈ વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ હોય તો તે વ્યક્તિ વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ ઉભી થાય છે અને વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે,

દરેક વ્યક્તિ શનિદેવના ક્રોધથી બચવા માંગે છે તે માટે, તે તમામ પ્રકારના ઉપાય અપનાવે છે, આજે અમે તમને શનિવારના કેટલાક કાર્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે શનિના દુષ્ટ પ્રભાવોને ટાળી શકો છો, આ કાર્યો કરવાથી શનિદેવ તેમજ સંકટ મોચન હનુમાન જી પણ ખુશ થશે અને તેમની કૃપા હંમેશા તમારા પર રહેશે.ચાલો આપણે જાણીએ કયા કામ થી બજરંગબલી અને શનિદેવ થશે ખુશ જો તમે શનિદેવને પ્રસન્ન કરીને દોષ ટાળવા માંગતા હો,

તો તમારે આ માટે શનિવારે શનિ મંદિર જવું અને એક દીવો પ્રગટાવવો અને શનિદેવને તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવા ની પ્રાર્થના કરવી, ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવને તેલ ચડાવનાર વ્યક્તિ તે શનિદેવથી ઝડપથી પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિ પર ખરાબ નજર  રેહતી નથી.જેમ તમે જાણો છો કે શનિદેવ એક ન્યાયાધીશ છે અને તે હંમેશાં વ્યક્તિના કાર્યો અનુસાર ફળ આપે છે, તેથી તેને કર્મનો દાતા પણ કહેવામાં આવે છે,

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દુષ્ટ કાર્યો કરે છે તે શનિદેવનો ગુસ્સો કરશે. પરંતુ તેઓ હંમેશાં સારા કામ કરતા લોકોને સમર્થન આપે છે, તેથી તમે શનિવારે સારા કામ કરવાનું વચન આપો છો.જીવનમાં ખુશી મેળવવી હોય તો આપણી ઉપર શનિદેવની કૃપા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે શનિદેવને બીજા તમામ ગ્રહોમાં સૌથી વધારે પ્રભાવશાળી માનવામાં આવ્યા છે ને તે મનુષ્યોને તેનાં કર્મ અનુસાર ફળ આપે છે.

આ સૌથી મોટું કારણ છે કે લોકો શનિદેવની પૂજા ખૂબ જ સાવધાનીપૂર્વક કરે છે અને તેમના પ્રકોપથી બચવા માટે શનિવારે તેમની પૂજા કરે છે.આપણાં દેશમાં જેમ અનેક મંદિરો છે તેમ દેશના દરેક ખૂણે શનિદેવનું મંદિર પણ અચૂક જોવા મળે છે. આ દરેક મંદિરે લોકો શનિદેવનાં દર્શન કરવા જાય છે, પણ આપણા દેશનાં અમુક શનિનાં મંદિરો ખૂબ જ પ્રચલિત છે તો ચાલો જાણીએ દેશનાં પાંચ શનિદેવના મંદિર વિશે જ્યાં તમે શનિદેવના અનેક ચમત્કારરિક કિસ્સાઓ વિશે જાણી શકો છો.

શનિ શિંગણાપુર મહારાષ્ટ્રમાં આવેલા આ શનિ મંદિરની ખ્યાતિ આખા મહારાષ્ટ્રની સાથેસાથે દેશનાં બીજાં રાજ્યો અને ગામોમાં પ્રસરેલી છે. એટલું જ નહીં વિદેશમાં પણ આ મંદિર ઘણું જ ખ્યાતનામ છે. ઘણાં લોકો અને ખાસ મહારાષ્ટ્રના લોકો આ મંદિરને શનિદેવનું જન્મસ્થાન માને છે.શિંગણાપુર મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી અને એક ફૂટ છ ઈંચ પહોળી છે. દેશ-વિદેશથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. અહીં ખાસ એવી માન્યતા છે કે તમારી ઉપર શનિની કાળ દૃષ્ટિ હોય તો ચોક્કસ એક વાર અહીં દર્શન કરવા આવવું જોઇએ,

દર્શનમાત્રથી તમારા ઉપર રહેલી કાળ દૃષ્ટિનો નાશ થશે અને શનિદેવ કૃપા વરસાવશે.શનિ દેવનું આ પ્રાચીન અને ચમત્કારિક મંદિર જૂના ઈન્દૌરસ્થિત છે. આ મંદિર માત્ર ભારતનું જ નહીં પણ દુનિયાનું સૌથી પ્રાચીન શનિ મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં ખુદ શનિદેવની પધરામણી સમયાંતરે થતી રહે છે ને તેઓ પોતાના ભક્તોની પીડા દૂર કરે છે. જે પણ ભક્ત આખા વર્ષ દરમિયાન અહીં પોતાની તકલીફ જણાવી ગયા હોય તે સર્વેની પીડા દૂર થાય છે.

શનિચરા મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે એન્તી હામમાં શનિદેવનું મંદિર આવેલું છે. આ ત્રેતાયુગમાં અહીં રહેલી શનિદેવની પ્રતિષ્ઠિત પ્રતિમાનું ઘણું મહત્ત્વ છે. આ મૂર્તિ વિશે એવું માનવામાં આવે છે કે આકાશમાંથી એક ઉલ્કા તૂટીને નીચે પડી હતી તેમાંથી આ મૂર્તિ બની છે.આ વિશે જ્યોતિષીઓ અને ખગોળવિદ્ માને છે કે શનિ પર્વત પર નિર્જન વનમાં સ્થાપિત હોવાને કારણે આ સ્થાન વિશેષ રૂપે પ્રભાવશાળી છે.

એવી માન્યતા છે કે હનુમાનજીએ શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરાવડાવીને તેમને મુરૈના પર્વતો ઉપર વિશ્રામ લેવા માટે બેસાડયા હતા, તે પછી આ મંદિર બન્યું છે. અહીં મંદિરની બહાર હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત છે.શનિ દેવનું આ મંદિર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં આવેલું છે. આ મંદિર શનિ ધામના રૂપમાં વિખ્યાત છે. પ્રતાપગઢ જિલ્લાના વિશ્વનાથગંજ બજારથી બે કિલોમીટર દૂર કુશફરાના જંગલમાં આ મંદિર આવેલું છે.

ભગવાન શનિનું આ પૌરાણિક મંદિર દેશભરના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર માટે એવી માન્યતા છે કે આ એવું સ્થાન છે જ્યાં આવીને ભક્ત ભગવાન શનિની કૃપા મેળવવાને પાત્ર બની જાય છે. અહીં દર શનિવારે શનિ ભગવાનને ૫૬ પ્રકારનાં વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે.શનિ તીર્થ આ મંદિર દિલ્હીના મહરોલીસ્થિત છે. અહીં શનિ દેવની સૌથી મોટી મૂર્તિ વિદ્યમાન છે.

આ મૂર્તિ અષ્ટ ધાતુમાંથી બનેલી છે. અહીં આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરે દર વર્ષે લાખો લોકો દર્શન કરવા જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં ફરી શનિદેવના આશીર્વાદ લેવા આવે છે.શનિ દેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં ઘણાં ઉપાય દર્શાવવામાં આવ્યા છે. આમ તો જ્યોતિષીઓ દરેક મનુષ્યની કુંડળી જોઇને તેને તપાસીને તેમણે કયા ઉપાય કરવા જોઇએ તે જણાવતા હોય છે, પણ શનિદેવને પ્રસન્ન કરવાના સર્વસામાન્ય ઉપાયોમાં કાળા તલ, તેલ, કાળાં વસ્ત્રો, કાળા અડદ આટલી વસ્તુઓનો ખાસ સમાવેશ થાય છે. આ તમામ વસ્તુ શનિદેવને અત્યંત પ્રિય છે.

About bhai bhai

Check Also

મંગળ દેવનું છે અહીં મંદિર,જુઓ અંદરની તસવીરો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *