Breaking News

શિયાળામાં સુંદર દેખાવા માટે આ 5 વસ્તુને ના લગાવો ચહેરા પર,નહીં તો ચહેરો પડી જશે કાળો..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શિયાળાની ઋતુએ જૉર પકડ્યું છે અન્વ ઘણા લોકો શિયાળાની આ ઠંડીથી બચવા માટે ઘણી મોશ્ચચરાઇઝ ક્રીમનો ઉપયોગ કરે છે જેમાથી તેમની ત્વચા સ્મુધ અને મુલાયમ રહે છે પરંતુ શુ તમે જાણો છો કે શિયાળામા અમુક ખાસ વસ્તુઓ નો ઉપયોગ ટાળવો જોઇએ.

દરેક છોકરી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ તરીકા પણ અજમાવે છે. ચેહરા પર કોઈ પણ રીતના પ્રોડકટસ ઉપયોગ કરતા પહેલા મૌસમ વિશે જાણકારી હોવી પણ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શરદીના મૌસમમાં સ્કિન પ્રાબ્લેમને ઓછું કરવાની જગ્યા વધારી નાખે છે. જેનાથી નિખાર આવવાની જગ્યા ચેહરો ઘઉવર્ણ થઈ જાય છે. તમે પણ ઘરેલૂ ફેસપેકના ઉપયોગ કરો છો તો પહેલા જાણી લો કે શિયાળામા મૌસમમાં કઈ વસ્તુઓ વધારી શકે છે તમારી ત્વચાની શુષ્કતા અને ખત્મ કરી શકે છે ત્વચાનો કુદરતી નિખાર

શિયાળો શરૂ થતાં જ ત્વચા શુષ્ક થઈને તરડાવા લાગે છે. ગુલાબી ઠંડીની મોજ માણતી માનુનીઓને પણ શિયાળો ત્વચાનો શત્રુ લાગે છે. પણ ત્વચા નિષ્ણાતો કહે છે કે આ દુશ્મનથી ગભરાવા જેવું નથી. તેનો સામનો કરવા નાના નાના આયુધો સજાવી લો તો જીત તમારી જ થશે. સૌથી પહેલાં તો ગમે તેટલી ઠંડી હોય તોય ચહેરા પર ગરમ પાણી ન નાખવું. તેનાથી ત્વચા પરનું મોઈશ્ચરાઈઝર નાશ પામે છે અને ચામડી ઝડપથી સુકાઈ જાય છે.

હા, તમે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ શકો છો. મોટા ભાગના લોકોને સ્નાન કર્યા પછી શરીર ટુવાલ વડે ઘસી ઘસીને લૂછવાની ટેવ હોય છે. પણ શિયાળામાં આવી ભૂલ બિલકુલ ન કરો. દેહને ટુવાલ વડે હળવે હાથે થપથપાવીને લૂછવાથી ત્વચા પરની ભીનાશ જળવાઈ રહે છે. ચામડી પરની ભીનાશ જાળવી રાખવાનો સસ્તો અને સરળ ઇલાજ એટલે બનાના માસ્ક. આ ઋતુમાં એક પાકેલા કેળાને સારી રીતે છુંદીને ચહેરા પર લગાવી દો.

૧૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ નુસખાથી ત્વચા સુંવાળી બનશે અને ચામડી પર પડતી કરચલીની પ્રક્રિયા ધીમી થશે. તમે સ્નાન કરવા કે ચહેરો ધોવા જે સાબુ, બોડીવૉશ કે ફેસવૉશનો ઉપયોગ કરતાં હો તેમાં હાનિકારક રસાયણો ન હોય તેની કાળજી રાખો. પ્રાકૃતિક સામગ્રી અથવા ગ્લિસરીન અને પેટ્રોલિયમ જેવા તત્ત્વો ધરાવતા બોડીવૉશનો ઉપયોગ કરો. તમે બાથ ઓઈલ કે ઑટમિલ સ્ક્રબનો શુષ્ક ત્વચા પર ઉપયોગ કરી શકો છો.

શિયાળામાં ત્વચાને બાળકની ચામડી જેવી મુલાયમ રાખવા તમારા શરીર પર બેબી ઓઈલ લગાવો, તેવી જ રીતે મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકાય. એક નાના ટીસ્પૂન ઓલિવ ઓઇલમાં બે ટીપાં એરંડિયું નાખીને ચહેરા પર લગાવો. ત્યાર બાદ એક નેપકીનને હુંફાળા પાણીમાં બોળીને તેના વડે આખો ચહેરો ઢાંકી દો. નેપકીન ઠંડુ થાય ત્યાં સુધી તેને ચહેરા પર મૂકી રાખો. પછી ચહેરાને કોટન વડે લૂછી નાખો. તમારી ચામડી એકદમ નરમ-મુલાયમ લાગશે. ત્વચાને ભીનાશ બક્ષવામાં મધ પણ ચમત્કાર કરે છે.

Young woman looking at mirror in bathroom and pampering her face

ચહેરા પર મધ લગાવીને ૧૦ મિનિટ મૂકી રાખો. ત્યાર બાદ મોઢુ ધોઈ લો. મોઢા પરની સુકી ત્વચાને દૂર કરવા મીઠાનો પ્રયોગ કરો. ચહેરો ભીનો કરી તેના ઉપર નમક વડે હળવે હાથે મસાજ કરો. શુષ્ક ત્વચા દૂર થઈ જશે ચહેરો મુલાયમ લાગશે. અડધા કપ દૂધમાં રાતભર પાંચ બદામ પલાળી રાખો. સવારના તેને પીસીને પેસ્ટ બનાવી ફ્રીઝમાં મૂકી દો. રાત્રે સુતી વખતે ચહેરા પર હળવે હાથે લગાડો. સવારના ઊઠીને તમારી ત્વચા પર થયેલો ચમત્કાર નજરે નિહાળો.

શિયાળામાં ત્વચા નિસ્તેજ અને શુષ્ક દેખાય છે. જો આપણે ઉનાળામાં ચહેરાની સંભાળ ન રાખીએ તો ચેહરો સૂકો નથી પડતો પરંતુ શિયાળામાં આપણે ત્વચાની અવગણના કરી શકતા નથી. તેને સ્વસ્થ રાખવા માટે આપણે ચહેરાની સારી કાળજી લેવી પડશે નહીં તો તે કાળો થવા લાગે છે. ચહેરા પર શું લગાવવું તે આપણે જાણીએ છીએ, પરંતુ ચહેરા પર શું ના લગાવવું તે આપણે જાણતા નથી. જાણો, શિયાળામાં ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવાથી તે કાળો પડી જાય છે.

સાબુ.શિયાળામાં પણ ચહેરા પર સાબુ ન લગાવો. જ્યારે ઠંડા પવનનો સ્પર્શ ચહેરા પર પડે છે, ત્યારે ચહેરો સુકાઈ જાય છે. સાબુનો પીએચ પહેલાથી વધારે છે. આવી સ્થિતિમાં જો તમે ચહેરા પર સાબુ લગાવશો તો ચહેરાની ત્વચા ખેંચાતી લાગશે અને ત્વચાનો રંગ પણ કાળો પડશે. હળવો ફેસ વોશ લગાવવો.

સ્ક્રબ.શિયાળામાં ચહેરા પર સ્ક્રબ લગાવતા પહેલા ધ્યાન રાખો કે શિયાળામાં ત્વચા બદલાઈ જાય છે, તે ઉનાળા જેવી તૈલીય નથી હોતી. સ્ક્રબ લગાવવાથી ત્વચા કાળી પડી શકે છે. જો તમને વધારે પડતી ડેડ સ્કિન દેખાય છે, તો પછી ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરો, તે પણ મહિનામાં માત્ર બે વાર.

સરકો/વિનેગાર.શિયાળામાં, ચહેરા પર કંઈ પણ લગાવતા પહેલા એ ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિનેગાર તો નથી ને? વિનેગાર ત્વચામાં હાજર તેલને દૂર કરે છે. ત્વચા નિસ્તેજ બને છે. જો આવી ત્વચા પર હવા લાગે, તો તે કાળી પાડવા લાગે છે.લીંબૂ -ફેસપેકમાં લીંબૂ વધારે ઉપયોગ કરી શકાય છે પણ લીંબૂમાં સિટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેને ચેહરા પર લગાવવાથી ડ્રાયનેસ વધી શકે છે. જેનાથી શિયાળામાં ત્વચાનો કુદરતી નિખાર ખોઈ જાય છે અને ઘઉંવર્ણ વધવું શરૂ થઈ જાય છે.

બેકિંગ સોડા.બેકિંગ સોડ ઉનાડાની જગ્યા શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવું નુકશાનદાયક થઈ શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડતા શરૂ થઈ જાય છે. જેનાથી ઘઉંવર્ણ વધવા લાગે છે.ફુદિના.ફુદીનાના ઉપયોગ શિયાળામાં નહી કરવું જોઈએ. તેનીથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ ખૂબ હોય છે. જે ચેહરાની ભેજને ચોરાવી લે છે.

સંતરા.શિયાળામાં સંતરા ખાવાથી બહુ ઘણા ફાયદા હોય છે. પણ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવું કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચામાં શુષ્કી પિદા કરે છે અને ડાર્કનેસનો કારણ બને છે.

About bhai bhai

Check Also

માસિક સમયે તમારા પાર્ટનરનું રાખો આવું ધ્યાન..જાણી લો આ ખાસ વાત

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …