Breaking News

શિયાળામાં કરો કરો ખારેક વાળા દૂધ નું સેવન,મળશે આ જબરદસ્ત ફાયદા,જરૂર જાણી લો..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ શિયાળામા જો ખારેક ખાવામા આવે તો ગજબ ના ફાયદા થાય છે તે કેલ્શિયમ, ફાઇબર, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી સમૃદ્ધ છે. શિયાળામાં તેનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. જો તેને ગરમ દૂધ સાથે લેવામાં આવે છે, તો તેના ફાયદા વધારે પણ વધી જાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં માત્ર શક્તિ આવે છે, સાથે સાથે ડાયાબિટીસમાં પણ ખારેક ખૂબ ફાયદાકારક છે. આવો, અમને શિયાળામાં ખારેક વાળું દૂધ પીવાના ફાયદાઓ વિષે જણાવીએ.

આમ તો આદર્શ રીતે ખારેકનો સમય ઑગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધીનો ગણાય, પરંતુ આજકાલ કુદરત બદલાતી ચાલી છે અને ક્યારે શેનો પાક આવવા લાગે એ કહેવું અઘરું છે. એમાં પણ મુંબઈ જેવા શહેરમાં જ્યાં દરેક ફળ બારેમાસ મળવા લાગ્યાં છે ત્યાં ખારેક ઑગસ્ટને બદલે જૂન-જુલાઈમાં જ મળવા લાગે એમાં નવાઈ શી? ખારેક ઉગાડવી ખૂબ જ અઘરું કામ છે. ખૂબ જ મહેનત અને વર્ષોનો અનુભવ હોય એ લોકો જ ખારેક ઉગાડી શકે છે અને મનગમતો પાક લઈ શકે છે.

મિત્રો મહત્વની વાત એ છે કે ખારેકની સીઝન આવી ગઈ છે અને સીઝનમાં આ ફળનો જેટલો ફાયદો લઈ શકાય એટલો દરેક વ્યક્તિએ ચોક્કસ લેવો જોઈએ. એના વિચિત્ર સ્વાદને લીધે અને ખાસ વધુ માત્રામાં ન મળતી હોવાને કારણે ખારેક ખૂબ પ્રચલિત ફળ નથી, પરંતુ ગુજરાતને કુદરતની દેન છે. કચ્છની ખારેક દેશ-વિદેશમાં અત્યંત પ્રસિદ્ધ છે ત્યારે ગુજરાતીઓ માટે ખારેક નવું ફળ ન હોય શકે. જે લોકોએ ખાસ ખાધી ન હોય અને જેમને એનો ટેસ્ટ ઓછો પસંદ હોય તેમણે પણ એનો ટેસ્ટ ડેવલપ કરીને ચોમાસાની આ સીઝનમાં ચોક્કસ ખાવી જ જોઈએ. એવું શા માટે તો જાણીએ આજે ખારેક ખાવાના ફાયદા વિશે

મિત્રો તમને જણાવી દઇએ કે ખારેકમાંથી વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને વિટામિન-B કૉમ્પ્લેક્સ મળી આવે છે. કોઈ પણ એક ફળમાંથી આટલી બહોળી માત્રામાં વિટામિન્સ ભાગ્યે જ મળી શકે. ચોમાસામાં જાત-જાતનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સમયે હેલ્ધી રહેવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી ની જરૂર રહે છે. રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવવા ખારેક અત્યંત ઉપયોગી છે.

એમ જણાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન કહે છે ખારેકમાં ઘણી વધુ માત્રામાં વિટામિન-C રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે જેને લીધે ચોમાસમાં થતાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસથી બચવામાં મદદ મળે છે. આ સિવાય વિટામિન-A અને ચ્ને કારણે આંખ, સ્કિન અને વાળ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. B-કૉમ્પ્લેક્સ વિટામિન મગજનાં કાર્યો માટે, મેમરી અને એકાગ્રતા માટે ઉપયોગી છે.’

મિત્રો ખારેક ખાવાથી શક્તિ આવે એવું આપણા વડીલો કહેતા એનું કારણ છે એમાં રહેલાં મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો. શાકાહારી ખોરાકમાં જે ભાગ્યે જ મળી રહે છે એવું આયર્ન ખારેકમાં ભરપૂર માત્રામાં છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જેના શરીરમાં લોહીની ઊણપ હોય, હીમોગ્લોબિન ઓછું હોય, એનીમિયા હોય તેમણે ખારેક ચોક્કસ ખાવી જોઈએ. એમાં રહેલું આયર્નનું સ્વરૂપ એવું છે કે શરીરમાં જાય ત્યારે શરીરને પૂરેપૂરું મળે છે.

જેને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતાં હોય તેમણે ખારેક ખાવી જ જોઈએ. આયર્ન સિવાય ઝિન્ક, ફૉસ્ફરસ, કૉપર, સેલેનિયમ, પોટૅશિયમ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે જે નસોની હેલ્થ માટે ટૉનિક ગણી શકાય. ખાસ કરીને સ્ત્રીઓને તેમના માસિક દરમ્યાન એ લોહીની કમીને પૂરી કરે છે. જેમનું માસિક અનિયમિત હોય એવી છોકરીઓને પણ ખારેક ખાવાથી ફાયદો થઈ શકે છે.’

મોટા ભાગે લોકો સૂકી ખારેકને દૂધમાં ઉકાળીને પીતા હોય છે. ખાસ કરીને બાળકોના મગજના વિકાસ માટે નાનપણમાં, લગ્ન પછી દંપતીને તેમનું લગ્નજીવન સુખમય રહે એ માટે અને દુર્બળ વ્યક્તિઓને તાકાત માટે ખારેકનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે. સૂકી ખારેક બારેમાસ લઈ શકાય છે, કારણ કે એ ખારેકનું સૂકું સ્વરૂપ એટલે કે ડ્રાય ફ્રૂટ ગણાય છે, પરંતુ એનું લીલું સ્વરૂપ એક ફ્રૂટ તરીકે ફક્ત સીઝનમાં જ ખાઈ શકાય છે. આમ તો બન્ને ખારેક વચ્ચે ખાસ ભેદ નથી.

જે લીલી ખારેકના ફાયદા છે એ જ સૂકી ખારેકના હોય છે, પરંતુ અમુક મહત્વના ફેરફાર વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેના હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સૂકી ખારેકમાં વિટામિન-C અને વિટામિન-B૧૨ની ઊણપ વર્તાય છે. વળી એ સૂકી થઈ જવાને લીધે એમાં રહેલું પાણીનું પ્રમાણ પણ જતું રહે છે જે લીલી ખારેકમાં હોય છે, પરંતુ જો કોઈને કબજિયાત માટે ખાવી હોય તો સૂકી ખારેક વધુ ઉપયોગી થઈ શકે, કારણ કે એમાં ફાઇબર્સ વધુ માત્રામાં હોય છે.

આ બન્નેના બીજા મહત્વના ભેદ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સૂકી ખારેકમાં વધુ કૅલરી હોય છે. જે લોકો વેઇટલૉસ માટે પ્રયત્ïન કરતા હોય તેઓ સૂકી ખારેક ખાઈ શકતા નથી, પરંતુ ફળ તરીકે એમાં જેટલી કૅલરી હોય છે એ કૅલરી હેલ્ધી ગણી શકાય જે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે. આમ પણ ખારેક એક હેવી ફળ છે જેથી દિવસમાં ફ્રેશ હોય તો પણ ૪-૫ ખારેકથી વધુ ખારેક ખાઈ શકાય નહીં. ફ્રેશ ખારેકમાં કૅલ્શિયમ વધુ માત્રામાં નથી હોતું. વળી ફ્રેશ ખારેકમાં સૉલ્યુબલ ફાઇબર્સ હોય છે અને ડ્રાય ખારેકમાં અનસૉલ્યુબલ ફાઇબર્સ, જેને લીધે સરખામણી કરીએ તો ફ્રેશ ખારેકમાં રહેલાં પોષક તત્વો શરીરને સરળતાથી મળે છે.’

કબજિયાત : જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય તો તેમને ખારેક ઘણી મદદ કરે છે. ખાસ કરીને બાળકોને પણ એ આપી શકાય છે. દવાઓ કે બીજી કોઈ પદ્ધતિ કરતાં ખારેકથી સરળતાથી આ તકલીફ દૂર થઈ શકે છે.

શરદી : જેમને અવારનવાર શરદી થઈ જતી હોય, વારંવાર માંદા પડતા હોય એવા લોકોએ ખારેક ખાવી જોઈએ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય અને શરદી વારંવાર ન રહે.કૉલેસ્ટરોલ : ખારેક કૉલેસ્ટરોલની માત્રાને શરીરમાં નિયંત્રણમાં રાખે છે, જેને લીધે હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘટી જાય છે.

વેઇટલૉસ : ખારેક ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ નથી લાગતી. ખાલી પેટે, સાંજના સમયે નાસ્તામાં ચાર ખારેક ખાઈ લેવાથી ડિનરમાં વધુ ભૂખ નથી લાગતી અને વ્યક્તિ હળવું ડિનર લઈ શકે છે.

આ સિવાય ખારેક ડાયાબિટીઝ, ઉધરસ, નબળાઈ, ટીબી, શુક્રાણુની કમી, દાંતમાં દુખાવો, એનીમિયામાં પણ ઉપયોગી થાય છે અસ્થમામાં રાહત.2-4 ખારેક લો અને તેને રોજ દૂધમાં ઉકાળો અને ત્યારબાદ દૂધમાં ઉકળેલી ખારેક બહાર કાઢીને તેને ખાઈ લો અને પછી તે જ દૂધ પીવો. તે દમમાં રાહત આપે છે. ખારેકની તાસીર ગરમ હોવાથી ફેફસાં અને હૃદય માટે ફાયદાકારક છે.

પેશાબની સમસ્યા દૂર છે.જો તમને વારંવાર પેશાબની તકલીફ રહેતી હોય તો 300 ગ્રામ દૂધમાં બે ખારેક ઉકાળો અને પછી ખારેક ખાધા પછી દૂધ પીવો. રાત્રે સૂતા પહેલા આવું કરો. આના દ્વારા વારંવાર પેશાબની તકલીફ દૂર કરી શકાય છે. સૂવાના સમયે મોટાભાગના બાળકો પથારીમાં પેશાબ કરે છે, તેથી ખારેકના દૂધનું સેવન તેમના માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે.પેઢાંમાંથી રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.ઘણા લોકોને પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે, તે કિસ્સામાં તેઓએ ખારેકનું દૂધ લેવું જોઈએ. દરરોજ સવારે અને સાંજે તેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …