Breaking News

શું તમને ખબર છે શરીરના કયા ભાગમાં હોય છે સૌથી વધુ બેક્ટેરિયા અને ગંદકી, બીમારીઓથી બચવું હોય તો આ ઉપાય અવશ્ય કરી લેજો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારે પર મોઢાની સફાઈની વાત આવે ત્યારે મોટાભાગના લોકો દાંતની સફાઈ પર ધ્યાન આપે છે પણ મોંની અંદરનો જરૂરી ભાગ જીભ પર બહુ ઓછાં લોકો ધ્યાન આપે છે. જીભ પર ધ્યાન ન આપવાને કારણે ઘણી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

આ સિવાય શ્વાસમાં દુર્ગંધની સમસ્યા પણ જોવા મળે છે. એવામાં નિયમિત રીતે જીભને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને કેટલાક એવા સરળ ઉપાયો જણાવીશું, જેનાથી તમારી જીભ એકદમ સાફ રહેશે અને તેમાં રહેલાં જર્મ્સ પણ દૂર થઈ જશે.

ટૂથબ્રશ.આપણે દાંત સાફ કરવા માટે રોજ બ્રશ કરતા હોઈએ છે. પણ શું તમે જાણો છો કે હવે બજારમાં એવા બ્રશ પણ ઉપલબ્ધ હોય છે જેમાં પાછળની સાઈડથી ટંગ ક્લિન કરી શકાય છે. એટલે કે તમારા બ્રશમાં જ ટંગ ક્લિનર પણ હોય છે. જો તમે અત્યાર સુધી ધ્યાન ન આપ્યું હોય તો હવે બ્રશ ખરીદવા જાઓ તો એવું જ બ્રશ ખરીદજો. રોજ બ્રશ કર્યા બાદ બ્રશની પાછળની સાઈડથી ટંગ પણ બરાબર ક્લિન કરી લેવી.

હળદર.જીભ સાફ કરવા માટે હળદરનો આ ઉપાય પણ ખૂબ જ કારગર છે. તેના માટે એક ચમચી હળદર લઈને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી તેને જીભ પર લગાવી હળવા હાથે મસાજ કરો. આનાથી બધાં બેક્ટેરિયા ખતમ થઈ જશે અને બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.

ટંગ ક્લિનર.જીભ સાફ કરવા માટે બજારમાં અલગ અલગ પ્રકારના ટંગ ક્લિન અવેલેબલ હોય છે. જેનાથી સરળતાથી ટંગ ક્લિન કરી શકાય છે અને જર્મ્સને દૂર કરી શકાય છે. રોજ સવારે બ્રશ કર્યા પહેલાં ટંગ ક્લિનરથી ટંગ ક્લિન કરી લેવી. મીઠું.જીભ સાફ કરવા માટે મીઠું પણ ખૂબ જ ઉપયોગી છે. જીભ પર મીઠું રાખીને બ્રશના પાછળના ભાગથી જીભ પર હળવા હાથે ઘસો. આનાથી જીભ પર જામેલી ગંદકી દૂર થઈ જશે અને જીભ પરના બેક્ટેરિયા દૂર થઈ જશે. પછી સાદાં પાણીના કોગળા કરી લો.

જીભ પર જમા થયેલ આ ફંગસ મોઢાની દુર્ગંધ નું પણ કારણ બને છે. મોટાભાગે ફંગસ એ લોકોને થાય છે જે વધારે પડતું ગળ્યું ખાય છે. અમુક લોકોમાં એન્ટિબાયોટિક દવાઓનું વધારે પડતા સેવનના કારણે પણ જીભ પર સફેદ પડ જમા થવાની સમસ્યા થઈ જાય છે. ઓરલ થ્રસની સમસ્યા મોટાભાગે નાના બાળકો અને નવજાત શિશુમાં મળી આવે છે. જીભ પર જમા થયેલ આ સફેદ પડને હટાવવા માટે તમે અમુક ઘરેલુ ઉપાયો કરી શકો છો.

મીઠાંના પાણીથી કોગળા કરો.મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, એટલા માટે તે બેક્ટેરિયા અને ફંગલ હટાવવામાં મદદ કરે છે. જો તમારી જીભ પર ઓરલ થ્રસ એટલે કે સફેદ કલરનું પડ જમા થઈ ગયું છે તો મીઠાંના પાણીથી કોગળા કરવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે એક હૂંફાળા પાણીમાં ૧/૪ ચમચી મીઠું નાખીને તેને મોઢામાં થોડા સમય માટે રાખીને પછી કોગળા કરી લો. તેનાથી તમારી જીભનો દુખાવો પણ ઓછો થશે અને સફેદ પડ પણ બે-ત્રણ દિવસમાં સાફ થઇ જશે.

બેકિંગ સોડાનો પ્રયોગ.મોઢાનું પીએચ લેવલ ઓછું થઈ જવાને કારણે પણ જીભ પર સફેદ કલરનું પડ જમા થવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરો અને તેને મોઢામાં ભરી ને થોડીવાર રાખ્યા બાદ કોગળા કરી લો. નવજાત શિશુ અને બેકિંગ સોડાથી કોગળા ન કરાવવા. તેનો પ્રયોગ એવા બાળકો અથવા યુવાન લોકોએ કરવો જે પાણી ગળી ન જાય.

નારિયેળનું તેલ.નારિયેળનું તેલ એટલે કે કોકોનેટ કોકોનટ ઓઇલ પણ મોઢામાં જમા થયેલ બેક્ટેરિયાને ખતમ કરવામાં કારગર નિવડે છે. તેને સાફ કરવા માટે એક નાની કટોરીમાં થોડું નારિયેળ તેલ લો અને તેમાં મુલાયમ બ્રશ ડુબાડીને ધીમે ધીમે જીભને સાફ કરો. જો ફંગસ વધારે હોય તો બ્રશથી દુખાવો થઇ શકે છે, તો આંગળી ને સારી રીતે સાફ કરીને તેના વડે જીભ પર નાળિયેરનું તેલ લગાવો.

ટી ટ્રી ઓઇલ.ટી ટ્રી ઓઈલમાં પણ એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે ચામડીને દાઝી ગયેલ અથવા કપાઈ ગયેલ હોય તો બહુ જલદી ઠીક કરે છે અને બળતરામાં પણ રાહત અપાવે છે. જીભ પર સફેદ પડ જમા થવા પર એક કપ પાણીમાં આઠથી દસ ટીપા ટી ટ્રી ઓઈલ ઉમેરો અને તે પાણીને મોઢામાં થોડો સમય રાખીને કોગળા કરી લો. તમારી જીભ ત્રણ-ચાર વખત ના પ્રયોગથી જ સાફ થઈ જશે.

ખાંડ ઓછી ખાવી.પોતાના ખોરાકમાં ખાંડનો ઉપયોગ બહુ ઓછો કરવો કારણકે મીઠી વસ્તુઓના સેવનથી યીસ્ટ અથવા બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ સિવાય જો વધારે પડતી સમસ્યા હોય તો પોતાના ડોક્ટરને મળો. આવી સમસ્યામાં ડોક્ટર એન્ટિફંગલ દવાઓ અથવા જેલ આપે છે, જેને ખાવા અથવા લગાવવાથી ઓરલ થ્રસની સમસ્યા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે.

તમારે કેમ તમારી જીભને સાફ રાખવી જોઈએ? હકીકતમાં, તમારા મોં માં કરોડો બેક્ટેરિયા વસે છે. તેમાના કેટલાક બેક્ટેરિયા ખરેખર ફાયદાકારક હોય છે જે બાકીના ખરાબ બેક્ટેરિયા ની સંખ્યાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સામાન્ય રીતે જયારે ખરાબ બેકટેરિયાનું પ્રમાણ વધી જાય અને આપ તેને સાફ ન કરો ત્યારે જ દાંતનો સડો કે પછી પાયોરિયા જેવા પેઢાના રોગો થાય છે.

મૂળમાં સચોટ મૌખિક સફાઈ દ્વારા આપ ખરાબ બેક્ટેરિયાની સંખ્યાને નિયંત્રણમાં રાખી શકો છો એમ કહું તો ચાલે. મોઢામાં એવા ઘણા ખૂણા (જેમ કે બે દાંત વચ્ચેની જગ્યા) હોય છે જ્યાં બ્રશનું જવું મુશ્કેલ છે. જીભની ઉપરની સપાટી ખરબચડી હોવાથી તે બેક્ટેરિયાના વસવાટ અને વૃદ્ધિ માટેનું એક ઉત્તમ સ્થાન છે.

હકીકતમાં, જીભ ઉપર તમારા દાંત કરતા વધુ બેક્ટેરિયા વસે છે. જો આપ જીભ સાફ કરવાનું ચુકી જશો તો આ બેક્ટેરિયા સરળતાથી તમારા દાંત ઉપર જમા થઇ તેને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત મોઢામાંથી વાસ આવવાનું તે મુખ્ય કારણ ગણી શકાય. જી હા, ખરાબ બેક્ટેરિયાનું વધેલું પ્રમાણ મોઢામાંથી આવતી દુર્ગંધનું કારણ છે.

આ સાથે આ બેક્ટેરિયા જીભ ઉપર આવેલી તમારી સ્વાદની ગ્રંથિઓને આવરી લેતી હોવાથી ખોરાક પણ બેસ્વાદ લાગે છે. આમ જીભને સાફ કરવાથી આપ ખોરાકનો સ્વાદ માણી શકશો અને ખરાબ બેક્ટેરિયાને નિયંત્રિત કરી આપ મોઢામાંથી આવતી દુર્ગંધ તથા અન્ય રોગો સામે પણ શ્રેષ્ઠ રક્ષણ મેળવી શકો છો.

જીભને કઈ રીતે સાફ કરવી?.તમે જોશો તો આપના બ્રશની પાછળની બાજુ થોડી બરછટ હશે. તે મુખ્યત્વે જીભની સફાઈ માટે જ રાખવામાં આવે છે. તેના પર થોડી પેસ્ટ લગાવી તેને જીભ ઉપર ઘસો. ધીમે ધીમે હલકા હાથે જીભને સ્ક્રબ કરવાથી તે જરૂરથી સાફ થશે. આ માટે તમે જીભ સાફ કરવાના સ્ક્રેપર્સ (ઓલિયું) પણ ખરીદી શકો છો. આખી જીભને બરાબર સાફ કાર્ય પછી કોગળા કરવાનું ભૂલશો નહીં. ધ્યાન રહે કે તમારે જીભને દબાણપૂર્વક ઘસવાની નથી.

તમારે દિવસમાં તમારી જીભને કેટલી વાર સાફ કરવી જોઈએ?.તમારે જીભને તમારા મૌખિક સફાઈના નિત્યક્રમ મુજબ દરરોજ ઓછામાં ઓછી બે વાર સાફ કરવી જોઈએ. જો બપોરે જમ્યા પછી તમારા મોઢામાંથી વાસ આવતી હોય કે મોઢું સુકાઈ જવાથી તમને એક અસ્પષ્ટ સ્વાદ અનુભવાતો હોય તો આપ ત્રીજી વાર પણ તેને સાફ કરી શકો છો. તેના કરતા વધુ વખત અકારણ જીભને સાફ કરવાનો કોઈ ફાયદો થશે નહીં.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …