Breaking News

વિશ્વ નો એક માત્ર એવો દેશ જ્યાં એક પણ નથી ક્રિમિનલ,અહીં ખાલી પડી છે જેલો,જાણો એવું તો શું છે કારણ…..

આ દેશની સરકાર તમામ જેલો બંધ કરવા જઈ રહી છે, તેનું કારણ જાણીને તેઓ આશ્ચર્યચકિત થશે,આજકાલ ગુનેગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરેક દેશમાં આરોપીને સજા કરવા માટે તે દેશમાં જેલ બનાવવામાં આવે છે, પરંતુ જો કોઈ દેશમાં જેલ ન હોય તો ત્યાં આરોપીને કેવી સજા આપવામાં આવશે. આજે અમે તમને આવા જ એક દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સરકાર જેલ બંધ કરવા જઇ રહી છે.

અહીં કોઈ જેલ નથી:આજે અમે તમને યુરોપના એક દેશની સરકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે હાલમાં જ એક હુકમનામું બહાર પાડ્યું છે કે તે તેના દેશની તમામ જેલો બંધ કરશે. કારણ કે આ દેશમાં એક પણ ગુનેગાર બાકી નથી. આ દેશમાં ગુનાખોરીનો અંત આવ્યો છે.

કેદી નથી:નેધરલેન્ડની બધી જેલો ખાલી છે. અહીં કોઈ ગુનેગારો બાકી નથી અને જેલ ખાલી છે. તેથી જ સરકારે દેશની તમામ જેલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. 2013 માં, આ દેશમાં ફક્ત 19 કેદીઓ હતા.2018 માં અહીં કોઈ કેદી નહોતા. નેધરલેન્ડ્સને વિશ્વનો સૌથી સલામત દેશ માનવામાં આવે છે.

દુનિયાના દરેક દેશમાં ગૂનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ પશ્ચિમ યુરોપના નેધરલેન્ડ્સમાં ગુના ઘટી રહ્યા છે. પોણા બે કરોડની વસતીવાળો નેધરલેન્ડ્સ દુનિયાનો પહેલો દેશ છે, જ્યાં બધી જેલો બંધ કરાઈ રહી છે. આ જેલોમાં હવે શરણાર્થીઓને વસાવવામાં આવી રહ્યા છે. 2013માં આ દેશમાં માત્ર 19 કેદી હતા. 2018 સુધી અહીં કોઈ કેદી બચ્યો નથી. નેધરલેન્ડ્સના ન્યાય મંત્રાલય મુજબ આગામી 5 વર્ષમાં અહીં કુલ ગુનાઓમાં ઘટાડો આવશે અને અમે બધી જેલો બંધ કરી દઈશું.

તેનાથી બે ફેરફાર થશે. સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો ગુના ઘટવાથી દેશ સલામત થશે અને રોજગારની દૃષ્ટિએ જેલોમાં કામ કરનારાની નોકરી જોખમાઈ શકે છે. જેમાં કામ કરતા 2000 લોકોમાંથી અંદાજે 700 લોકોની સરકારે બીજા વિભાગોમાં ટ્રાન્સફર કરી છે. બાકીના 1300 કર્મચારીઓ માટે કામની શોધ ચાલી રહી છે. અહીં ખાલી જેલોનો મુદ્દો એવી સ્થિતિએ પહોંચી ગયો હતો કે નેધરલેન્ડને તેની જેલ ચલાવવા માટે નોર્વેથી કેદી મગાવવા પડ્યા હતા.

અહીં કેદીઓ માટે ઈલેક્ટ્રોનિક એન્કલ મોનિટરિંગ સિસ્ટમ છે. અહીં કેદીઓને જેલમાં બંધ કરવાના બદલે કામ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા પર ભાર અપાય છે.જેલ બંધ કરી સ્કિલ ડેવલપમેન્ટ શરૂ કરાયું નેધરલેન્ડ્સમાં જેલ બંધ કરવાનું 2016થી શરૂ થયું. સૌથી પહેલાં એમસ્ટર્ડમમાં જેલ બંધ કરાઈ. આ જેલો તોડીને ત્યાં 1000 શરણાર્થી માટે મોટું સેન્ટર શરૂ કરાયું. અહીં સ્કિલ ડેવલપમેન્ટના વર્ગ શરૂ કરાયા. નવા સ્ટાર્ટઅપ, ભાષા સ્કૂલ અને કોફીની દુકાન પણ શરૂ કરાઈ.

વિશ્ર્વભરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ તેજીથી વધી રહ્યું છે અને જેલો કેદીઓથી ઊભરાઈ રહી છે. જો કે યુરોપનો એક દેશ એવો છે જ્યાં જેલો ખાલી છે અને કેદીઓ છે જ નહીં. એને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેલો બંધ થઈ રહી છે. આ દેશ છે નેધરલેન્ડ્સ. અહીં અપરાધો એટલા ઘટી ગયા છે કે જેલો બંધ કરવી પડી છે. જેલના વ્યવસ્થાપનમાં કામ કરતા લગભગ બે હજાર લોકો બેકાર થઈ ગયા છે.

નેધરલેન્ડ્સની કુલ વસ્તી લગભગ ૧.૭૧ કરોડ જેટલી છે. ૨૦૧૬માં અહીં માત્ર ૧૯ કેદી હતા અને ૨૦૧૮માં એક પણ કેદી નહોતો. અહીંની જેલો સૂમસામ પડી છે ત્યારે સ્થાનિક સરકારનું કહેવું છે કે આવનારાં પાંચ વર્ષોમાં ગુનાખોરીમાં ૦.૯ ટકા જેટલો ઘટાડો થશે અને જેલ બંધ કરી દેવામાં આવશે.નેધરલેન્ડ્સ સૌથી સુરક્ષિત દેશોમાંનો એક છે.

જેલો બંધ થવાથી બે હજારથી વધુ લોકોની નોકરી ખતરામાં છે. ૭૦૦ લોકોને બીજા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે અને બાકીના ૧૩૦૦ માટે નવી નોકરીની તલાશ શરૂ થઈ છે. નેધરલેન્ડ્સમાં ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટરિંગ સિસ્ટમ છે જે કેદીઓને પહેરાવીને તેમને સીમાની અંદર જ રહેવાનો નિર્દેશ અપાય છે. આ કેદી ઘરમાં બંધક રહે છે. જો તે બહાર નીકળે તો એનું લોકેશન ટ્રેસ થઈ શકે છે અને તરત જ રેડિયો ફ્રિકવન્સી સિગ્નલ દ્વારા પોલીસને એની સૂચના મળી જાય છે.

જાણો અન્ય.દીવમાં એક એવી જેલ છે જેમાં માત્ર એક કેદી રહે છે હકીકતમાં તેની પાછળ એક રસપ્રદ કારણ છે. ગુજરાતના એક છેડે નાના ટાપુ દીવ પર આ જેલ પાછળની રસપ્રદ કહાણી છે અને તેનાથી પણ વધારે રસપ્રદ જેલમાં બંધ એક કેદીની વાત છે.આ દ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપની સુંદરતા જોવાલાયક છે. પોર્ટુગલની કોલોની રહી ચૂકેલા આ દ્વીપ પર એક એવી જેલ છે જેમાં માત્ર એક કેદી રહે છે. જી હા, ૪૭૨ વર્ષ જૂની આ જેલમાં આ એક કેદી સિવાય અહીં કોઈ નથી.

આ કેદીનું નામ છે દીપક કાંજી જેની ઉંમર 30 વર્ષ છે. આ અહેવાલમાં જણાવ્યા મુજબ 30 વર્ષીય દીપકને ૪૦ લોકો માટે બનાવવામાં આવેલી આ જેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કેટલીક સવલતો પણ આપવામાં આવે છે જેમ કે ટીવી પર દૂરદર્શન નિહાળવાની અને કેટલીક આધ્યાત્મિક ચેનલો જોવાની સાથે સાથે ગુજરાતી અખબાર અને પત્રિકાઓ વાંચવા માટેની ચૂત આપવામાં આવી છે.

આ ઉપરાંત સાંજે ૪ થી ૬ની વચ્ચે જેલનો ગાર્ડ તેને ફરવા માટે લઈ જાય છે. દીપક એકમાત્ર કેદી છે જે આ જેલમાં બંધ છે. આ માટે તેના ખાવા-પીવાનો બંદોબસ્ત પણ કિલ્લાની બાજુમાં આવેલી એક હોટેલમાંથી કરવામાં આવે છે. હાલમાં તો દીપક આ જેલમાં બંધ છે પરંતુ તેને કોઈ અન્ય જેલમાં મોકલવાની વાત ચાલી રહી છે. ત્યાર બાદ આ ઐતિહાસિક સ્થળને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપી દેવામાં આવશે.

અહીં પ્રત્યેક કેદી પર લગભગ મહિને ૩૨,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં કેદીઓને રાખવામાં વધુ ખર્ચ થાય છે અને એટલે જ વર્ષ ૨૦૧૩મા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાને આ સ્થળ સોંપી દેવાની માંગ કરી હતી. આ માંગ પર્યટનને વધારો આપવા માટે કરવામાં આવી હતી. તે સમયે આ જેલમાં સાત કેદીઓ હતાં જેમાંથી બે મહિલાઓ હતી. આ કેદીઓમાંથી ચાર કેદીઓ દીવથી દૂર અમરેલી જીલ્લાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બે કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી છે.

ત્યારથી અહીં માત્ર દીપક એકલો જ કેદી તરીકે બચ્યો છે. પોતાની પત્નીને ઝેર આપવાના મામલામાં તેના કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે તે આ જેલમાં બંધ છે. દીવ સેશન કોર્ટમાં દીપકની સુનાવણી ચાલી રહી છે. કાંજીના મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ આ જેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પોતાના કબજામાં લેશે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …