Breaking News

સ્તનની સંભાળ માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો,નહીંતો થઈ શકે છે ગંભીર બીમારી…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને સુંદર સ્તન બનાવ માટે ની ટીપ આપવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.સુંદર અને સુડોળ સ્તનથી તમને હોટ અને આકર્ષક લૂક મળી શકે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો વક્ષસ્થળ આકર્ષક હોય પણ સરખી દરકાર ન કરવાને કારણે તે એકદમ ઢીલા પડી જાય છે અને એની સુંદરતા પણ ખોવાઈ જાય છે.

માટે જ તમારા સ્તનની કાળજી એ તમારા રોજિંદી સ્વાસ્થ્ય પધ્ધતિનો એક ફરજિયાત હિસ્સો હોવો જોઈએ અને તેનો અમલ પણ થવો જોઈએ. અહીં અમુક ટિપ્સ આપીએ છીએ જેનાથી તમે તમારા સ્તનની કુદરતી સુંદરતા કેળવી શકો છો.મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. મહિલાઓના સ્તનનોની દેખભાળ અને તેનાથી જોડાયેલી બાબતો પર ખુલીને વાત કરવી જોઈએ.

પરંતુ આપણા દેશમાં ઘણી એવી સંસ્થાઓછે જે બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા વિષયો પર અવરનેસ વધારવાનું કામ કરે છે. પરંતુ મહિલાઓ ઈચ્છે તો ઘરે રહીને જ નાની નાની વાતોનું ધ્યાન રાખીને પોતાના સ્તનોનું ધ્યાન રાખીને બ્રેસ્ટ કેન્સર અને ઈન્ફેક્શન જેવી ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે.આવો આપણે જાણીએ કે તમે તમારા સ્તનોની દેખભાળ કેવી રીતે કરી શકો છો અને તેને સ્વસ્થ કેવી રીતે રાખી શકો છો.કેફેઈન, ચોકલેટ, કોફી, કેફીનેટેડ સોડા, ચા વગેરે તમારા સ્તનની પેશીઓને નુકશાન કરે છે.

આલ્કોહોલ લેવાનુ ટાળો કારણ કે તે તમારા સ્તનના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.તમારો આહાર પણ તમારા સ્તનના સ્વાસ્થ્ય પર અસર કરે છે માટે તમારા ખોરાકમાં ફાઈબર અને પ્રોટિંનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.યોગ્ય સાઈઝની બ્રા પહેરો,તમારા સ્તનોનો આકાર સમય-સમય પર માપણા રહો, કેમકે સ્તનોનો આકાર હંમેશા એક સરખો રહેતો નથી.

સ્તનોનો આકાર ઉંમર, ગર્ભાવસ્થા, મેનોપોઝના કારણે બદલાતો રહે છે. એટલા માટે ક્યારેય પણ ફક્ત અનુમાન લગાવીને તમારી બ્રાની સાઈઝ પસંદ ના કરો. પરંતુ સ્તનોને નિયમિત માપો અને યોગ્ય માપની જ બ્રા પહેરો.ના ટાઈટ ના ઢીલી બ્રા પહેરો,એવી બ્રા પસંદ કરો જેને પહેર્યાં પછી, તમારા સ્તન તમારા મૂવમેન્ટ કરતા સમયે પણ ઉછળે નહી અને બહારની તરફ પણ ના નીકળે. ધ્યાન રાખો કે બ્રા ખૂબ ટાઇટ કે ઢીલી ના હોય. ખોટા આકારની બ્રા પહેરવાથી ત્વચામાં બળતરા થાય છે, શ્વાસ લેવામાં હેરાનગતિ થાય છે.

ખોટા આકારની બ્રા પહેરવાથી સ્તનના ઉત્તક ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જેનાથી સ્તનમાં દુખાવો થાય છે અને તે ઢીલા પડી જાય છે.કસરત પણ તમારા સ્તનને સુડોળ બનાવે છે. રોજે માત્ર 5 મિનીટ કસરત કરો જેમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરો. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્તનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમારા કપ સાઈઝને ફીટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ.તમારા સ્તનને હંમેશા સંકોચાયેલા ન રાખો પછી તમે ઈચ્છો તો લૂઝ બ્રા પહેરો અથવા બિલકુલ ન પહેરો જે તમારા સ્તનની કુદરતી વિકાસ માટે મદદરૂપ લાગે છે.

મેગ્નેશિયમને આહાર સાથે જોડો,તમારા ભોજનમાં ફળો, શાકભાજીને ઉમેરો. મેગ્નેશિયમથી ભરપૂર ભોજન સ્તનોને ફૂલવાથી અને ઢીલા થવાથી બચાવે છે. સોયાબીન, ડાર્ક ચોકલેટ, કોળાના બીજ, દહી, માછલી, કેળાં, બદામ, સ્ટ્રોબેરી, પાલક, નાસ્તામાં અંકુરિત અનાજ, કાજુ વગેરેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે.બ્રેસ્ટ પર પણ લગાવો લોશન,સૂર્યના કિરણોમાં બહાર નીકળતા પહેલાં, કલેવર ની આસપાસના ભાગનમાં સન સ્ક્રીન ક્રીમ જરૂર લગાવો, જે ભાગ સૂર્યની રોશનીના સંર્પકમાં આવે છે.

તેનાથી બ્રેસ્ટ કેન્સર અને સ્ક્રીન કેન્સર થવાનું જોખમ ઓછું તો થાય જ છે. સાથે સાથે સનર્ન ક્લીવેઝની આજુબાજુ જલ્દી કરચલીઓ પણ પડતી નથી.ર્ડોક્ટરને જરૂર બતાવો,જો એક પણ સ્તન પર ફોડકી કે સોજો આવી જાય તો તેને નજરઅંદાજ ના કરો. કે પછી ઘરે પોતે તપાસ કરો કે તરત કોઈ ર્ડોક્ટરની સલાહ લો.સ્પોટ્સ બ્રા જરૂર પહેરો,વ્યાયામ કરતા સમયે સ્પોર્ટ્સ બ્રા પહેરો, કેમકે વ્યાયામ કરતા સમયે તમે જેમ-જેમ મૂવમેન્ટ કરો છો, તમારા સ્તન પણ એવી રીતે જ મૂવમેન્ટ કરે છે. એટલા માટે યોગ્ય સર્પોટ વગર વ્યાયામ કરવાથી સ્તોનમાં દુખાવો થઇ શકે છે.

સાથે જ સ્તનોની ત્વચા ઢીલી પડી શકે છે. અને જો તમારા સ્તનોનો આકાર મોટો છે, તો આ નાની વાતને નજરઅંદાજ કરવી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે.સારી બ્રેસિયર પહેરવી અને સ્તનની સંભાળ સ્વપરીક્ષણ દ્વારા રાખવી એના કરતાં પણ સ્તનના સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવાની જરૂરત છે. સ્ત્રીઓના ઉરપ્રદેશ ઉપર પુરુષો જેટલું ધ્યાન આપતાં હશે, સ્ત્રીઓ ભાગ્યે જ તેટલું ધ્યાન આપે છે. અહીં રજૂ કરેલી કેટલીક વિગતો સ્તન વિશેની ખોટી માન્યતાઓ દૂર કરે છે.

સ્તન ભરાવદાર બને છે,વીસેક વર્ષની આસપાસની યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.તેથી બ્રાની સાઇઝ વધારે મોટી લેવાને બદલે જો તમે એજ જૂના નંબરની બ્રા પહેરશો તો તેની વધારાની ચરબી આજુબાજુથી નીકળીને વધુ નીચેના ભાગ તરફ જશે.

અંડરવાયર ધરાવતી બ્રા પહેરવાથી થોડો ફાયદો મળે પણ ઉંમરને કારણે સ્તનનું ઘટતું સૌંદર્ય જાળવી શકાતું નથી.સ્તનનું વજન તમારી કલ્પના કરતાં ઓછું હોય છે,કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. એ-કપથી સ્તનનો પા ભાગનો, બી કપથી અડધા ભાગનો, સી કપથી પોણા ભાગનો અને ડી-કપથી લગભગ પૂરો સ્તનનો ગોળાકાર ભાગ ઢંકાઇ શકે છે.

સ્તનની ચામડી પાતળી હોય છે,તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે. જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે.તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે. તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે.

કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.સ્તન પર વાળ હોઇ શકે છે,લગભગ દરેક સ્ત્રીઓમાં ડીંટડીની આસપાસ રૂંવાટી હોય જ છે. બેથી ૧૫ જેટલા કાળા, સીધા વાળા સમયાંતરે ઊગે તે તદ્દન સ્વાભાવિક છે. સાદો નિયમ એ છે કે તમારી ત્વચાનો રંગ જેટલો વધુ હશે કે તમારા માથાના વાળ જેટલા ઘેરા રંગના હશે, તેટલા નીપલની આસપાસના વાળ ઘેરા હોવાની શક્યતા વધુ હોય છે.

જો તમને એની ચિંતા થતી હોય તો વેક્સિંગથી દૂર કરી શકાય. પણ આ વાળ બહુ જ ઓછા પ્રમાણમાં હોય તો ચીપીયા વડે ખેંચી નાખવા સરળ રહે છે. તે માટે નીપલની આસપાસ આલ્કોહોલ લગાડી વાળ ખેંચી નાખો. પછી ત્વચા લૂછીને ચેપ લાગે નહીં તે માટે સારું એન્ટીબાયોટીક લોશન લગાડો. એ પછી દર બેથી ત્રણ અઠવાડિયે આ પ્રક્રિયા ફરીથી કરી શકાય.બંને સ્તનનાં આકાર જુદા જુદા હોઇ શકે છે,માત્ર ડીંટડીઓનો આકાર જ નહીં, તેમની દિશાઓમાં પણ જુદા પણું હોઇ શકે છે.

ડીંટડીમાં રહેલા એઇરોલને કારણે ડીંટડી ઉપર, નીચે, ડાબી કે જમણી તરફ ફંટાતી હોય છે. જો એઇરોલ થોડા ઉપરની તરફ હોય તો ડીંટડીનો ખૂણો ઉપર તરફ જશે. ઘણી સ્ત્રીઓમાં એઇરોલ સ્તનનાં નીચેના કે ખૂણા તરફના ભાગમાં હોય છે. અમુક સ્ત્રીઓમાં સ્તન જુદી જુદી દિશાઓમાં ફંટાતા પણ જોવા મળે છે.દર મહિને બંને સ્તનની પરિસ્થિતિ જુદી જુદી હોઇ શકે છે,હોરમોન્સ સાયકલ બદલાયા કરવાને લીધે દર અઠવાડિયે સ્તનનાં કોષો પણ બદલાય છે.

માસિક સ્રાવના દિવસો પછી સ્તનનાં કોષો એકદમ નરમ બની જાય છે કારણ કે તે સમયે હોરમોન્સનું પ્રમાણ ઘટી જાય છે.એ પછીના સમયમાં સ્તનની ડીંટડીઓ જાતીય રીતે વધુ આવેગમય હોય છે, જે શરીરમાં વધેલા ઇસ્ટ્રોજનનાં પ્રમાણને કારણે હોય છે. છેલ્લે, એટલે કે ફરી માસિક સ્રાવ આવવાના થોડા દિવસ પહેલાં અથવા માસિક સ્રાવ દરમિયાન વધુ પડતાં પ્રોજેસ્ટેરોન હોરમોન્સના સ્રાવને લીધે સ્તન સૂજીને વધેલા તથા માંસલ લાગે છે.

પેઇન કિલર દવાઓ અને ચા-કોફીનું સેવન ઘટાડવાથી તેમાં થતો દુ:ખાવો ઓછો કરી શકાય.પરીક્ષણ માટેનો આ શ્રેષ્ઠ સમય છે,આ સમય દરમિયાન તમારા સ્તન એકદમ સુંવાળા અને ઓછા માંસલ હોવાને લીધે માસિક સ્રાવના એક અઠવાડિયા પછી સ્તનમાં સોજો કે ગાંઠ છે કે નહીં તેનું પરીક્ષણ કરવું ખૂબ સરળ બને છે. આ સમયે ગાયનેકોલોજીસ્ટ ખૂબ સરળતાથી સ્તન પરીક્ષણ કરીને નોંધી શકે છે કે સ્તનમાં કોઇ ગાંઠ કે સમસ્યા છે કે નહીં.

ચાલીસ લાખ સ્ત્રીઓ સ્તન ઊભારવાના પ્રયત્નો કરે છે,લગભગ વીસ લાખ મહિલાઓમાંથી અઢી લાખ મહિલાઓ ઓપરેશન દ્વારા સ્તન ઊભારવા માટેના ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન સરેરાશ ૩૪ વર્ષની મહિલાઓમાં વધુ થતાં જોવા મળે છે અને તેમાંની ૯૦ ટકા સ્ત્રીઓ બાળકોની માતા બન્યા પછી ઓપરેશન કરાવે છે.મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્તન જેટલા નંબરના હોય તેના કરતાં બે નંબર વધારે છે.

છતાં દરેક વખતે તેના પરિણામોથી તે સંતુષ્ટ હોય જ, એવું જરૂરી નથી. છ ટકા સ્ત્રીઓ, જે સ્તન ઉભારવાના અન્ય પ્રયત્નો કરી ચૂકી હોય તે ફરીથી પોતાની મૂળ સાઇઝની બ્રા પહેરવા માંડે છે અથવા તો ઓપરેશન કરાવીને હતાં તેવાં જ સ્તન મેળવવાના પ્રયત્ન કરે છે.પણ સ્તન ઇમ્પ્લાન્ટ કરાવવાથી સ્વાસ્થ્યને જોખમ તો રહે જ છે,શરીરની ઘટતી રોગપ્રતિકારક શક્તિ અને કેન્સર જેવી સમસ્યાઓને ભલે સંશોધન દ્વારા સ્તન ઇમ્પ્લાન્ટ કરવાના ઓપરેશન સાથે સાંકળવામાં ન આવે પણ એ હકીકત તો સ્વીકારવી જ રહી કે સિલીકોન અથવા કોમન સેલાઇન પદ્ધતિથી વધારેલા સ્તનને કારણે આડઅસર તો થઇ જ શકે છે.

લગભગ દસ ટકા કેસોમાં સિલીકોનનો આકાર બદલાવાથી, સેલાઇન ભરેલી થેલીમાં લીકેજ થવાથી કે કરચલી પડવાથી ખરાબ ઇમ્પ્લાન્ટ દૂર કરવા બીજું ઓપરેશન કરવું પડે છે. તેમાં અન્ય સમસ્યા પણ સર્જાય છે, જેને કેપ્સ્યુલર કોન્ટ્રાક્ટયુઅર કહે છે, જેમાં કુદરતી રીતે જ કોષોમાં પડતી તિરાડને લીધે ઇમ્પ્લાન્ટ સંકોચાય છે, જેને લીધે સ્તન એકદમ કઠણ થઇ જાય છે. આ દૂર કરવા માટે પણ ઓપરેશનનો સહારો લેવો પડે છે અને આવા કોઇ પણ ઓપરેશન, ભલે તે નાનાં હોય, ચેપ કે વધુ પડતાં લોહી વહી જવાના જોખમ સાથે જ કરવા પડતાં હોય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …