Breaking News

તમે ભાગ્યે જ જાણતા હશો બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા વિશેની આ ખાસ વાતો અત્યારે જ જાણીલો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને “રાષ્ટ્રિય સંત” નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે.

જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે.ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ન હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો.રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ નો અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં. એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા.

તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં.

બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા.અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

બગદાણામાં 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાંચ છે, શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સમય જતા ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે. બગડેશ્વર મહાદેવ, બગડાલવ નામનો કુંડ અને ત્રિવેણી સંગમ અહીંના જોવાલાયક સ્થળો છે. અહીં ની આરતીનો સમય સવારે: 5.30 વાગ્યે, સાજે: સંધ્યા સમયે અને દર્શનનો સમય: સવારે 6.00 થી સાંજે 7.30 સુધીનો છે.બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર થી 78 કિમી અને અમદાવાદથી 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી પણ સીધી બસ મળી શકે છે. અહીં નજીકનું રેલવે સ્ટેશન 40 કિમી દૂર પાલિતાણા છે. અને નજીકનું એરપોર્ટ 78 કિમી દૂર ભાવનગર છે.

બગદાણા ની નજીક મંદિરો પાલિતાણા જૈનદેરાસર 41 કિમી, ખોડિયાર મંદિર ભાવનગર 78 કિમી, સારંગપુર હનુમાન મંદિર 132 કિમી, ભીમનાથ મંદિર ભાવનગર 78 કિમી આવેલા છે. બગદાણામાં રહેવાની સુવિધા માટે બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી લેવામાં આવતી નથી. ભોજનાલય 24 કલાક સુધી ચાલુ જ રહે છે.

બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ. ૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.

આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે

આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો..!! બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઇ જશે..

About bhai bhai

Check Also

બાપા સીતારામની કૃપાથી આ 2 રાશિઓની પુરી થશે દરેક મનોકામનાઓ, જાણો તમારી રાશિના હાલ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બાપા સીતારામની કૃપાથી આ 2 રાશિઓની પુરી થશે દરેક મનોકામનાઓ, જાણો તમારી …