Sale!

Bahre Saty Astya

Original price was: ₹199.00.Current price is: ₹99.00.

Bahre Saty Astya

પાર્ટી પૂરજોશમાં ચાલતી હતી. ચારે તરફ યુવાની અને મસ્તીનો માહોલ હતો. મોટા અવાજે વાગતું સંગીત કોઈનું પણ લોહી ગરમ કરી નાખે એવું જોશીલું અને જબરદસ્ત હતું. ક્યાંક બિયર તો ક્યાંક બકાર્ડી બ્રિઝર છલકાતા હતા. બૅકલેસ અને સ્પગેટી ટોપ્સની સાથે ઉછાળા મારતાં જિસ્મ અને મુસ્કુરાતા ચહેરાઓ બદલાતી લાઇટો કરતાં પણ વધુ તેજસ્વી દેખાતા હતા.

કૉલેજની ફ્રેશર પાર્ટીમાં હાથ-પગ ઉછાળીને નાચી રહેલા યુવાનો તો હતા જ, સાથે બે-ચાર પ્રોફેસર્સ અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ બધા ટોળામાં એક છોકરી સાવ જુદી તરી આવતી હતી. કમરથી નીચે એના ડેનિમના ગર્ડલને ઢાંકી દે એટલા લાંબા, ગાઢા, કાળા વાળ લહેરાવતી એ ખૂણામાં કૉલ્ડ્રીંકનો ગ્લાસ લઈને ઊભી ઊભી ઘેલા થઈ રહેલાં ટોળાંને જોઈ રહી હતી. મ્યુઝિકની મસ્તીમાં ઝૂમતું ટોળું વચ્ચે વચ્ચે ચીસો પાડતું, તાળી પાડતું, હાથ-પગ ઉછાળતું યુવાનીની મસ્તી છલકાવતું હતું.

દરેક વખતે ખૂલતા કાચના દરવાજામાંથી દાખલ થતા માણસને જોઈને એના ચહેરા પર આશાનું એક વાદળ ઘેરાતું અને વીખરાઈ જતું. એ થોડીક વાર પાર્ટીમાં સામેલ થવાનો પ્રયાસ કરતી, પણ ફરી પાછી એની નજર કાચના દરવાજા પાસે જઈને અટકી જતી.

Category: Tag:

Description