નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, માણસ માટે આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું. પોતાના શરીરને હેલ્દી રાખવા માટે એક સારું લાઈફસ્ટાઈલ અને હેલ્દી ફૂડનું સેવન કરવું પણ ખુબ જ જરૂરી છે. જે વસ્તુઓનું આપણે સેવન કરીએ છીએ તે માત્ર આપણને હેલ્દી અને ફિટ જ નથી રાખતું, પરંતુ આપણા દરેક કામને પણ યોગ્ય રીતે કરવા આપણને સક્ષમ બનાવે છે.
ડોક્ટરોનું માનવામાં આવે તો આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે, આપણે શું ખાઈ રહ્યા છીએ અને કેવી રીતે ખાઈ રહ્યા છીએ. એ વાત વિશે તો લગભગ બધા જ જાણતા હોય છે કે, પ્રોસેસ્ડ ફૂડ આપણી હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી હોતું, માટે બને ત્યાં સુધી એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ.
આજકાલ આપણા દેશમાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન ખુબ જ સંખ્યામાં લોકો પસંદ કરે છે. જેમાં પિઝ્ઝા, બર્ગર, શુગર યુક્ત સ્નેક્સ, કેક વગેરે શામિલ છે.અમેરિક જનરલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન માં પબ્લિશ એક જર્નલ અનુસાર શુગર અને પ્રિજરવેટિવ્સ યુક્ત આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સને ખાવાથી હૃદય સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે. માત્ર એટલું જ નહિ, જર્નલ અનુસાર તેનું સેવન કરવાથી સમય પહેલા જ મૃત્યુ થઈ જવાની સંભાવના પણ બની રહે છે.
ઇનસાઇડરના એક રિપોર્ટ અનુસાર ઈટલીના શોધકર્તાઓના એક ગ્રુપે 35 વર્ષ અને તેનાથી વધી ઉંમરના 24,325 પુરુષ અને મહિલાઓની લાઈફસ્ટાઈલને 10 વર્ષ સુધી ફોલો કરી અને અમુક આંકડા એકઠા કર્યા. તેમાં એ પુરુષો અને મહિલાઓની ખાવા-પીવાની આદત અને હેલ્થનું વિવરણ પણ હતું. તે રિપોર્ટમાંથી જાણવા મળે છે કે, જે લોકોએ વધુ માત્રામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન કર્યું હતું તેમાં કાર્ડિયોવાસ્કુલર રોગ, હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધુ જોવા મળ્યો. જ્યારે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવા વાળા લોકોમાં આ ખતરો ખુબ જ ઓછો હતો.
જે પ્રતિભાગીઓ એ વધુ અનહેલ્દી ખોરાકનું સેવન કર્યું, તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના રૂપમાં પોતાના દૈનિક કેલેરીનું ઓછામાં ઓછું 15 ટકા જ પ્રાપ્ત થયું. પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી એક દિવસમાં 300 થી 1250 કેલેરી શરીર ઇનટેક કરે છે. તે હોટડોગ, કેન્ડી બાર, સોડા અને આ પ્રકારના બે થી આઠ સર્વિન્ગ્સની બરાબર હોય છે.
આ પ્રકારે, આ શ્રેણીમાં લોકોને પોતાના બીજા સાથીઓની તુલનામાં હૃદય રોગમાં મૃત્યુની સંભાવના 58% કરતા વધુ હતી. જે ઓછામાં ઓછા અલ્ટ્રા પ્રોસેસ્ડ ભોજનનું સેવન કરતા હતા. તેમાં સ્ટ્રોક અથવા એક અન્ય પ્રકારના સેરેબ્રોવાસ્કુલર રોગથી મરવાની સંભાવના 52% વધુ હતી. પહેલાથી કરવામાં આવેલ અધ્યયનોમાં પણ એ જાણવા મળ્યું કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ સ્વાદિષ્ટ હોય છે. જેનાથી લોકોની વધુ ભૂખ લાગે છે. તેમજ વધુ ભોજન કરવાથી વજન વધવાની સંભાવના પણ બની રહે છે.
આ ઉપરાંત ઘટના વિશે જણાવશું તે એક સત્ય ઘટના છે. માટે આ લેખને ધ્યાનથી વાંચો. આ લેખને વાંચ્યા બાદ લગભગ બધા જ લોકો જંક ફોડ ખાતા પહેલા 100 વાર વિચાર કરશે. કેમ કે બ્રિટનમાં એક 17 વર્ષના છોકરા સાથે જે ઘટના બની છે તે ખુબ જ ભયાનક છે. જેની પાછળનું સાચું કારણ માત્રને માત્ર જંક ફૂડ છે. તો જાણો શું બન્યું હતું એ છોકરા સાથે.
જાણવા મળ્યું છે કે બ્રિટનમાં રહેતા એક 17 વર્ષના છોકરાની આંખોની રોશની ચાલી ગઈ છે અને સાથે તેને સંભળાતું પણ ઓછું થઇ ગયું છે. તેની પાછળનું કારણ ખુબ અજીબ છે. કેમ કે આ છોકરો છેલ્લા 10 વર્ષથી ચિપ્સ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ સિવાય બીજું કંઈ પણ ખાતો ન હતો. આ સિવાય તેણે ક્યારેક હેમ અને વ્હાઇટ બ્રેડ ખાધી હતી. તેનો અર્થ કે તેણે છેલ્લા દસ વર્ષથી જંક ફૂડ પર જ પોતાનું જીવન કાઢ્યું છે. તેણે પ્રાઈમરી સ્કૂલ પાસ કરી અને પછીથી આ આદત તેને લાગી ગઈ હતી. આ બાળકની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બ્રિસ્ટલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરોનું એવું કહેવું છે કે, બ્રિટનમાં આ સૌથી પહેલો કેસ છે. અત્યારે તો આ છોકરાને બ્રિસ્ટલ આઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ છોકરાની જે ડોક્ટર સારવાર કરે છે તેનું કહેવું એવું છે કે, આ છોકરો છેલ્લા દસ વર્ષથી પોતાના ખાનપાનમાં માત્ર જંક ફૂડ જ ખાય છે. તેણે ફળ કે શાકભાજી ખાધા જ નથી. આ ઉપરાંત તેણે ઘણા ફળો અને શાકભાજીના રંગ કે સ્વાદ પણ તેને પસંદ ન હતા. આથી ચિપ્સ અને પ્રિન્ગલ્સ જ તેનો ખોરાક બની ગયો હતો. આથી તેને અવોઇડેન્ટ રિસ્ટ્રિક્ટિવ ફૂડ ઇન્ટેક ડિસઓર્ડર થઇ ગયો. જેને આપણી ભાષામાં જરૂરથી વધુ ખાવું એમ કહી શકાય.
આ બધા ફ્રૂડમાં શુગર અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેની અસર સાંભળવાની શક્તિ અને હાડકાં પર પડે છે અને શરીરનો એ ભાગ નબળો પડી જાય છે. વ્યક્તિનું વજન, હાઈટ અને બીએમઆઈ પણ સામાન્ય રહે છે. ઈટિંગ ડિસઓર્ડરના કારણે આ છોકરાની આવી હાલત થઈ ગઈ છે, જે સામાન્ય રીતે તેની ઉંમરના છોકરાઓમાં નથી હોતી. આથી તેને વિટામિન સપ્લીમેન્ટ અપાય છે.
અને તેને મેન્ટલ હેલ્થ ટીમની અંદર રાખવામાં આવ્યો છે. આ સિવાય આ છોકરાની આંખોની વચ્ચે બ્લાઇંડ સ્પોટ થઈ ગયા છે અને ઓપ્ટિક નર્વના ફાઈબર પણ નષ્ટ થઇ ગયા છે. જેને કારણે તેણે ફરીથી આંખની રોશની મળે તેવી સંભાવના નથી. આ ઉપરાંત ડોક્ટર એટનનું કહેવું છે કે માતા-પિતાએ બાળકોના ખાવા-પીવાની આદત પર નજર રાખવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિથી બાળક બચી શકે છે.
સતત જંક ફ્રૂડ ખાવાથી આ છોકરાના શરીરમાં અનેક વિટામીનો પણ ઓછા થઈ ગયા છે. ડોક્ટર એટમના કહેવા મુજબ તેનાં શરીરમાં વિટામિન 12 ઘણું ઓછું છે. આ સિવાય અમુક જરૂરી વિટામિન – મિનરલ જેમ કે કોપર, સેલેનિયમ અને વિટામિન ડી નું પ્રમાણ પણ ઓછું છે. જેના કારણે આંખોને સાથે જોડનારી ઓપ્ટિક નર્વને નુકસાન થયું છે અને આંખોની રોશની જતી રહી.આ સત્ય ઘટના પરથી એવું સાબિત થાય કે કોઈ પણ બાળકને બાળપણમાં બધા જ ફાસ્ટફૂડ અને જંક ફૂડથી દુર રાખવા જોઈએ. આ બાબતની સૌથી પહેલી તકેદારી બાળકના માતાપિતાએ રાખવી જોઈએ.