આ પોસ્ટમાં આપણે જાણીશું સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? કોણ કોણ આ સહાય માટે અરજી કરી શકે? વગેરે વિષે જાણીશું.
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય Smart phone Subsidy
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય આપવા આ યોજના બહાર પાડવામાં આવી. ગુજરાત ના ખેડુતો ઘણા પાસે સ્માર્ટ મોબાઈલ નથી જેથી આ યોજના માં સહાય લઈ સમાર્ટ ફોન ની ખરીદી કરી શકે.
- આ યોજનામાં લાભ મેળવવા માટે સૌ પ્રથમ i-khedut વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.
- ત્યાર બાદ અરજી પ્રીન્ટ કરી સાથે જરૂરી ડો્યુમેન્ટ્સ જોઇન્ટ કરી તેની પર આપેલ સરનામા પર આપવાની રહેશે.
- જે અરજીઓ થઈ હસે તેમાંથી ડ્રો કરી મંજુરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ સ્માર્ટ ફોન ની ખરીદી કરવાની રહેશે.
આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ
આધાકાર્ડબેંક પાસબુક અથવા કેન્સલ ચેકઉતારામોબાઈલ નું GST નંબર વાળું ઓરીજનલ બિલમોબાઈલ નો આઈએમઆઈ નંબર
આ યોજના હેઠળ ખેડૂતોને મળવા પાત્ર સહાય
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા પર સ્માર્ટ ફોન ની કિંમત ના ૧૦% અથવા રૂ.૧૫૦૦/- સુધીની સહાય મળવા પાત્ર છે.
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજનાનો ઉદ્દેશ્ય
સ્માર્ટ ફોન થી ખેડુતો ને ઘણી બધી સગવડો મળી શકે છે જે નિચે મુજબ આપેલ છે :
FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો
Q. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માં અરજી ક્યાંથી કરવાની રહેશે?
A. આ યોજના ની અરજી ઓનલાઈન I-khedut પર કરી શકો છો અથવા તમારા નજીક ના ઓનલાઈન સેન્ટર પર અરજી કરાવી શકો છો.
Q. આ યોજના નો લાભ મેળવવા માટે જરૂરી આધાર પુરાવા શું જોઈએ?
A. (૧)આધાકાર્ડ (૨) બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (૩) ઉતારા (૪)મોબાઈલ નું GST નંબર વાળું ઓરીજનલ બિલ (૫)મોબાઈલ નો આઈએમઆઈ નંબર
Q. આ યોજના હેઠળ કેટલી સહાય મળી શકે?
A. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા પર સ્માર્ટ ફોન ની કિંમત ના ૧૦% અથવા રૂ.૧૫૦૦/- સુધીની સહાય મળવા પાત્ર છે.