Breaking News

શિયાળામાં સુંઠ નું સેવન કરવાથી થાય છે આ ગજબ ના ફાયદા,તમારી આ 10 બીમારીઓ રહશે દૂર…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.મિત્રો લગભગ દરેક વ્યક્તિ સૂંઠથી તો પરિચિત હોય જ છે, તો 2-3 ચપટી જેટલું સુંઠનું ચુર્ણ 2 ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ 2-3 અઠવાડીયાં લેવામાં આવે તો વાયુ, કફ અને મળબંધ મટાળી શકે છે.

અલબત ઉલટી, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, શ્વાસ અને પેટનો વાયુ માટે પણ આશીર્વાદ રૂપ છે.શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. સૂંઠ રુચિકારક, આમવાતનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, મળસારક, વમન, શ્વાસ, શૂળ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. આમ સૂંઠને આયુર્વેદમાં વિશ્વભેષજ નામ અપાયું છે.

Ginger root, slices, and powder with knife in background.

તો જોઈએ આપણે સૂંઠથી કયા કયા લાભ મેળવી શકીએ છીએ.જો કોઈને હાડકાના સાંધાઓની તકલીફ હોય તો સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.મિત્રો મીઠું અને સુંઠ ને ઉકાળી ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. જેમ કે ઉંઘ નીયમીત આવી જશે. શરદી, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં મીઠું અને સુંઠનું મિક્સ કરેલું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ આસાનીથી થાય છે.

જો પેટમાં આફરો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, અરુચિ જેવું રહેતું હોય, મળપ્રવૃત્તિ નિયમિત ન થતી હોય, તો સૂંઠનો ઉપયોગ હિતાવહ છે. આંતરડાની અંદરની દીવાલને ચોંટેલા કફાદિ દોષોને અને મળને સૂંઠ ઉખાડી નાંખે છે. પરિણામે આંતરડાના અંદરના પાંચનછિદ્રો ખુલ્લાં થાય છે. પાચનદ્રવ્યોના સૂક્ષ્મકણોનું શોષણ થાય છે અને સમગ્ર પાચનતંત્ર તેના કાર્યમાં ઉત્તેજીત થાય છે.

એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે ચમચી ગોળ ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. 15 ગ્રામ સૂંઠનું ચૂર્ણ 15 ગ્રામ મેથીનું ચૂર્ણ ત્રણથી ચાર ચમચી ગળોના રસ સાથે લેવાથી સંધિવા મટે છે.એક નાની ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી જેટલો ગોળ અને એકાદ ચમચી ઘી મીશ્ર કરી નાની નાની ગોળીઓ બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે લેવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ જાગે છે અને કફ છુટો પડે છે.

સુંઠને ગોળ સાથે ભેળવીને ખાવાથી કે પાણી સાથે ફાકવાથી શરીર એકદમ ઠંડુ થઈ જાય છે, આ ઉપરાંત અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો લાભ થાય છે.જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ 10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ. સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે.

સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું. સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી પણ દૂર થાય છે.રોજ સવારે એકાદ ચમચી સુંઠનું ચુર્ણ બનાવી એક નાની ચમચી ગોળ અને એક બે ચમચી ગાયનું ઘી મેળવીને ગોળીઓ બનાવી લેવાથી થોડા દીવસોમાં અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની તકલીફો મટી જાય છે.શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો માટે આદુના રસમાં પાણી અને જરુર પુરતી સાકર નાખી પાક કરવો ત્યાર બાદ તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની નાની બોટલમાં ભરી રાખો અને આ પાક અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ લો.

 

નાની અડધી ચમચી સુંઠ માં બે ચમચી મધ નાખી સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે.

સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન ગરમી ની તુલનામાં ઠંડીમાં વધુ કરવામાં આવે છે. સૂંઠ નો વપરાશ પણ આ પ્રકારના ઘરેલુ દવાઓ બનાવવામાં અથવા તો ભોજનમાં સ્વાદ માટે કરવામાં આવે છે.આદુ તો તમે બધા જાણતા જ હશો અને સૂંઠ આદુ નો જ રૂપ હોય છે એટલે કે સુકાયેલી આદુ જેને સૂંઠ નામથી ઓળખવામાં આવે છે. સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેમનું સેવન ગરમી ની જગ્યાએ ઠંડીમાં વધુ કરવામાં આવે છે.

સૂંઠ નો વપરાશ ઘણા પ્રકારના ઘરેલુ દવા અથવા તો ભોજનમાં અલગ-અલગ સ્વાદ માટે કરવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ મોટાભાગે ઘરેલૂ દવા અથવા ખાવામાં કરવામાં આવે છે. આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજની ઉપમા આપવામાં આવી છે. આપણે ત્યાં બે બળવાનો વચ્ચે લડાઈ થાય ત્યારે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે? તેવો પડકાર ફેંકવામાં આવે છે. પણ કોની માએ વિટામીનની ગોળીઓ ખાધી છે? તેવો પડકાર ક્યારેય ફેંકવામાં આવતો નથી.

તેનું કારણ એ છે કે જે સ્ત્રી સૂવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે.ચરકસંહિતામાં લખ્યું છે કે સૂંઠ રૂચિ કરનાર, દીપન અને મૈથુનશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. ભાવપ્રકાશમાં લખ્યું છે કે સૂંઠ આમ વાત સાંધાના દુ:ખાવા ને મટાડે છે. સુશ્રુતસંહિતામાં લખ્યું છે કે સૂંઠ કફ તથા વાયુને હરનાર, વીર્યને વધારનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી છે. વૈદ્યરાજ પ્રભાશંકર બાપાના કહેવા મુજબ સૂંઠ, ગળો, આમળાં અને હરડે એ આયુર્વેદનાં ચાર અમૃતો છે.આમ આવા ઘણા ફાયદા છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો રસોડામાં રહેલી આ વસ્તુઓ ક્યારેય ખરાબ નહિ થતી….

જો તમે આ થોડા ખોરાકને તમારા રસોડામાં યોગ્ય રીતે રાખો છો, તો તે કાયમ માટે …