National Film Award: 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.
National Film Award: 16 ઓગષ્ટના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. શુક્રવારે જાહેર થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એકસપ્રેસને ત્રણ પારિતોષિક પ્રાપ્ત થયા છે.
માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી
આ વર્ષે કચ્છ એક્સપ્રેસનો બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે, માનસી પારેખ ગોહિલને બેસ્ટ અભિનેત્રી તરીકે અને કોસ્ચ્યુમ માટે નિકી જોશીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. કચ્છ એક્સપ્રેસને નેશનલ સાથે સોશિયલ, એન્વાર્યમેન્ટલ ઇશ્યુઝ કેટેગરીમાં બેસ્ટ ફીચર ફિલ્મથી પુરસ્કૃત કરાઈ છે. કચ્છ એક્સપ્રેક્સ એ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, જેને એક સાથે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા હોય. કચ્છ એક્સપ્રેસ ફિલ્મના દિગ્દર્શક વિરલ શાહ છે. ફિલ્મના કલાકારો માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ ગોહિલ, ધર્મેશ ગોહિલ, હર્શિલ સફારી મુખ્ય છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 1954 માં શરૂ થયો હતો
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મરાઠી ફિલ્મ ‘શ્યામચી આયી’ને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે.
National Film Award
70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: જેમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી. કંતારાને બેસ્ટ એક્ટર અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારા માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે નિત્યા મેનેનને ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
આ પણ ખાસ વાંચો:
સૂરજ બડજાત્યા સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક બન્યા
સૂરજ બડજાત્યાને ઉત્ચા ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે. અરિજિત સિંહને બેસ્ટ મેલ પ્લેબેક સિંગિંગ કેટેગરીમાં બ્રહ્માસ્ત્ર માટે એવોર્ડ મળ્યો છે.
ગયા વર્ષે, અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અલ્લુ આ સન્માન મેળવનાર પ્રથમ તેલુગુ અભિનેતા હતા. ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમી માટે કૃતિ સેનનને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો