Breaking News

તમારા સફેદ વાળ થઈ જશે કાળાં બસ નારિયેળ તેલમાં ઉમેરી દો આ એક વસ્તુ, વાળ થશે કાળા અને ભરાવદાર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા માણસો ના વાળ સમય પહેલા જ ધોળા થવા લાગે છે. એ માણસો આ સમસ્યા થી પરેશાન થઈ ને અલગ-અલગ પ્રયોગ અજમાવતા હોય છે પરંતુ તેમને પરિણામ કાંઈ મળતું નથી અને અંતે છેલ્લે થાકી ને કેમિકલ થી બનેલી ડાઇ અથવા તો હેયર કલર ની મદદ લે છે. જેથી વાળ ને ઘણું નુકસાન પોહચે છે. સમય થી પહેલા વાળ સફેદ કે ધોળા થવા ની સમસ્યા ને આપણે ‘પ્રીમેચ્યોર એજિંગ’ તરીકે પણ ઓળખીએ છીએ.

વાળ સફેદ થવા ના મુખ્ય બે કારણો હોય છે જેમાં પહેલું છે પ્રદુષણ અને બીજું છે આપણા શરીર મા પોષક તત્વો નો અભાવ. આ સિવાય કેમીકલયુક્ત શેમ્પુ નો વધુ પડતો ઉપયોગ, તણાવ મા રહેવું તેમજ અત્યાર ની જીવનશૈલી પણ આપણા વાળ પર નકારાત્મક અસરો પાડે છે. આજે અમે તમને વાળો ને સફેદ થી ફરી પાછા કાળા કરવાનો એક સરળ તેમજ ઘરગથ્થું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગ માત્ર થી થોડા જ મહિના મા તમારા સફેદ વાળ ધીરે-ધીરે ફરી કાળા થવા લાગશે.

આ બનાવવા માટે તમારે જરૂર પડશે નારિયેળ તેલ તેમજ થોડા મીઠા લીમડા ના પાન ની. તમને જણાવી દઈએ કે આ લીમડા ના પાન મા આયર્ન નુ પ્રમાણ વધુ હોય છે જે વાળ ને સફેદ થતા અટકાવે છે. આ સિવાય આ પાન ખોડા ને પણ દૂર કરવામા મદદરૂપ થાય છે તેમજ વાળ ને મજબુતાઈ આપે છે. આ સાથે જ આ મિશ્રણ મા ઉપયોગ મા લેવાતું નારિયેળ તેલ શુષ્ક તેમજ ડ્રાય વાળ ને નમી આપવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ મિશ્રણ બનાવવા તેમજ વાપરવા ની રીત વિષે.

સર્વપ્રથમ તો એક લોઢા ની કઢાઈ લો અને તેમાં એક કપ નારિયેલ નુ તેલ ઉમેરી દો. ત્યારબાદ તેમા આ ઉપરોક્ત જણાવ્યા મુજબ ૨૦ થી ૨૫ પાન ઉમેરી દો. આ બંને ને સારી રીતે ઉકળવા દો. હવે આ મિશ્રણ સારી રીતે ઉકળી જાય તો ગેસ બંદ કરી દેવો અને આ મિશ્રણ ને ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેને સારી રીતે વાળ મા પાથીએ-પાથીએ લગાવી લો. વાળ ને નાના-નાના ભાગ મા વહેંચી ને પાથી મા આ તેલ લગાવવું જોઈએ અને આ રીતે ઓછા મા ઓછી એક કલાક સુધી રેહવા દો.

આ એક કલાક બાદ શેમ્પુ અને કંડીશનર ની મદદ થી વાળ ને સારી રીતે ધોઈ લો. ઘણા મહિનાઓ સુધી અઠવાડિયા મા માત્ર બે વખત આવું કરો. થોડો સમય જતા તમે જાતે જ અનુભવ કરી લેશો અને જોશો કે આ સફેદ વાળ ધીરે-ધીરે કાળા થવા ના શરુ થઇ ગયા હશે તેમજ આ સફેદ વાળ આવવાના પણ ઓછા થઇ ગયા હશે. આ સિવાય વેસેલીનન નો ઉપયોગ કરી ને પણ વાળ ને સફેદ થતા અટકાવી શકાય છે.

આ માટે તમારે ત્રણ વસ્તુઓ ની જરૂર પડશે. કુવારપાઠું, વેસેલીન તેમજ વિટામિન ઈ ની કેપ્સુલ. તો ચાલો જાણીએ આ રીત વિષે. તો આ રીત માટે સર્વપ્રથમ એક વાટકી મા એક ચમચી વેસેલીન ઉમેરો અને આ મિશ્રણ માટે તમારી જરૂર મુજબ અને તમારા વાળ ની લંબાઈ મુજબ વેસેલીન વધુ ઓછુ કરી શકો છો. ત્યારબાદ તેમાં કુવારપાઠું નુ લેબુ ઉમેરો. આ બંને ની માત્રા સરખી હોવી જોઈએ. જેટલી વેસેલીન લીધી છે તેટલું જ કુવારપાઠું નુ લેબુ લેવું.

ત્યારબાદ તેમા વિટામિન ઈ કેપ્સૂલ નુ તેલ ઉમેરવું. ત્યારબાદ આ તમામ વસ્તુઓ ને સારી રીતે ભેળવી લેવી. હવે આ મિશ્રણ ને વાળ ધોવો પહેલા લગાવવું. આ મિશ્રણ લગાવવા પહેલા તમારે વાળ ને કાંસકા થી ઓળી લેવા ત્યારબાદ આંગળી ની ટોચ ની મદદ થી આ મિશ્રણ ને પાંથી મા સારી રીતે લગાવી હળવા હાથે માલીશ કરવું. હવે આ મિશ્રણ ને એક કલાક સુધી રહેવા દો અને એક કલાક બાદ વાળ ને શેમ્પુ થી ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયા મા બે વાર અજમાવી શકો છો. થોડા સમય જતા તમે જાતે તમારા વાળ મા થતો ફેરફાર જોઈ શકશો.

આ ઉપરાંત નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર થઈ શકે છે. ભાંગરાના તેલને વાળના સ્કેલ્પ પર લગાવવું. ભાંગરાનું તેલ વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં મદદ કરે છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ થવાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શેમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન થઈ જાય તો આ તો શેમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. હા, ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે.

વાળની શુષ્કતા દૂર કરે છે. આ સિવાય ભાંગરાને આમળાં, શિકાકાઈ કે શંખપુષ્પી વનસ્પતિ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય. એનાથી સ્કેલ્પનાં બંધ થઈ ગયેલાં છિદ્રો ખૂલશે અને એને ઓક્સિજન મળશે, જેથી વાળના વિકાસની પ્રક્રિયાને વેગ મળશે.દક્ષિણના લોકોના વાળ બહુ જ લાંબા, તંદુરસ્ત, કાળા અને સુંદર હોય છે.

એમાં ઘણાં પરિબળો જવાબદાર છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેવી રીતે પાલક અને દાળ ખાઈએ છીએ એવી જ રીતે દક્ષિણમાં લોકો ભાંગરો અને દાળ ખાય છે. ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે. ભાંગરો હેલ્થ ટોનિક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.

ભાંગરો ખાદ્ય વનસ્પતિ : દક્ષિણના લોકોના વાળ બહુ જ લાંબા, તંદુરસ્ત, કાળા અને સુંદર હોય છે. એમાં ઘણાં પરિબળો જવાબદાર છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેવી રીતે પાલક અને દાળ ખાઈએ છીએ એવી જ રીતે દક્ષિણમાં લોકો ભાંગરો અને દાળ ખાય છે. ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે. ભાંગરો હેલ્થ ટૉનિકતરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.

ત્વચામાં ભાંગરો : ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે. કેવી રીતે એ જાણો. ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાથી નિખાર તો આવે જ છે અને સાથે ખીલના ડાઘ કે કથ્થઈ રંગના ડાઘ પણ દૂર થાય છે.

ડીકલરેશનની સમસ્યામાંથી જે પસાર થઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચાના રંગમાં જ વિવિધતા દેખાય. જેમ કે તમે દરરોજ ઘડિયાળ પહેરો છો તો ઘડિયાળના છાયા નીચેની ત્વચા અન્ય ત્વચા કરતાં ગોરી હોય છે. એથી ઘડિયાળ વગર હાથ પર જાણે કોઈ રોગ થયો હોય એવી રીતે ભેદ દેખાશે. તો આવા ડીકલરેશનને દૂર કરવામાં ભાંગરો આર્શીવાદ સમાન છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …