Breaking News

તુલસી ના આ ઉપાય રાતોરાત તમને પણ બનાવી દેશે ધનવાન, એક જ વાર અજમાવો અને જોવો કમાલ..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ તુલસીના ચમત્કારી ઉપાયો વિશે મિત્રો તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. ઘરમાં નિયમિત રીતે જેમ ભગવાનની પૂજા થાય છે તેમ તુલસીની પૂજા પણ કરવી જરૂરી હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવતા તુલસીના છોડથી ઘરના વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.

તુલસીના પાન વિના ભગવાનની પૂજા પણ અધુરી રહી જાય છે. તેમાં પણ ભગવાન વિષ્ણુની કોઈપણ પૂજા હોય તેમાં તુલસીના પાંદડાનો ઉપયોગ અચૂક થાય છે. ભગવાનના ભોગમાં પણ તુલસીનું એક પાન પધરાવવામાં આવે છે, કારણ કે તુલસીના પાનવાળો ભોગ જ ભગવાન આરોગે છે.

સામાન્ય રીતે લોકો તુલસીના છોડના ધાર્મિક મહત્વ વિશે જ જાણતાં હોય છે અને તેને ઘરમાં પણ પૂજા કરવા માટે જ રાખતાં હોય છે. મોટા ભાગના લોકોએ વાતથી અજાણ હોય છે કે તુલસીનો છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતને સ્વીકારવામાં આવી છે કે તુલસીના છોડથી કેટલાક વાસ્તુદોષનો પણ નાશ થઈ જાય છે.

તુલસીમાં અગ્નિ તત્વ હોય છે પરંતુ તે મનને સ્થિરતા પ્રદાન કરે છે. શાસ્ત્રોનુસાર તુલસીનો છોડ લક્ષ્મીજીને પણ આકર્ષિત કરે છે. તંત્ર શાસ્ત્રમાં એવા ઉપાયોનું પણ વર્ણન મળે છે જેને કરવાથી ઘરમાં બરકત રહે છે અને આર્થિક સ્થિતી સુધરે છે. તંત્ર શાસ્ત્રના આ ઉપાય અનુસાર એક વાટકીમાં પાણી ભરી તેમાં તુલસીના થોડા પાન પધરાવવા. આ પાત્રને સુરક્ષિત જગ્યાએ રાખી દેવું, ત્રીજા દિવસે વાટકીમાં ભરેલું પાણી ઘરના મુખ્ય દરવાજા સામે છાંટી દેવું અને તે વાટકીમાં ફરીથી પાણી ભરીને રાખી દેવું.

તુલસીના પાન જ્યારે સુકાઈ જાય ત્યારે તેને તુલસીના કુંડામાં જ પધરાવી દેવા, તેને જ્યાં ત્યાં ફેંકી દેવા. આ ઉપાય કરવાથી ઘરની આર્થિક સ્થિતી સુધરે છે અને ક્લેશ પણ દૂર થાય છે. તો હવે તમે પણ તમારા ઘરમાં રાખેલા તુલસીના છોડની પૂજા કરવાની સાથે તેના ગુણનો મહત્તમ લાભ લેવાની કરો શરૂઆત.શુક્રવારે દેવઉઠી અગિયારસ, આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવી સુહાગનો સામાન અર્પણ કરવોદેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે, આ દેવના જાગવાની તિથિ છે, માટે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે .

દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ આ પર્વ ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સાથે તુલસી વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવાની એટલે ઉઠવાની તિથિ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે આ તિથિએ ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે.

શુક્રવારે સૂર્યાસ્ત બાદ તુલસી પાસે દીવો પ્રગટાવવો અને ચૂંદડી અર્પણ કરો. સુહાગનો સામાન પણ તુલસીને ચઢાવો. બીજા દિવસે એટલે શનિવાર, 9 નવેમ્બરે આ વસ્તુઓ કોઇ ગરીબ પરણિતાને દાન કરો.સૂર્યાસ્ત બાદ તુલસીના પાન તોડવા નહીં. અમાસ, ચૌદશ તિથિએ પણ તુલસીના પાન તોડવા નહીં. રવિવાર, શુક્રવાર અને સાતમે પણ તુલસીના પાન તોડવા શાસ્ત્રો પ્રમાણે વર્જિત માનવામાં આવે છે.

અકારણ તુલસીના પાન તોડવા જોઇએ નહીં. જો વર્જિત કરેલાં દિવસોમાં તુલસીના પાનનું કામ હોય તો વર્જિત કરેલી તિથિના એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખી શકો છો. પૂજામાં ઉપયોગમાં લીધેલાં તુલસીના પાન ધોઇને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.એકાદશી તિથિએ સવારે જાગીને અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. જળ અર્પણ કર્યા બાદ તાંબાના લોટાનો ઉપયોગ કરવો. જળમાં લાલ ફૂલ અને ચોખા રાખો. આ દરમિયાન સૂર્ય મંત્ર ॐ સૂર્યાય નમઃ, ॐ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ.

ભગવાન વિષ્ણુજી સાથે જ લક્ષ્મીજીની પૂજા કરવી. પૂજામાં સામાન્ય પૂજા સામગ્રી સાથે દક્ષિણાવર્તી શંખ, કમળ ગટ્ટા, ગોમતી ચક્ર, પીળી કોડી પણ રાખો. સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરો.આયુર્વેદમાં તુલસી રથા તેના વિભિન્ન ઔષધીય પ્રયોગોનું વિશેષ સ્થાન છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની બૂટીના સમાન ગણવામાં આવે છે. એટલું જ નહી સાથે એક પ્રસિદ્ધ કહેવત પણ છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે પૂજનીય સ્થાન હોય છે અને ત્યાં કોઇ બિમારી અથવા મૃત્યુંના દેવતા આવી શકતા નથી.

તુલસીના છોડ ઘરો અને મંદિરોમાં લગાવવામાં આવે છે, સાથે જ તેના પત્તા ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. તેના ઔષધિય ગુણો ઉપરાંત આ ક્યારેક-ક્યારેક આપણા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે.તુલસીના પત્તાનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે આ પત્તાને ચાવવા ન જોઇએ પરંતુ ગળી જવા જોઇએ. આ પ્રકારે તુલસીનું સેવન કરવાથી ઘણા રોગોમાં ફાયદો પહોંચે છે. તુલસીના પત્તામાં પારા ધાતુના તત્વ હોય છે જે પત્તાને ચાવવાથી દાંતો પર લાગી જાય છે. આ તત્વ દાંતો માટે ફાયદાકારક નથી.

પૌરાણિક માન્યતાઓ અનુસાર જાલંધર નામનો એક અસુર હતો જેણે પોતાની પત્નીની પવિત્રતા અને વિષ્ણુજીના કવચના લીધે અમર થવાનું વરદાન મળ્યું હતું. જેનો ફાયદો ઉઠાવીને તે દુનિયાભરમાં આતંક મચાવી રહ્યો હતો. જેના લીધે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે તેને મારવાની યોજના બનાવી. પહેલાં ભગવાન વિષ્ણુએ જાલંધર પાસે પોતાનું કૃષ્ણા કવચ માગ્યું પછી ભગવાન વિષ્ણુએ તેની પત્નીની પવિત્રતા ભંગ કરી જેથી ભગવાન શિવને જાલંધરને મારવાની તક મળી.

જ્યારે વૃંદાને પોતાના પતિ જાલંધરની મૃત્યુંની ખબર પડી તો તેને ખૂબ દુ:ખ થયું. જેથી તેને ગુસ્સામાં ભગવાનને શાપ આપ્યો કે તેમના પર તુલસીના પત્તા ક્યારેય ચઢાવવામાં આવશે નહી. આ કારણે જ શિવ જી ની કોઇપણ પૂજામાં તુલસીના પત્તા ચઢાવવામાં આવતા નથી.

શાસ્ત્રો અનુસાર તુલસીના પાંદડા કેટલાક ખાસ દિવસોમાં તોડવા ન જોઇએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ કાળ. આ દિવસોમાં અને રાતના સમયે તુલસીના પાંદડા તોડવા ન જોઇએ. ઉપયોગ વિના તુલસીના પાંદડા ક્યારે તોડવા ન જોઇએ. આમ કરવાથી વ્યક્તિને દોષ લાગે છે. બિનજરૂરી રૂપથી તુલસીના પાંદડા તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન ગણવામાં આવે છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …