Breaking News

તમને જણાવીએ ભારત ના આ બાબા વિશે જેની સામે વિશ્વ વિજેતા સિકંદર પણ તેને સલામ કરે છે જાણો તેના વિશે…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશ એલેક્ઝાન્ડર એટલે કે ભારતનો સિકંદર આ નામથી લગભગ દરેક પરિચીત છે. ભારત પર કહેર વરસાવનાર સિકંદરના અનેક કિસ્સાઓ પ્રચલિત છે.

ત્યારે સિકંદર સાથે જોડાયેલા ઈતિહાસના એક એવા પાના પર ડોકિયું કરીએ જેમાં એક નાગા સાધુનો ભેટો સિકંદર સાથે થયો હતો, અને દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો. બન્યું એમ હતું કે, અનેક સત્તા-મહાસત્તાઓને હરાવતો સિકંદર આગળ વધી રહ્યો હતો. આ ક્રમમાં આગળ સિકંદર ભારતમાં પહોંચ્યો.

સિકંદર જ્યારે ભારત આવ્યો, અને આટલી સત્તા મેળવ્યા છતા પણ સિકંદરને ચેન ન હતો. તે કોઈ જ્ઞાની સંતના શોધમાં હતો. ભારતમાં તે સમયે સાધુ-સંતોની બોલબાલા હતી. તેથી તે ભારતના કોઈ જ્ઞાની સંતને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. ત્યારે તેના કાનમાં એક નાગા સાધુની વાત આવી. તેથી સિકંદર આ નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માટે તેમની પાસે જઈ પહોંચ્યો.

સિકંદર પહોંચ્યો ત્યારે નાગા સાધુ કપડા વગર હતા અને એક વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. આવામાં એલેકઝાન્ડરના સેનાના માણસોએ તેઓને ધ્યાનમાંથી બહાર આવવાનું કહ્યુ. આમ, નાગા સાધુનું ધ્યાન તૂટ્યું હતું. સિકંદરે સંતને પોતાની ઈચ્છા જણાવી કે, તે તેઓને પોતાની સાથે લઈ જવા માંગે છે. આ માંગ વચ્ચે સિકંદરની સેના ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ના નારા લગાવી રહી હતી.

આ જોઈ સંત હસ્યા. સિકંદરે સંતને જણાવ્યુ કે તે તેમને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. સંતે જવાબ આપ્યો કે તારી પાસે એવું કંઈ નથી જે તું મને આપી શકે. જે મારી પાસે ન હોય. હું જ્યાં છું, જેવો છું, ખુશ છું. મને અહીં રહેવા દો. હું તમારી સાથે નથી આવી રહ્યો.નાગા સાધુનો જવાબ સાંભળી પહેલા તો સિકંદરને બરાબરનો ગુસ્સો આવ્યો. આટલા મોટા લડવૈયા અને દુનિયાને હંફાવનારા એલેકઝાન્ડરને એક સામાન્ય સાધુએ ના પાડી હતી.

સાધુનો જવાબ સાંભળી પહેલા તો સિકંદરે પોતાની સેનાના શાંત કરી અને બાદમાં સંતને કહ્યું કે, તેને ના સાંભળવાની આદત નથી. તેથી તેઓને પોતાની સાથે જવુ જ પડશે. સિકંદરની જિદ બાદ સંતે તેને કહ્યું કે, ‘તું મારા જીવનના નિર્ણય નથી લઈ શકતો. મેં નિર્ણય લીધો છે કે હું અહીં જ રહીશ તો હું અહીં જ રહીશ. તું જઈ શકે છે.’ આ જવાબ સાંભળી સિકંદર વધુ ગિન્નાયો. તેણે પોતાની તલવાર કાઢી અને સંતના ગરદન પર ધરી દીધી.

તેમ છતા નાગા સાધુ ડર્યા કે ડગ્યા નહિ. ડર વગર તેઓએ સિકંદરને કહ્યું કે, જો તું મને મારી નાખે તો સ્વયંને પછી ક્યારેય એલેક્ઝાન્ડર ઘ ગ્રેટ ન કહેતો. કારણ કે તારામાં મહાન જેવી કોઈ વાત નથી. તું તો મારા ગુલામનો ગુલામ છો.આમ, સિકંદર પણ આશ્ચર્ય પામ્યો. તેણે સંતને આવુ કહેવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે સંતે જવાબ આપ્યો કે, હું જ્યાં સુધી ન ઈચ્છું ત્યાં સુધી મને ગુસ્સો નથી આવતો.

ગુસ્સો મારો ગુલામ છે. જ્યારે ગુસ્સાને જ્યારે લાગે ત્યારે તારા ઉપર હાવિ થઈ જાય છે. તું તારા ગુસ્સાનો ગુલામ છો. ભલે તે આખી દુનિયા જીતી હોય પરંતુ રહીશ તો તું મારા દાસનો દાસ.સંતની આ વાત સાંભળીને એલેકઝાન્ડર બહુ જ પ્રભાવિત થયો. તે નાગા સાધુની આ વાતથી ખુશ થયો, અને ત્યાંથી જતો રહ્યો.

વધુ માહિતી આપતા તમને જણાવીએ આપણે બધા સિકંદરને મહાન કહીએ છીએ કારણ કે સિકંદરે બહુ નાની વયે યુરોપથી એશિયા સુધી પોતાની સત્તા સ્થાપી હતી.માંડ 32 વર્ષની વયે મરતાં પહેલાં સિકંદરે ગ્રીસના જૂના દુશ્મન રાજા પુરુને પોતાની સેના સામે ઝુકવા માટે મજબૂર કરી દીધા હતા.માનવ સભ્યતાઓનું કેન્દ્ર રહી ચૂકેલા મધ્ય-પૂર્વના દેશો એટલે કે આજના તમામ અરબ દેશો પર તેમણે પોતાનું શાસન જમાવ્યું હતું.

મહાન સિકંદરની સફળતા પાછળ તેમના ગુરુ એરિસ્ટોટલે આપેલા શિક્ષણનો ફાળો હતો.શું તમને ખબર છે કે એરિસ્ટોટલે સિકંદરને શું ભણાવ્યું હતું એરિસ્ટોટલે સિકંદરને એક વાર્તા કહી હતી અને આ વાર્તા કલ્પના અને વાસ્તવિકતાનું મિશ્રણ હતું.એ વાર્તા ટ્રૉયના યુદ્ધની હતી, જે અંગે ગ્રીક કવિ હોમરે તેમના મહાકાવ્ય ‘ઇલિયડ’માં લખ્યું છે.આ વાર્તા તમામ માનવીય સંવેદનાઓનો નિચોડ છે.

વાર્તામાં પ્રેમ અને નફરત છે, વાર્તામાં વીરરસ છે અને દૈવી ચમત્કારો પણ વર્ણવ્યા છે.ઇલિયડ એક એવું મહાકાવ્ય હતું કે જેણે સિકંદરમાં જીતવાનો જુસ્સો ભરી દીધો. ટ્રૉયના યુદ્ધથી સિકંદરને ગ્રીક રાજાઓની એક્તા અને યુદ્ધની રણનીતિની શીખ મળી હતીવાર્તાનો માનવીય સભ્યતા સાથે સંબંધ રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, વિશ્વભરમાં માનવીય સભ્યતાના દરેક તબક્કામાં વાર્તાકથનનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે.

બાળપણમાં આપણે બધાંએ દાદી કે નાની પાસે વાર્તાઓ સાંભળી હશે. રાજા-રાણીની વાર્તાઓ, સાત બહેનોની વાર્તા, અલી બાબા અને ચાલીસ ચોરની વાર્તા, પંચતંત્રની વાર્તાઓ, વગેરે.દરેક વાર્તાના અંતે એક શીખામણ આપવામાં આવે છે. સાથે-સાથે શબ્દોની મદદથી એ સમયનું કલ્પનાચિત્ર ઊભું કરાતું, જેના દ્વારા બાળકોને એ સમયના સામાજિક રીતરિવાજોનો ખ્યાલ આવી શકે.વાર્તા કહેવા અને લખવાની પરંપરા રહી છે.

અરબ દેશોમાં અલિફ-લૈલા લખાઈ છે, તો ભારતમાં પંચતંત્રની વાર્તાઓ, મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યો લખાયાં છે.વિશ્વભરમાં રાજા મહારાજાઓની હાર-જીતની વાર્તાઓ લખવાથી સાહિત્ય રચાવાની શરૂઆત નથી થઈ.ઘણી જગ્યાઓએ સાહિત્યની શરૂઆત કવિતાઓથી પણ થઈ છે. ચીનમાં સાહિત્ય લખવાની શરૂઆત નઝ્મ લખવાથી થઈ હતી.અહીં કવિતાઓ લખવાનું કામ ખાલી શાયરો જ નહોતા કરતા, સત્તામાં મોટા હોદ્દાઓ પર બેઠેલા અધિકારીઓએ પણ કવિતા લખવાની પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું.ચીનમાં તમામ મોટા અધિકારીઓ માટે કવિતા કહેવી અને તેની સુક્ષ્મતા સમજવી જરૂરી મનાતું હતું

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …