Stree 2 Movie Review: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની “સ્ત્રી 2” ફિલ્મ 14 ઓગષ્ટના રોજ રીલીઝ કરવામાં આવી હતી, આ એક હોરર કોમેડી ફિલ્મ છે જે દર્શકોના ફરી એકવાર દિલ જીતવા આવી છે.
સ્ત્રી 2 ફિલ્મ રીવ્યુ: આ ફિલ્મને પેહલા દિવસથી જ બમ્પર ઓપનીંગ મળ્યું છે, અમર કૌશિકનાં નિર્દેશનમાં બનેલી સૌથી ચર્ચિત સિક્વલ ‘સ્ત્રી 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. દર્શકોમાં આ ફિલ્મને લઇને જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના સ્ટારર ‘સ્ત્રી 2’ 2018માં રિલીઝ થયેલી સ્ત્રીની સકસેસને આગળ વધારવામાં સફળ રહી છે.
આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં, ‘સ્ત્રી 2’ એ કમાણીના મામલામાં અડધી સદી પૂરી કરીને ઈતિહાસ પણ રચ્યો છે. નિર્માતાઓએ 14 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે ફિલ્મનો પેઇડ પ્રિવ્યૂ શોનું આયોજન કર્યું હતું. માત્ર બે શો સાથે, ‘સ્ત્રી 2’ એ 8.35 કરોડ રૂપિયાનું અદભૂત કલેક્શન કર્યું અને અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને જોન અબ્રાહમની ‘વેદા’ પર ભારે દબાણ કર્યું. પરંતુ જ્યારે ફિલ્મ ઓફિશિયલી રીલિઝ થઈ ત્યારે ‘સ્ત્રી 2’નો જાદુ શરૂઆતથી જ દેખાઈ રહ્યો હતો.
Stree 2 Movie Review
ટોપ 3 ગ્રોસ ઈન્ડિયા ઓપનિંગ મુજબ પહેલા સ્થાને કલ્કિ 2898 એડી છે જેણે 114 કરોડની કમાણી કરી હતી, જ્યારે સ્ત્રી 2 એ 54 કરોડની કમાણી કરી છે આ પછી ગુંટુર કારમ ફિલ્મ આવે છે જેણે 48.7 કરોડની કમાણી કરી છે. આ સિવાય ‘સ્ત્રી 2’ એ પહેલા દિવસની કમાણીના મામલામાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની કેટલીક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘સ્ત્રી 2’ એ પણ હિન્દી ભાષામાં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોચની 10 ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
અહિયાં એમ કેહવું ખોટું નહિ રહે કે ફરી એકવાર શ્રદ્ધા કપૂર ચુડેલ (ભૂત) બનીને ચંદેરી ગામ ને ડરાવવા આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી “સ્ત્રી 2” ફિલ્મ ચર્ચામાં છે. આ અગાવ આવેલ ફિલ્મે ઘણી સફ્તા મેળવી હતી જે વર્ષ 2018 માં રીલીઝ કરવામાં આવી હતી. જેને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, આ ફિલ્મ ભારતમાં માત્ર 30 કરોડમાં બનેલી હતી જેણે 120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આપણે પ્રથમ સ્ત્રી ફિલ્મની પ્રથમ સિકવલની વાત કરીએ તો લોકો સ્ત્રીના આતંકથી પરેશાન હતા, જયારે હવે બીજા ભાગમાં સરકટા ભૂતની એન્ટ્રી થઇ છે. જે સ્ત્રી કરતા પણ વધારે ડરામણું હતું, સ્ત્રી 2 ના ટ્રેલરમાં ચંદેરીની વાર્તા બતાવવામાં આવી છે. જેના લીધે લોકોમાં ફરી એકવાર સ્ત્રીની વાપસીનો ભય જોવા મળી રહ્યો છે, લોકો સ્ત્રીની મૂર્તિને દૂધ અર્પણ કરે છે અને લોકોમાં ફરી એકવાર એવો ફફડાટ જોવા મળી રહ્યો છે કે સ્ત્રી પાછી આવી ગઈ છે.
આ પણ ખાસ વાંચો:
જ્યાં શ્રદ્ધા કપૂર સ્ત્રીમાં ભૂતના નેગેટીવ રોલમાં જોવા મળી હતી, તે જ સમયે તેની સીક્વલમાં એક અલગ વાર્તા જોવા મળી રહી છે, અભિનેત્રી સ્ત્રીની ભૂમિકામાં જોવા મળે છે, જે ચંદેરીના લોકોને અંધારાથી બચાવે છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સ્ત્રીના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસના કલેક્શનની રિપોર્ટ શેર કરી હતી. જેમાં ‘સ્ત્રી 2’ એ 14 ઓગસ્ટ પર 9.40 કરોડ અને 15 ઓગસ્ટ પર 55 કરોડથી વધુની કમાણી કરી હતી.
Stree 2 Box Office Collection Day 1: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર સ્ટારર ‘સ્ત્રી 2’ એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. તેણે બિગ બજેટ ફિલ્મોના પણ રેકોર્ડ તોડી દીધા છે. જેમાં એનિમલ,પઠાણ, KGF 2 જેવી ફિલ્મો સામેલ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો