Breaking News

યુવકનાં પ્રેમમાં પાગલ થઈ પરણિત યુવતી અંગત પડો માણવા કર્યું એવું કે જાણી તમે પણ ચોંકી જશો……

મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો હવશના ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.આગરા જનપદના બરહદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખાંડામાં બુધવારે રાત્રે ફોઈના છોકરા પિતરાઇ ભાઇ સાથે મળીને પતિની હત્યાની આરોપી પત્નીની પોલીસે ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધી. પત્નીના આ પિતરાઇ ભાઇને પકડવા આખી રાત પોલીસે મહેનત કરી પરંતુ તે મળ્યો નહી.

લોકડાઉનના કારણે થોડા દિવસ પહેલાં નોએડાથી પોતાના ગામ ખાંડા આવેલ નિતિન ઉર્ફ વિક્રમ સિંહની બુધવારે રાત્રે પોતાના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ નિતિનના પિતાએ તેની પત્ની રવીના ઉર્ફ રાની કુકથલા અછનેરાના નિવાસી કિશન સિંહની પુત્રી અને તેના ફોઇના છોકરા, પિતરાઇ ભાઇ પ્રતાપ સિંહ ખાંડા નિવાસી ધર્મવીરના પુત્ર પર ગળું કાપી હત્યા કરવાની એફઆઈઆર નોંધાવી છે.પોલીસે શુક્રવારે રાનીને કોર્ટમાં હાજર કરી, પરંતુ આરોપી, તેનો પિતરાઇ ભાઇ પ્રતાપ હજી પોલીસના હાથમાં આવ્યો નથી. બરહન સ્ટેશન ઈન્ચાર્જ મહેશ સિંહે જણાવ્યું કે, આરોપી પ્રતાપ સિંહ હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર સાથે ગાયબ છે. તેની ધરપકડ માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગામમાં એવી ચર્ચા છે કે, પ્રતાપનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રવીના બોખલાઇ ગઈ હતી. પ્રતાપને મેળવવા માટે જ તેણે પતિ વિક્રમની હત્યા કરી નાખી. તો લોકોનું કહેવું એમ પણ છે કે, વિક્રમનો તેની પત્ની સાથે ક્યારેય ઝગડો નથી થયો. તે એકદમ સીધો માણસ હતો. તેના આ સરળ સ્વભાવનો જ તેની પત્નીએ ફાયદો ઉઠાવ્યો હતો.ઘરવાળાંના જણાવ્યા અનુસાર, રાની તેના પતિ વિક્રમ પાસેથી રોજ મહિને બીમારીનું બહાનું કાઢી ઈલાજ માટે પૈસા માંગતી રહેતી. આ ઈલાજના બહાને જ તે દર મહિને 28-28 હજારનું બિલ આપતી. આટલું જ નહીં, પોતાના ખર્ચ પૂરા કરવા માટે તેણે દસ હજાર રૂપિયામાં સોનાની ચેન પણ ગિરવે મૂકી દીધી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પૂછપરછ અનુસાર, બુધવારે રાત્રે 11:00 વાગે રાનીએ પતિ વિક્રમને આલૂના ચોખામાં ઊંઘની ગોળીઓ મિક્સ કરીને ખવડાવી દીધા. ત્યારબાદ રાત્રે લગભગ એક વાગે વિક્રમને ગભરામણ જેવું લાગ્યું તો તેણે ઊઠીને દ્રાક્ષ ખાધી. ત્યાર બાદ તે જેવો ઊંઘ્યો, તેની હત્યા કરી દેવામાં આવી.

આરોપી પ્રતાપે જ પોતાના મામાની દીકરી રાનીનાં લગ્ન વિક્રમ સાથે કરાવ્યાં હતાં. રાનીને બે વર્ષનો એક દીકરો પણ છે. આરોપી પ્રતાપના પિતા ધર્મવીર સિંહ દારૂની તસ્કરીનું કામ કરે છે. તે હરિયાણાથી દારૂ લાવી અહીં સપ્લાય કરે છે. જેના કારણે બરહન સ્ટેશનમાં જ તેના પર ઘણી ફરિયાદો નોંધાયેલ છે. ગેરકાયદેસર રીતે દારૂ વેચવા બાબતે તે જેલમાં પણ જઈ ચૂકેલો છે.પોલીસે જણાવ્યું કે, રાની અને પ્રતાપનું કાવતરું હતું કે, વિક્રમની હત્યાને આત્મહત્યામાં ખપાવવામાં આવે. વિક્રમની માં બૂમો પાડીએ લોકોને ભેગા ન કરતી તો, કદાચ તેઓ આમ કરવામાં સફળ પણ થઈ જાત અને ઘટનાસ્થળ પરથી લોહી પણ સાફ કરી દેત.બીજી એક ઘટના વિશે તમને જણાવીશું સમાજજીવનમાં દિન-પ્રતિદિન ઘટતી અનેક ઘટનાઓ સંવેદનશીલ હૃદયના માનવીઓને હચમચાવી મૂકે તેવી હોય છે પણ આવી ઘટનાઓના વધતા જતા પ્રમાણો માનવીની સંવેદનાઓને સાવ બુઠ્ઠી બનાવી દીધી છે. સગો બાપ સગી દીકરી પર એક નહીં પણ અનેક વાર દુષ્કર્મ આચરે, આ હકીકતથી તેની માતા પણ વાકેફ હોય, તેની માસી આવીને કિશોરીને લઈ જાય ત્યાં ખુદ તેના માસાના પિતા જેવા જ દુષ્કર્મોનો કિશોરી ભોગ બને.

આને શું કહીશું વેવાઈ વેવાણ ભાગી જાય, શિક્ષકો વિદ્યાર્થિનીઓને  અડપલાં કરે, છેડતી કરે કે પ્રેમ કરે, મામો, માસો કે ફૂઓ ભાણી પર નજર બગાડે યા દુષ્કર્મનો ભોગ બનાવે, પોલીસ સ્ટેશનમાં ક્યાંક બળાત્કાર ગુજારાય, સગો ભાઈ બહેનને ગર્ભવતી બનાવે આવી અનેક ઘટનાઓ માધ્યમોમાં જોવા, સાંભળવા ને વાંચવા મળે છે ત્યારે આજે સમાજની અધોગતિ કેટલી હદે થઈ છે તેનો ખ્યાલ આવે છે.બળાત્કારની ઘટનાઓ બાબતે તો જાણે હવે એવું થઈ ગયું છે કે, છાપાઓમાં આવી ઘટના ન છપાઈ હોય તે જ જાણે સૌથી મોટા સમાચાર ગણાય છે.  એકલદોકલ દુષ્કર્મની ઘટના તરફ તો હવે જાણે બહુ ઓછું ધ્યાન ખેંચાય છે પણ જ્યારે સમાજના સંગઠિત અવાજનો આવી ઘટના સામે પ્રચંડ વિરોધનો વંટોળ જાગે ત્યારે  દિવસો સુધી એવી ઘટના માધ્યમો માટે મોટો મુદ્દો બની જાય છે.

પિતા-પુત્રી, ભાઈ-બહેન, ફૂઆ-મામા કે માસાને ભાણી, પિતરાઈ ભાઈ-બહેન, મામા-માસીનાં ભાઈ-બહેન, સસરા ને વહુ, દિયર-જેઠ ને ભાઈની પત્ની, સાસુ ને જમાઈ, શિક્ષક ને વિદ્યાર્થિની જેવા સામાજિક સંબંધો પવિત્ર ને શંકાથી પર હોય છે. સાવકી માનાં સંતાનો પણ સાવકા બાપની હવ,નો શિકાર બનતાં હવે વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે વિશ્વાસના પવિત્ર સંબંધોમાં લાગેલો લૂણો કેટલી હદે વિકૃત બન્યો છે તેની પ્રતીતિ થાય છે.આવી ઘટનાઓમાંથી ઘણી બધી ઘટનાઓ બહાર પણ આવતી નહીં હોય, ક્યાંક પરિવારજનોની જાણમાં આવવા છતાં બદનામીની બીકથી બહાર નહીં આવતી હોય, ક્યાંક કિશોરી પોતે એવા ડરને કારણે કોઈને કહેવાની હિંમત પણ નહીં કરતી હોય કે તેની વાત કોઈ માનશે નહીં ને ઉપરથી તેને શિક્ષા કરાશે. દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે, આવા શિકારનો ભોગ કિશોર વયની દીકરીઓ વધુ બનતી જોવા મળે છે ત્યારે સમાજે જાગવાની જરૂર છે કે, વિશ્વાસના પવિત્ર સંબંધોનો કેવો કચ્ચરઘાણ વળી રહ્યો છે.

સસરા માટે વહુ એ દીકરી છે. જેઠ માટે નાના ભાઈની વહુ દીકરી છે. દિયર માટે મોટાભાઈની પત્ની મા સમાન ને બનેવી માટે સાળી બહેન સમાન છે. સાળી-બનેવીના સંબંધોને તો લોકોએ સાળીને ‘આધી ઘરવાળી’ જેવા શબ્દોથી સાવ કલુષિત કરી નાખ્યા છે. જેના કારણે ઘણી બહેનોના જીવનમાં પણ આગ લાગતી જોવા મળે છે. સંતાન પ્રાપ્તિ માટે વહુ સાથેના સસરાના કે દિયર-જેઠના શારીરિક સંબંધો તો પવિત્ર સંબંધોને લાંછન લગાડનારા છે. આવી ઘટનાઓને આપણે કળિયુગ છે તેમ કહીને ટાળીએ યા અવગણીએ છીએ ત્યારે આપણે આપણી જવાબદારી ખંખેરી નાખતા હોઈએ તેવું લાગે છે.

આપણે ત્યાં વાસના ને વ્યભિચારને ટાળવા લગ્નપ્રથા છે જ પણ લગ્નેત્તર સંબંધો પણ હવે ઘણી વાર સમસ્યારૂપ બનતા જાય છે. આપણાં શાસ્ત્રોએ પણ ‘કામ’ને અવગણ્યો નથી પણ સામાજિક પવિત્ર સંબંધોમાં દુષ્કર્મ એ કોઈ પણ ‘કામવાસના’ છે, નર્યો વ્યભિચાર છે. વેવાણ ભાગી જાય તેને પ્રેમ કહેવાય નહીં.બંનેનાં લગ્નજીવનનાં પાત્રો હયાત હોય ને બંનેના સંતાનો લગ્ન સંબંધથી જોડાવાના હોય તેવાં પાત્રો ભાગી જાય તે પ્રેમ નહીં પણ નરી વાસના ને વ્યભિચાર છે. મોટી ઉંમરના કોઈ દંપતીનું જોડું ખંડિત થાય ને મોટી ઉંમરે પરસ્પર જીવનસાથીની જરૂર હોય તો બંને ગમે તે ઉંમરે લગ્નગ્રંથિથી જોડાય તેમાં કશું ખોટું નથી પણ પરસ્પરનાં જીવનસાથી પાત્રો હયાત હોય ને સામસામાં બે પાત્રો ભાગી જાય તે સમાજજીવનને ખળભળાવી મૂકે તેવી ઘટના ગણાવી જોઈએ.

જો આવી ઘટનાઓને આપણે કળિયુગના આરંભની ઘટનાઓ ગણીને અવગણીશું તો કળિયુગના અંતની ઘટનાઓ કેવી ભયાનક, આઘાતજનક ને કરુણ હસે ! લગ્નેત્તર સંબંધોનો આવો કરુણ રકાસ ને અંજામ સમાજ સામે લાલબત્તી ધરનારો બની રહેવો જોઈએ. આ માટે માત્ર કળિયુગનો પ્રભાવ નહીં પણ જીવનમાં સેક્સ ને વ્યભિચારનું વધતું પ્રમાણ જવાબદાર છે. જાતીય જીવનમાં પ્રાણીઓની કક્ષાએ માણસ જવા લાગ્યો છે, કેમ કે પ્રાણીઓમાં સેક્સમાં જાતીય સંબંધો જેવું કશું હોતું નથી. આવા વ્યભિચારીઓને સેક્સમાં આંધળા કહેવા તે પણ અંધજનોનું હળાહળ જેવું અપમાન છે.

કળિયુગ કરતાં આવા કિસ્સાઓમાં ફિલ્મો, પોર્ન ફિલ્મો, ફિલ્મોના દૃશ્યો ને તેના દ્વિઅર્થી સંવાદો પણ ઓછાં જવાબદાર નથી. આવી ઘટનાઓ ઘટે છે ત્યારે થાય છે કે, સમાજજીવનને ઘડનારાં પરિબળો જેવાં કે મા-બાપ, શાળા-કોલેજો, ધર્મપુરુષો ને રાજપુરુષો જાણે સાવ નિષ્ફળ ગયાં છે.સમાજને ઘડનારું સૌથી મોટું પરિબળ મા-બાપ છે પણ નોકરી-ધંધાની વ્યસ્તતાને કારણે તેની પાસે તો સમય જ નથી. બાળક ક્યારે અઢી વર્ષનું થાય ને નર્સરીમાં જતું થાય તેની જ રાહ જોવાતી હોય છે. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે એટલે પરિવારમાં દાદા-દાદી તો સાથે બહુ ઓછાં હોય છે.જે બાળકોને ઘડતાં હોય છે. કિશોર ને યુવાન શાળા-કોલેજોમાં આવે ત્યારે તો બાળકને ટયૂશન, મોબાઇલ ને બાઇક આપીને મા-બાપ ફરજમુક્ત થઈ જાય છે પણ તેનો તેઓ શું ઉપયોગ કરે છે તે તપાસવાનો તેમની પાસે લેશમાત્ર સમય કે વૃત્તિ હોતાં નથી. સમાજ ઘડવાનું બીજું પરિબળ શિક્ષણ સંસ્થાઓ કે જ્યાં બાળક ૮ કલાક રહે છે ત્યાં તો શિક્ષણ ને સંસ્કાર બહુ ઓછા મળે છે, કેમ કે તે નાણાં કમાવાનાં કારખાનાં બની ગઈ છે. સમાજ ઘડનારું ત્રીજું પરિબળ ધર્મ છે.

દિન-પ્રતિદિન ધર્મો, સંપ્રદાયો, સંતો, ર્ધાિમક પુસ્તકો, મંદિરો ને તેના ઉત્સવો, કથાઓ અને કથાકારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે પણ તેમનો પ્રભાવ ઘટતો જાય છે. મંદિર કે આશ્રમમાં જેમનું સ્થાન હોવું જોઈએ તેવા કેટલાક તો દુષ્કર્મોના કેસમાં જેલ પણ ભોગવી રહ્યા છે. ખુદ ધર્મમાં પણ દુષ્કર્મોની અધર્મની ઘટનાઓ વધતી જોવા મળે છે. ચોથું પરિબળ રાજનેતાઓ છે. ગાંધી-સરદાર જેવા કે જેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવા રાજનેતાઓ તો હવે દીવો લઈને શોધવા જવું પડે તેમ છે.અનૈતિક સંબંધો ધરાવનારા, દુષ્કર્મો આચરનારા અને દુષ્કર્મો કરનારને બચાવનારા નેતાઓની સંખ્યા પણ વધતી જાય છે. આવા ઘણાં નેતાઓનાં બાપની સત્તા ને સંપત્તિથી છકેલાં ને વંઠી ગયેલાં સંતાનો પણ અનૈતિક કામોમાં આગળ હોય છે. ત્યારે થાય છે કે, સમાજને ઘડનારાં પરિબળો ખુદ બીમાર ને દૂષિત બનતાં જાય છે અને તે બધાં વત્તા-ઓછા અંશે સમાજ ઘડતરના તેમના કાર્યમાં નિષ્ફળ ગયાં હોય તેવી લાગણી થયા વિના રહેતી નથી.

સ્થિતિને વધુ બગડતી અટકાવવા કળિયુગને દોષ દીધા વિના મા-બાપ, શિક્ષણ સંસ્થાઓ, ધર્મ, રાજકારણ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિઓનાં સામાજિક સંગઠનો અને માધ્યમો સૌએ જવાબદારીમાંથી ભાગવાને બદલે સવેળા જાગવાની જરૂર છે અને આવા વિશ્વાસના પવિત્ર સંબંધોમાં દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાઓને સામાજિક ડર છોડીને દુરાચારી સગાંઓને હિંમતપૂર્વક ખુલ્લા પાડવાની હિંમત કેળવવી જોઈએ.

About gujaratnews24

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …