Breaking News

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આમ તો આપનો ખોરાક ખુબ જ સ્વાદીસ્ત હોય છે, આપણે અહીં લીલી શાકભાજી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, ભારતીય મહિલાઓ શાક બનાવવામાં ખુબ જ માહિર હોય છે, પરંતુ આજ ના સમયમાં મહિલાઓ પણ નોકરીઓ કરે છે તેથી રસોઈ બનાવવા માટે ઓછો સમય મળે છે અને ઉતાવળ માં શાક વધુ સ્વાદિષ્ટ થતું નથી, તેવી મહિલાઓ માટે આજે અમુક ટીપ્સ છે જેના થી તમે શાક નો સ્વાદ વધારી શકશો.

ઘણી વખત વસ્તુ બાફવાથી તેનો રંગ ફરી જતો હોય છે, જેમ કે ફ્લાવર્સ બાફીએ તો તેનો કલર બદલાઈ જાય છે એવા સમયે મહિલાઓ એ ખાસ તેમાં એક ચમચી દૂધ નાખી દેવું જોઈએ. આવું કરવાથી આ પરેશાની દુર થઇ જશે.ઘણી મહિલાઓ ઉતાવળ માં રસોઈ બનાવતી હોય છે તો તેનાથી શાક નો રસો પાતળી એટલે કે પાણી જેવો થઇ જાય છે આવા સમયે બ્રેડ નો ભુક્કો કરીને હલાવી નાખવાથી રસો જાડો કરી શકાય છે.

ઘણી મહિલાને ભીંડાનું સાક બનાવતી વખતે ભીંડો ચોંટી જતો હશે આવા સમયે તમારે તેમાં એક ચમચો દહીં નાખી દેવું.બાફેલ બટેટા નું શાક અથવા સુખીભાજી બનાવતી વખતે તેમાં એક ઈલાયચી નાખવી જેથી તેનો સ્વાદ જબરદસ્ત થઇ જશે.ઘણી મહિલાઓ ને શાક વખારતી વખતે તેલ ના છાંટા ઉડતા હોય છે જો તમારે પણ આવું થતું હોય તો તેલ માં શાક નાખ્યા પહેલા હળદળ નાખી દેવી જોઈએ.

જો કોઈ પણ રસાવાળા શાક ને વધુ સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનાવું હોય તો ઘીમાં સેકેલ રોટલી નો ભુક્કો તેમાં ઉમેરવો જોઈએ.અત્યારના છોકરાઓ ને કારેલાનું શાક જરાય ભાવતું નથી તેનું કારણ છે કે તેનું શાક કડવું બને છે, જો તમે ઈચ્છો છો કે તે કડવું ન બને તો કારેલા આગલે દિવસ સુધારીને આખી રાત દહીંમાં પલાળીને રાખવા જોઈએ.જો તમારાથી શાક હોટલ જેવું ગ્રેવી વાળું ન થતું હોય તો શાક માં થોડા પ્રમાણમાં ભૂક્કી નાખવી જોઈએ.

આ સેવ તેમજ ટમેટા ના ઉપયોગ થી બનાવવા મા આવતુ શાક ગુજરાતીઓ ની એક ખાસ વાનગી છે. આ શાક ને બનાવવા માટે ટમેટા, સેવ, ડુંગળી તેમજ બીજા આપણા મસાલા નો ઉપયોગ કરી બનાવામા આવે છે. આ માટે સૌપ્રથમ ટમેટા તેમજ ડુંગળી ને તેલ મા ઉમેરી સાંતરવામા આવે છે તેમજ ત્યારબાદ તેમા થોડુ પાણી અને બીજા મસાલા નાખી ને ગરમ થવા દેવા મા આવે છે અને જયારે આ મસાલો સારી રીતે પાકી જાય ત્યારે છેલ્લે તેમાં સેવ ઉમેરવા મા આવે છે.

આ રીતે બનાવેલ શાક સ્વાદે થોડુ ખાટુ તેમજ તીખુ હોય છે. આ સ્વાદ આપળી જરૂરિયાત મુજબ સેટ કરી શકાય છે. આ શાક ને ભાખરી કે પરોઠા સાથે પીરસી શકાય છે. આ શાક ની શરૂવાત સૌપ્રથમ ગુજરાત મા થઇ અને ત્યારબાદ તેને રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા બીજા રાજ્યો મા પણ બનાવવા મા આવ્યું. રાજયો મુજબ તેના સ્વાદ મા થોડો-થોડો ફેરફાર જોવા મળે છે. ક્યાંક ખટમીઠો તો ક્યાંક તીખો. તો આજ ના આ આર્ટીકલ મા જાણો સાંજે ના સમયે આ શાક બનાવવા ની રીત તેમજ તેને પરોસો પરોઠા અને છાસ સાથે.

બે માણસો માટે બનાવવા મા આવતા શાક માટે જોઈતી સામગ્રી,પાંચ મધ્યમ કદ ના લાલ પાકેલા ટમેટા, અડધો કપ નાયલોન સેવ અથવા તો મોટી સેવ, અડધી ચમચી જીરુ, ૧/૪ ચમચી રાઈ, એક મધ્યમ કદ ની ડુંગળી, એક ચમચી આદુ તેમજ લસણ ની પેસ્ટ, એક ચમચી લીલા મરચા સાવ જીણા કપાયેલા, બે ચમચી ખાંડ, અડધી ચમચી લાલ મરચુ પાવડર, ૧/૪ ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણાજીરુ, ૧/૪ ચમચી ગરમ મસાલો, બે ચમચી કોથમરી જીણી સમારેલી, બે ચમચી તેલ તેમજ નમક સ્વાદ મુજબ.

એક કડાઈ મા ધીમા તાપે તેલ ને ગરમ કરવા રાખો અને તેમાં રાઈ અને જીરુ ઉમેરો. જયારે રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારે તેમાં ઉપરોક્ત જણાવ્યા મુજબ ડુંગળી ઉમેરો. આ ડુંગળી લાલ થાય ત્યાં સુધી સાંતળો અને તેમાં આદુ-લસણ ની પેસ્ટ ઉમેરો. હવે તેમા જીણા સમારેલ લીલા મરચા ને ઉમેરો અને છેલ્લે હવે તેમા સમારેલા ટમેટા ઉમેરી એક મીનીટ સુધી પાકવા દો. હવે તેમા તમારા સ્વાદ પ્રમાણે નમક, ખાંડ તેમજ હળદર નો પાવડર ઉમેરો.આ આખા મીશ્રણ ને સારી રીતે ભેળવી ને બે થી ત્રણ મિનીટ સુધી મધ્યમ તાપે ચડવા દો. ત્યારબાદ તેમા અડધો કપ પાણી ઉમેરો અને તેને સારી રીતે ભેળવી દો અને તેને સતત હલાવતો રહો જેથી શાક નીચે ચોટી ના જાય.

ત્યારબાદ તેમા લાલ મરચુ પાવડર, ધાણાજીરુ ઉમેરી સેવ અને તેને ચડવા દો. એક થી બે મીનીટ બાદ ગેસ ને બંધ કરી દો. તો તૈયાર છે તમારું સેવ ટમેટા નુ શાક. તેને રોટલી, થેપલા કે પરોઠા સાથે ગરમાગરમ પરોશો.આ સેવ-ટમેટા નુ શાક બનાવવા માટે અગત્ય ની વાતો,જો અમુક લોગો ને વધુ ગ્રેવી પસંદ હોય તો તેમને વધુ પાણી ઉમેરવુ જોઈએ જેથી સેવ વધુ પાણી ને અવશોષીત કરી લેશે. આ સિવાય શાક ને વધુ કે ઓછુ મસાલાવાળુ બનાવવા માટે લાલ મરચા ના પાવડર તેમજ લીલા મરચા ના પ્રમાણ ને વધારે કે ઓછા તમારા સ્વાદ મુજબ કરી શકાય છે.

About bhai bhai

Check Also

આજેજ કરીલો આ મંત્રનો જાપ થઈ જશે મોટા પાપીઓના પણ પાપને નષ્ટ કરી અને માફ કરી શકે છે આ રીતે કરો જાપ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટેભાગે માણસો પોતાની ઇચ્છાઓ ની …