Breaking News

વારંવાર થાક અને સુસ્તીનો થતો હોય અનુભવ તો હોઈ શકે છે આ કારણો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમને પણ વારંવાર થાક લાગતો હોય અને સુસ્તીનો અનુભવ થતો હોય તો હોઇ શ્કે છે આ ખાસ કારણો જવાબદાર તો આવો જાણીએ મિત્રો, પરંતુ આજના ઝડપી યુગમાં કામની ચિંતા અને દોડધામમાં લોકો પુરતું પાણી પીવાનું ભૂલી જાય છે અને જેના લીધે આપણું શરીર ડિહાઈડ્રેશનનો ભોગ બને છે એટલે કે નીર્જલીકરણ તેમાં શરીરમાં પાણીની ઉણપ ઉદ્દભવે છે. અને તે ઉણપ બીમારીઓને જન્મ આપે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે મૌસસમાં બદલાવની સાથે સ્વાસ્થ્યમાં ઉતર-ચઢાવ એ સામાન્ય બાબત છે. શર્દીના મૌસમમાં વધુ પડતા લોકોને સુસ્તી અને થાક જેવી અનેક સમસ્યાઓ થાય છે. કયારેક દુ:ખી થવું, ગુસ્સો કરવો એવા લક્ષણો પણ વર્તમાન સમયમાં સાવ સામાન્ય થઇ ગયા છે. જેના કારણે સ્વભાવમાં નકારાત્મકતા જોવા મળે છે. પણ દરરોજ આવા મૂડમાં રહેવાથી હેલ્થ પર પણ ઉંડી અસર જોવા મળે છે. તે સિવાય હમેશા ઊંઘ, થાક અનુભવવો વગેરે શરીર તરફ ઘ્યાન કેન્દ્રીત કરવાનો ઇશારો આપે છે.

વિશેક્ષજ્ઞોના મતે આવું બનતા પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.આયર્નની ઉણપ,આળસનું કારણ શરીરમાં આર્યન (લોહતત્વ) ની ઉણપ પણ હોય શકે છે. અને આ વાતનો ઊંઘ સાથે કોઇ નાતો નથી. આર્યનની ઉણપથી શરીરમાં થાક અનુભવાય છે.ગરમી લાગવી.વધુ પડતો ગરમ વાતાવરણમાં સમય પસાર કરવો એ પણ થાક લાગવાનું એક અત્ય કારણ છે. જેનાથી શરીની ઉર્જા નષ્ટ થાય છે અને થાક અનુભવાય છે.નિયમિત વ્યાયામનો અભાવ. આળસ અનુભવવાનો સૌથી મૂળભૂત કારણ વ્યાયામ ન કરવું એ પણ ગણવામાં આવે છે. વ્યાયામ ન કરવાથી કેલરી બર્ન નથી થતી, જેના લીધે સક્રિયતા અને ફિટનેસ પર ઊંડી અસર પડે છે.

ઉંઘ ન આવવી:- આજકાલ ઘણા લોકોની આ મુખ્ય સમસ્યા છે કે તેઓને રાત્રે ઉંઘ નથી આવતી અથવા તો ઉંઘ આવે તેના માટે ગોળીઓ લેવી પડે છે. ઉંઘ ન થવાથી મગજને આરામ નથી મળતો જેથી શરીર થાક અને આળસ અનુભવે છે.
ટેન્શનમાં રહેવું:- ટેન્શનમાં રહેવાથી દિમાગ પર બોજ પડે છે. આ બોજના કારણે થાકનો અનુભવ થાય છે. અને એકટીવ રહેવામાં અસફળતા મળે છે. અને જવાબદારીઓ નિભાવવામાં પણ તણાવ અનુભવાય છે. તણાવના કારણે શરીરમાં સુરભી અને થાક લાગે છે.

વધારે વ્યાયામ કરવો.વધારે વ્યાયામ કરવાથી શરીરની ઉર્જા નષ્ટ થાય છે. જે લોકો વધારે વ્યાયામ કરે છે તેવા લોકોએ હેલ્થી ખોરાક લેવાની ખાસ જરૂર પડે છે.અસંતુલિક આહાર.આપણો ખોરાક આપણા આખા શરીરને પ્રભાવિત કરે છે. આપણા ખોરાકની ગુણવતા પરથી શરીરની સ્વસ્થ્તા અને અસ્વસ્થતા નકકી થાય છે. વાસી અને ભારે ખોરાકથી આળસનું પ્રમાણ વધે છે.
ઓછી માત્રામાં પાણી પીવું. પાણીની ઉણપ આપણા શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. શરીરમાં યોગ્ય માત્રામાં ઓછામાં ઓછું ૭૦ ટકા પાણીની માત્રા ન હોવાથી માથાનો દુ:ખાવો , પેટ દર્દ, ચકકર આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

પાણીથી માનવશરીરના અધિક્રાંશ શરીરનું નિમાર્ણય થાય છે. તેથી ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ આખા દિવસમાં પીવું જરુરી છે.
વધુ પડતી ચરબી:- શરીરને તંદુરસી રાખવા પોષક તત્વો મળવા જરુરી છે. પણ વર્તમાન સમયમા ચીઝ, બટર અને વધુ પડતા તળેલા ખોરાકના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. આપણે આપણા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, વ્યાયામ કરવું અને સકારાત્મક અભિગમ કેળવવો જરુરી છે.

જયારે તમારા શરીરમાં પાણીની ઉણપ ઉદ્દભવે ત્યારે શરીરમાં તરલ પદાર્થ પર્યાપ્ત પ્રમાણમાં નથી હોતા. પાણીની ઉણપથી શરીરમાં ખનીજ સંતુલન ખોરવાય શકે છે. જો આ સમયે તેનું નિવારણ લાવવાના પ્રયોગ ન થાય તો તે મગજને નુકશાન પહોંચાડી શકે છે.અને ગંભીર રીતે મૃત્યુનું કારણ પણ બની શકે છે. તો મિત્રો દરેક વ્યક્તિએ આવશ્યક માત્રામાં પાણી પીવું જ જોઈએ પાણી પીવામાં કોઈ જાતની આળસ કરવી ન જોઈએ. ડિહાઈડ્રેશન એટલે શું? પાણી શરીરનું એક આવશ્યક તત્વ છે.શરીરના કાર્યો કરવા માટે તે ખુબ જ જરૂરી છે.

શરીરના વજનનો ૭૫% ભાગ પાણીનો બનેલો હોય છે. વધારે પાણી શરીરની કોશિકાઓમાં રહેલું હોય છે. બાકીનું પાણી રક્ત વાહિનીઓ  અથવા કોશિકાઓના વચ્ચેના સ્થાનમાં ભરેલું હોય છે.ડિહાઈડ્રેશન એક એવી સ્થિતિ છે. જેમાં શરીરમાંથી નીકળતા પાણીનું પ્રમાણ, શરીરમાં રહેલ પાણીના પ્રમાણથી વધારે થઇ જાય. જયારે આપણું શરીર વધારે ક્રિયાઓ અને કાર્ય કરતુ હોય ત્યારે પાણી ઝડપથી બહાર નીકળે છે. શરીરની ક્રિયાઓ જેમ કે, શ્વાસ લેતી અને છોડતી  વખતે  શરીરને ઠંડુ રાખવા માટે પરસેવા રૂપે, પેશાબની મદદથી વિષાણું જન્ય પદાર્થ નીકળવાની ક્રિયા માટે પાણી આપના શરીર માટે ખુબ જ જરૂરી છે.

મિત્રો દરેક વ્યક્તિએ નિયમિત રીતે આશરે અઢીથીં સાડા ત્રણ લીટર પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ. તેની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો છો. સવારે ઉઠ્યા પછી નાસ્તો કરતા પહેલા ૩ થી ૪ દિવસ વજન માપો. ત્યારબાદ તમારું સાચું વજન ખ્યાલ આવશે. સવારમાં એટલે કરવો કારણ કે હકીકતમાં રોજ આપની પાણી પીવાની માત્રા અનુસાર રોજ વજન ઘટતો અને વધતો રહે છે. હવે તમારો વજનને 30 વડે ભાંગી લો જો તમારો વજન ૬૦ કિલો છે. તો તમારે ૬૦/30=2 લીટર પાણી પીવું જોઈએ.

 

ઓછામાં ઓછુ ૨ લીટર પાણી તો દરેક વ્યક્તિએ પીવું જ જોઈએ. શરીરમાં પાણીની ઉણપના ઘણા બધા લક્ષણો તેમજ સંકેતો છે. જેમ કે, વારંવાર તરસ લગાવી તે ડિહાઈડ્રેશનનું શરૂઆતનું મુખ્ય લક્ષણ છે. તેમાં પેશાબનો રંગ ઘાટો પીળો થાય છે. અને સામાન્ય દિવસોમાં આછો પીળો રંગ હોય છે. આ લક્ષણ ત્યારે ઉદ્દભવે છે જયારે શરીરમાં પાણીની માંગ વધે છે. આ ઉપરાંત તરસ લાગવી, મોઢું સુકાવું, પેશાબનો અલ્પ ત્યાગ, પેશાબનો ઘાટો પીળો રંગ, ત્વચા સુકી થવી, માથાનો દુઃખાવો થવો,માંસપેશીઓ જકડાય જવી વગેરે ડિહાઈડ્રેશનના સામાન્ય લક્ષણ છે.

મિત્રો શરીરની વધારે પડતી ઉણપથી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. તેના લક્ષણો પણ તેટલા જ ગંભીર હોય છે. જેમ કે, પેશાબ ન આવવો, પીશાબ અત્યંત ઘાટો હોવો, ખુબ જ શુષ્ક ત્વચા બનવી, ચકકર આવવા, ધડકન તેજ થવી, શ્વાસ ઝડપથી વારંવાર લેવો, આંખ ઊંડી જતી રહેવી, વધારે પડતી ઊંઘ આવવી, ઉર્જા ન રહેવી, ભ્રમ અથવા ચીડિયાપણાનો અનુભવ થવો. બેભાન થવું વગેરે ગંભીર પરિસ્થિતિના લક્ષણો છે. નાના બાળકોમાં મોટા વ્યક્તિઓ કરતા આના લક્ષણો અલગ પ્રકારના જોવા મળે છે.

જેમ કે મોઢું અને જીભ સુકાવી, રોતી વખતે આંસુ ન આવવા, ૩ કલાક સુધી પેશાબ ન થવો, ગાલ અને શરીરમાં આછા નિશાન થવા, જરૂરિયાત કરતા વધારે ઊંઘવું અને બાળકનું ચીડિયાપણું થઇ જવું જોવા મળે છે.ડિહાઈડ્રેશનથી થતી સમસ્યાઓ ડિહાઈડ્રેશનમાં શરીરમાં પાણીની ઉણપથી અનેક નાની મોટી સમસ્યાથી સ્વાસ્થ્ય ખોરવાય છે.માથાનો દુઃખાવો તેમજ ચક્કર આવે છે,યાદશક્તિ ઓછી થાય છે તેમજ નિર્ણયશક્તિ પર ખરાબ અસર પડે છે.

તેમજ એકાગ્રતા નથી જળવાતી. શ્વાસ માંથી દુર્ગંધ આવે છે. કબજીયાત જેવી પેટની સમસ્યા ઉદ્દભવે છે.વધારે પડતી ભૂખ લાગે છે. પેશાબ ઓછો આવે છે.થાક લાગે છે. તેમજ ચુસ્તી અનુભવાય છે.માંસપેશીઓમાં દુઃખાવો થાય છે.ત્વચા બેજાન અને સુકી થઇ જાય છે. ડિહાઈડ્રેશનના કારણે પ્લાઝમાંનું પ્રમાણ ઓછું થાય છે. જેનાથી રક્ત પરિસંચરણ પ્રભાવિત  થાય છે. અને હૃદયની ગતિ તેમજ ધબકારા વધે છે.

ડિહાઈડ્રેશનનો ઉપચાર. ડિહાઈડ્રેશન અટકાવવા માટે ઓછામાં ઓછું ૧.૫ લીટર કે તેથી વધુ પાણી પીવું જોઈએ. પરંતુ એક જ વારમાં એક સાથે તેટલું પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત અન્ય પદાર્થ અને પાણીથી ભરેલ ખોરાક જેવો કે સલાડ અને ફળનુ સેવન કરવું જોઈએ. પરંતુ જો તમે  ડિહાઈડ્રેશનનો શિકાર બની ગયા હોય તો તેનો ઈલાજ કરવો ખુબ જ આવશ્યક છે. જો ન કરવામાં  આવે તો શરીરને નુકશાન થાય છે. તેનો ઈલાજ નીચે પ્રમાણે છે.

સામાન્ય ઉમર ધરવતા લોકો માટે  આ ઉપાયો છે.તરલ પદાર્થોનું સેવન કરવું જેમ કે પાણી, સૂપ, તાજો રસ, તાજા,નાળીયેરનું પાણી, વગેરે શરીરને રિહાઈડ્રેટ કરે છે. આ ઉપરાંત તાજા ફળ અને સલાડનું સેવન કરવું. કોફી, ચા અને કાર્બોનેટેડ પાણીથી બચવું કારણ કે તે મુત્રવર્ધક છે. જે શરીરનું પાણી બહાર કાઢી નાખે છે. ORS નો પ્રયોગ કરવો.નાના બાળકો માટે નીચે પ્રમાણે ઈલાજ કરવો. બાળકોને માત્ર પાણી ન આપવું તેમાં ORS ભેળવીને પીવડાવું.

ભાતનું ઓહામણ તેમજ મગ જેવા કઠોળનું પાણી પીવડાવું. સ્તનપાન કરતા હોય તેવા શિશુઓ માટેના ઉપાય નીચે પ્રમાણે છે. શિશુને સ્તનપાન કરવો. તે રિહાઈડ્રેશન માટેનો સારો ઉપાય છે.થોડી થોડી વારે દૂધ અને પાણી પીવડાવતા રહેવું.જો તેમને ઉલ્ટી થાય છે તો ફળનું જ્યુસ પીવડાવતા રહેવું. એક એક કલાકે ORS ઘોળીને પીવાડતા રહેવું.

About bhai bhai

Check Also

આજેજ કરિલો આ પાન નું સેવન કરવાથી સેક્સ લાઈફ થશે એકદમ એક્ટિવ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈએ સાચું કહ્યું છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *