Breaking News

તારક મહેતા કા ઉલટા ચશ્માના આ કલાકારો પણ અજમાવી ચુક્યા છે ફિલ્મો પોતાનુ નસીબ પણ નહોતી મળી સફળતા જાણો કયા હતા આ કલાકારો……

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે જાણીશું શું તમે જાણો છો કે તારક મેહતા ના આ કલાકારોએ ફિલ્મમાં પણ કામ કર્યું હતું તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ મનોરંજનના આ વિશ્વમાં ખૂબ જ જાણીતો થઈ ગયો છે આ ટીવી શૉ છેલ્લા ૧૨ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે આ શૉની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાડી શકાય છે કે આમાં જેટલા પણ કલાકાર છે તેમના પોતાના નામથી તેમને ખૂબ જ ઓછાં લોકો ઓળખે છે.

અમે તમને જણાવીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં એવાં એક્ટર્સ વિશે જેમણે ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું હતું પણ તે સફળ રહ્યા ન હતા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પોપ્યુલર એક્ટરમાંથી એક જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે તેમણે સલમાન ખાનની સાથે ફિલ્મ મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કૌન માં કામ કર્યું છે આ ઉપરાંત દિલીપ જોષીએ ‘ફિરાક ખેલાડી 420 ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની હમરાઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે આ ફીલ્મો ફ્લોપ રહેતા દિલીપ જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટો સ્ટાર છે.

 

દિશા વકાણીને ભલે લોકો દયાબેન તરીકે ઓળખતાં હોય પણ તેમને પણ તેમને પણ ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું છે જોકે તેમને ખાસ સફળતા મળી નહોતી. દિશા વાકાણીને ફિલ્મમાં સાઈડ રોલ જ મળ્યા હતાં. દિશા વાકાણીએ ફિલ્મ ફુલ ઔર આગ દેવદાસ જોધા અકબર મંગલ પાંડે સી કંપની અને લવ સ્ટોરી 2015 માં કામ કર્યું છે પણ દિશા વકાણીને સફળતા સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ અપાવી હતી.

તારક મેહતા’ ફેમ મુનમુન દત્તા આજે ખૂબ જ પોપ્યુલર છે સિરિયલમાં તેમના કેરેક્ટરનું નામ બબીતા ઐયર છે. બબીતાને પણ ફિલ્મોમાં લોકપ્રિયતા મળી નહોતી. બબીતાએ મુંબઈ એક્સપ્રેસ હોલીડે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કૉમેડિયન કવિ કુમાર આઝાદ હવે આ દુનિયામાં રહ્યાં નથી તેઓ તારક મહેતા સિરીયલ’માં ડૉક્ટર હંસરાજ હાથીનો રોલ કરતાં હતાં કવિ કુમાર આઝાદે રાજુ બન ગયાં જેન્ટલમેન બાજીગર આબરા કા ડાબરા મદહોશી જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તારક મહેતા સિરિયલમાં અંજલી ભાભી એટલે કે નેહા મહેતા પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી હતી નેહા મહેતા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પોપટલાલના રોલ થી દરેકને એન્ટરટેઇનમેન્ટ કરનાર શ્યામ પાઠક ચીની મૂવીમાં પણ કામ કરી ચૂક્યા છે તે ફિલ્મનું નામ ‘Lust Caution છે આ ફિલ્મમાં શ્યામ જ્વેલરી શૉપકિપરનો રોલ પ્લે કર્યો હતો.

જેનિફર મિસ્ત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં રોશનસિંહ સોઢીનો રોલ પ્લે કરે છે જેનિફર અજય દેવગનની ફિલ્મ હલ્લાબોલ અને અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ માં કામ કરી ચૂકી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુના રોલથી ફૅમસ ભવ્ય ગાંધીએ પણ સિરિયલમાં કામ કર્યું હતું ભવ્યએ સિરિયલમાં કામ કરવાનું બંધ કર્યાં પછી તેમની જગ્યાએ રાજ ઉનડકટ ટપુનો રોલ પ્લે કરવાનું શરૂ કર્યું હતુંભવ્ય ગાંધીએ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

એક્ટર સરદ સંકલા ‘તારક મહેતા સિરિયલમાં અબ્દુલભાઈનો રોલ પ્લે કરે છે તે શાનદાર કૉમેડિયન છે જેમાં કોઈ શંકા નથી શરદે ફિલ્મ પ્યાર તો હોના હી થા હમ બેમિસાલ જાગૃતિ’માં કામ કર્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને દરેક લોકો ઓળખે છે ઘનશ્યામ નાયક છેલ્લાં ૬૦ વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ’માં એક નોકરનો રોલ પ્લે કર્યો હતો આ ઉપરાંત તેઓ ફિલ્મ બેટા તિરંગા ક્રાંતિવીર ઘાત અને ચાઇના ગેટ જેવી ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા મહારાષ્ટ્ર સરકારે કોરોનાને ધ્યાનમાં રરાખીને ૬૦ વર્ષથી વધારેની વયના કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સરકારના આ આદેશને બૉમ્બે હાઇકૉર્ટે રદિયો આપી દીધો. આ અવસરે એક ન્યૂઝ એજન્સીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવનાર સિનીયર અભિનેતા ઘનશ્યામ નાયક સાથે વાતચીત કરી હતી. ઘનશ્યામ નાયક આજે ભલે લોકો વચ્ચે નટુ કાકાના નામથી પ્રખ્યાત છે પરંતુ પાંચ દાયકાથી વધુની કારર્કિદીમાં તેમણે ડઝનેક પાત્રો ભજવ્યાં છે.

મિત્રો હવે આપણે જાણીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આ કલાકાર સી આઈ ડી માં પણ કામ કરી ચુક્યા છે તો ચાલો જાણીએ આ કલાકાર કોણ છે.મંદાર ચાંદવાડકરે તેમની કારકિર્દીની શરૂઆતના સમયમાં થિયેટર અને એડ ફિલ્મોમાં કામ કર્યું હતું મંદારે ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય તપાસકર્તા શો સીઆઈડી માં પણ કામ કર્યું છે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે શરૂઆતના થોડા વર્ષોમાં એક સમય એવો હતો જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું અને તે સમયે હું ખૂબ જ અસ્વસ્થ થતો હતો મંદાર ચાંદવાડકરે કહ્યું અભિનય કરવો એ મારો ઉત્કટ હતો, તેથી મેં ક્યારેય હાર માની નહીં મેં એડ ફિલ્મો માટે 1319 ઓડિશન્સ આપ્યા છે જે હું લખતો જ રહીશ હું 2000 માં દુબઇથી મહારાષ્ટ્ર પાછો આવ્યો અને તે વર્ષથી 2007 સુધી મેં એડ ફિલ્મ્સ માટે ઓડિશન આપ્યું હજી સુધી માત્ર 25 એડ ફિલ્મ્સ જ રિલીઝ થઈ છે.

મંદરે કહ્યું કે તે તેની કારકિર્દીમાં જૂથવાદનો શિકાર રહ્યો છે આને કારણે તેને કામ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી તેણે ઘણા મરાઠી નાટકોમાં કામ કર્યું હતું પરંતુ તેમને સિરિયલમાં કામ કરવું મુશ્કેલ લાગ્યું હતું સીરીયલ નિર્માતા દરેક જૂથમાં તેમના જૂથના લોકોને રાખતા હત આવી સ્થિતિમાં તેમને કોઈ પણ જૂથમાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી આવતી હતી અને તેમને કોઈ કામ મળતું નહોતું તેને કેટલાક નાના રોલ્સ મળ્યાં જેનાથી તે ખુશ નહોતો.

તારક મહેતા શોમાં મંદાર ચાંદવાડકરની પત્નીની ભૂમિકા ભજવનારી સોનાલીકાએ તેમને ભીડેની ભૂમિકા વિશે જણાવ્યું હતું મંદાર ચાંદવાડકરે કહ્યું કે જ્યારે હું શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે ઓડિશન આપવા ગયો ત્યારે શોના નિર્માતા અસિત મોદીએ મને કહ્યું કે મને મારી લડાઈ મળી છે સોની સબ પરની લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું અસલી નામ મંદાર ચાંદવાડકર છે મંદારે જણાવ્યું કે ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરતાં પહેલાં દુબઈમાં મેં ત્રણ વર્ષ સુધી એન્જિનિયર તરીકે કામ કર્યું છે પરંતુ હું એક થિયેટર આર્ટિસ્ટ હતો એટલે એક્ટિંગનો કીડો હંમેશા હતો એટલે જ દુબઈમાં જોબ છોડીને હું મુંબઈ આવી ગયો.

દુબઈની સુખ સાહેબી અને વૈભવી લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યો હતો આ કલાકાર આજે તારક મેહતાંમાં કરી રહ્યો છે તારક મહેતા કા ઉલટા ચશ્મા શો એ હરેકના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છ તે શોમાં એટલું હાસ્ય પીરસવામાં આવે છે કે દરેકનું મન એ સીરીયલ જોયા પછી હળવું થઈ જાય તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં બતાવવામાં આવતી ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે જેમાં મુખ્ય ઍક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન જોવા મળે છે જોકે આ સીરિયલ થકી તેમાં કામ કરનાર દરેક એક્ટરની પોતાની અલગ ઓળખાણ બની ગઈ છે.

તમને બધાને ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર તો યાદ જ હશે. શિક્ષક ભીડેના પાત્રને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ એકમેવ સેક્રેટરી મંદાર ચાંદવાડકર 12 વર્ષ પહેલાં દુબઇમાં એક મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો જેને છોડી તેણે અભિનયની દુનિયામાં નસીબ અજમાવવાનું વિચાર્યું. તેમને બાળપણથી જ અભિનયનું સપનું જોયું હતું અને એટલે જ તે નોકરી છોડીને મુંબઇ આવી ગયા હતા.

આ વિશે મંદાર કહે છે કે મેં વર્ષ 2008 સુધી ખૂબ જ મહેનત કરી.વ્યવસાયિક રીતે હું મિકેનિકલ એન્જિનિયર હતો હું દુબઈમાં નોકરી કરતો હતો પણ હું મારી નોકરી છોડીને વર્ષ 2000 માં ભારત પાછો આવી ગયો હતો, કારણ કે હું અભિનયમાં મારી કારકીર્દિ બનાવવા માંગતો હતો અભિનય કરવો એ બાળપણથી જ મારૂ સપનું હતું મેં ઘણાં થિયેટરો પણ કર્યા છે પરંતુ ક્યારેય અભિનયમાં બ્રેક મળ્યો નહોતો ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ હતું પણ ક્યારેય બ્રેક મળ્યો નથી આ પછી મને વર્ષ 2008 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો મળ્યો હતો.

મંદાર ચાંદવાડકરે ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું પણ મંદાર ચાંદવાડકરને તેની સાચી ઓળખ સબ ટીવીની સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડે ના અભિનય પછીથી મળી છે મંદાર કહે છે કે આ સિરિયલે મારી જિંદગી બદલી નાખી તેને મને લોકપ્રિય કરી દીધો છે.હવે લોકો મને ભીડે ભાઈના નામથી ઓળખવા લાગ્યા છે જ્યાંરે આ સિરિયલ મને મળી ત્યારે મને ખબર નહોતી કે હું એક એવી સીરીયલનો ભાગ બનવા જઈ રહ્યો છું જે ભવિષ્યમાં ઘણા બધા રેકોર્ડ તોડશે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ ઉમેરશે મેં મારા જીવનમાં ક્યારેય આવું કઈ વિચાર્યું પણ નથી હું ભાગ્યશાળી છું કે હું આ સીરીયલનો ભાગ છું.

મંદારનું એ સ્વપ્ન હતું કે એ અમિતાભ બચ્ચન સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા મોટા મોટા બોલિવૂડ કલાકારો સાથે કામ કરે આ બધા સ્ટાર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આવી ચુક્યા છે આ વિશે મંદાર કહે છે કે લોકો આ મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો અવસર શોધે છે પણ આ બધા જ સ્ટાર્સ અમારા શો પર આવી ચુક્યા છે એમાંય સૌથી યાદગાર તો અમિતાભ બચ્ચન અમારા સેટ પર આવીને બધાને મળ્યા હતા એ જ છે. મારા માટે તો આ જાણે મારુ સ્વપ્ન પરિપૂર્ણ થયા જેવું હતું અમિતાભ આવ્યા તેમને મને ગળે લગાડ્યો શેર કરેલી સ્ક્રીન સ્પેસ આટલું જ નહીં અક્ષય કુમાર પણ અમારા સેટ પર આવી ચુક્યા છે જેમને મળીને ખૂબ સરસ લાગ્યું મંદાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના શિક્ષક અને સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા નિભાવી રહ્યો છે જેમાં જેઠાલાલ અને ભીડે નાની નાની વાતમાં ઝઘડો કરી દેતા જોવા મળે છે સીરિયલમાં મિસ્ટર ભીડે બનતા મંદારની ફી 80 હજાર રૂપિયા હતી આત્મારામ ગોકુલધામ સોસાયટીનો સેક્રેટરી છે અને પોતાની જાતને એક્મેવ સેક્રેટરી તરીકે ઓળખાવે છે.

તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે ખાટો મીઠો સંબંધ છે સીરિયલમાં સેક્રેટરી અને ટ્યૂશન ટીચરનું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાડકર વ્યવસાયે એન્જિનિયર છે પણ એક્ટિંગ પ્રત્યેના લગાવના કારણે તેમણે દુબઈની નોકરી છોડી દીધી હતી મંદારે અનેક મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે તેમની પત્નું નામ સ્નેહલ છે અને સંતાનમાં એક બાળક છે .

About bhai bhai

Check Also

બાહુબલી ફિલ્મની સિવગામી દેવી એ 23 વર્ષ પહેલાં આ કારણે છોડી દીધું હતું બોલિવૂડ,જાણો શુ થયું હતું…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ …